National

દલાલ સ્ટ્રીટ લોહીલુહાણ, રોકાણકારોના પાંચ લાખ કરોડ ધોવાયા

મુંબઇ, તા. ૬
શેરબજારમાં ભારે હાહાકારની સ્થિતિ વચ્ચે બજેટ ૨૦૧૮-૧૯ બાદથી છેલ્લા ત્રણ કારોબારી સેશનમાં ૧૦ ટ્રિલિયન રૂપિયાથી વધુ ગુમાવી ચુક્યા છે. આજે મિનિટોના ગાળામાં જ પાંચ લાખ કરોડ રૂપિયા મૂડીરોકાણકારોએ ગુમાવી દીધા હતા. બીએસઈમાં તમામ લિસ્ટેડ શેરની કુલ સંયુક્ત માર્કેટ મૂડીની દ્રષ્ટિએ કુલ રોકાણકારોની સંપત્તિમાં છેલ્લા ત્રણ કારોબારી સેશનમાં આજે સવાર સુધી ૧૦ ટ્રિલિયન રૂપિયા ઘટીને ૧૪૩ ટ્રિલિયન રૂપિયા થઇ ગય ાહતા. પહેલી ફેબ્રુઆરી ૨૦૧૮ના દિવસે બજેટની જાહેરાત કરવામાં આવી ત્યારે માર્કેટ મૂડી ૧૫૩ ટ્રિલિયન રૂપિયા હતા. ઇક્વિટી રોકાણના વેચાણ ઉપર સરકારે ૧૦ ટકા લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સની જાહેરાત કરી હતી. ૨૩મી જાન્યુઆરી ૨૦૧૮ના દિવસે બીએસઈમાં તમામ લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ મૂડી ૧૫૬.૫૭ ટ્રિલિયન હતી. ગુરુવારના દિવસે સેંસેક્સ ૩૫૯૦૭ની ઉંચી સપાટી ઉપર રહ્યો હતો ત્યારબાદથી સેંસેક્સ હવે છ ટકાથી વધુ ઘટીને ખુબ નીચી સપાટીએ પહોંચી ગયો છે. શેરબજાર સાત સપ્તાહના ગાળામાં જ સૌથી નીચી સપાટીએ પહોંચ્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, એચડીએફસી, એચડીએફસી બેંક, હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઈનાન્સ કોર્પોરેશનની માર્કેટ મૂડી સૌથી વધુ ઘટી છે. ટીસીએસ, કોટક મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ બેંકની માર્કેટ મૂડીમાં ૧૫૦ અબજથી ૨૦૦ અબજ રૂપિયાનું ગાબડુ પડી ચુક્યું છે. આજે મંગળવારના દિવસે મિનિટોના ગાળામાં જ પાંચ લાખ કરોડ રૂપિયા રોકાણકારોએ ફરીથી ગુમાવી દીધા છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    NationalPolitics

    કેજરીવાલને ૬ દિ’ના રિમાન્ડ, AAP દેશવ્યાપી વિરોધ કરશે

    કેજરીવાલની ધરપકડ સામે સુપ્રીમ…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.