National

દલિતોના ભારત બંધને પગલે દેશનું જનજીવન ખોરવાયું, ૯નાં મોત

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨
સુપ્રીમ કોર્ટના ચુકાદાને પગલે દલિત જૂથો દ્વારા સમગ્ર ભારતમાં બળજબરી પૂર્વક બંધ કરાવવાને પગલે ઉત્તરભારત સહિત સમગ્ર દેશમાં જનજીવન ખોરવાયું હતું. દેશભરમાં દલિત સંગઠનો દ્વારા આપેલા બંધની વ્યાપક અસર જોવા મળી છે અને ૧૪ રાજ્યોમાં ભડકેવલી હિંસા દરમિયાન મધ્યપ્રદેશમાં છ જ્યારે રાજસ્થાનમાં ગોળીબારમાં એકનું મોત જ્યારે યુપીમાં બેનાં મોત થયા હતા. આ ઉપરાંત પંજાબ, રાજસ્થાન, ઝાખંડ અને ઉત્તરપ્રદેશમાં પણ મોટાપાયે હિંસા થઇ હતી. હિંસાને પગલે પંજાબ સરકારે માર્ગો પર સેનાને ઉતારવાની ફરજ પડી હતી. દલિત જૂથો સુપ્રીમ કોર્ટના એ આદેશનો વિરોધ કરી રહ્યા છે જેમાં કહેવાયું છે કે, સમુદાયને સંરક્ષણ આપતા કાયદાને હળવો કરાયો છે. કેન્દ્ર સરકારે આ આદેશની સમીક્ષા કરવા જણાવ્યું છે.
૧. મધ્યપ્રદેશમાં પોલીસ અને દેખાવકારોના ઘર્ષણમાં એક દલિત વિદ્યાર્થી નેતાનું મોત થયું હતું.ભિંડમાં સ્થિતિ વણસતા છ લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેનાપગલે સેના બોલાવવાની ફરજ પડી હતી. રેલવે ટ્રેક બ્લોક કરાતા અને વાહનોમાં આગચંપીને પગલે પોલીસને લાઠીચાર્જ કરવા તથા ટીયરગેસના શેલ છોડવાની ફરજ પડી હતી.
૨. રાજસ્થાનના જયપુર, બાડમેર અને અલવર સહિતના શહેરોમાં પણ હિંસાની ઘટનાઓ બની હતી.ઝારખંડના પાટનગર રાંચીમાં દેખાવકારોપર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.
૩. બિહાર, ઓરિસ્સા અને પંજાપ તથા રાજસ્થાનમાં ઘણી જગ્યાઓ પર રેલવે ટ્રેક બ્લોક કરાયા હતા જ્યારે ઘણા સ્થળોએ હાઇવે પર આડશ મુકાઇ હતી.
૪. પંજાબમાં સેંકડો દેખાવકારોએ તલવારો, લાઠીઓ અને બેઝબોલના ડંડા સાથે અમૃતસર, જાલંધર અને ભટિંડામાં દુકાનો બંધ કરાવી હતી ચંદીગઢમાં પણ દેખાવકારોએ માર્ગો જામ કર્યા હતા.
૫. પંજાબ સરકારે આકરા પગલાં લેતા સલામતીના ભાગરૂપે શાળા-કોલેજો બંધ રાખી હતી સાથે જ બોર્ડની પરીક્ષાઓ મોકૂફ રાખી રાતે ૧૧ વાગ્યા સુધી ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી હતી. આ દરમિયાન બેંકો અને કચેરીઓ બંધ રહેવા પામી હતી જ્યારે ટ્રાન્સપોર્ટ સેવા ખોરવાઇ હતી. જાલંધર, કપુરથલા, નવાનશહર અને હોશિયારપુરમાં સલામતી વધારી દીધી હતી.
૬. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને આદેશની સમીક્ષા કરવા અરજી કરી હતી. કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે, અમે સમીક્ષા અરજી કરી છે અને તમામ વહીવટ સાથે સિનિયર વકીલ દલીલ કરશે.
૭. બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમાર અને સાથી ભાજપે આંદોલનને ટેકો આપ્યો હતો. પટનામાં ભીમ આર્મીએ બંધ કરાવવામાં ભાગ લીધો હતો. હરિયાણાના શહેરો અને બંગાળના પાટનગર કોલકાતામાં પણ દખાવો થયા હતા.
૮. ઉત્તરપ્રદેશના મેરઠમાં ેદખાવકારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. માર્ગો જામ કરાતા યોગી આદિત્યનાથે શાંતિની અપીલ કરી હતી.
૯. સુપ્રીમ કોર્ટે ૨૦મી માર્ચે કચડાયેલા વર્ગોને અપશબ્દો અને ભેદભાવથી રક્ષણ આપતા કાયદા એટ્રોસિટી એક્ટ ૧૯૮૯ના એસસી-એસટી સંરત્રક્ષણ કાયદા અંતર્ગત આપોઆપ ધરપકડ અને અપરાધિક કેસ નોેંધવા પર પ્રતિબંધ મુક્યો હતો. જસ્ટિસ એકે ગોયલ અને જસ્ટિસ યુયુ લલિતની સુપ્રીમની બેંચે આદેશકર્યો હતો કે, કોઇપણ પરવાનગી વિના ધપકડ કરવામાં ન આવે. કોર્ટે એવું પણ કહ્યું હતું કે, જ્યાં સુધીકોર્ટ નક્કી ન કરે કે આ પ્રથમ દર્શનીય ગુનો બને છે, ખોટો, ઉપજાવી કાઢેલો કેસ છે કે પછી કોઇ વ્યક્તિને હેરાન કરવા અથવા બ્લેકમેઇલ કરવા માટે કરાયો છે તે નક્કી ન થાય ત્યાં સુધી વ્યક્તિને આગોતરા જામીન મળી શકે છે. દર
૧૦. દલિત જૂથે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ દલિત એટ્રોસિટીના વધુ પ્રમાણમાં કેસો દેખાડ્યા છે. કોંગ્રેસ સહિતના મોટાભાગના પક્ષોએ દલિતોના બંધને ટેકો આપ્યો હતો.

‘અમે મોદી સરકારને ઘૂંટણિયે પાડીશું’, દલિતોના દેખાવોને હાઇજેક કરી હિંસા આચરવા અંગે ગુંડાઓ પર આરોપ મુકતાં માયાવતી
બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ સોમવારે એસસી-એસટી કાયદાને હળવો કરવા સામે સમીક્ષા અરજીમાં વિલંબ કરનાર કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, તેઓ બંધને સમર્થન આપે છે પરંતુ હિંસાને સમર્થન આપતા નથી. દિલ્હીમાં તેમણે પત્રકારોને જણાુવ્યું હતું કે, અમે સંસદમાં નથીપરંતુ દલિત એટ્રોસિટી મામલે સંસદ બહાર પણ વિરોધ કરીશું અને નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી કેન્દ્ર સરકારને તેના ઘુંટણિયે પાડીશું. તેમણે જણાવ્યું કે, દલિતોને ઁઅંધકારમાં રાખનારી કેન્દ્ર સરકારની નીતિઓને કારણે આંદોલન થયું છે. મોદી સરકાર વિભાગોનું ખાનગીકરણ કરીને દલિતોના નોકરીઓ તથા બઢતીના અધિકારોને હાસિયામાં ધકેલવા માગે છે. માયાવતીએ આ સાથે હિંસાને પણ વખોડી હતી. તેમણે કહ્યું કે આ આંદોલનને ગુંડાઓ દ્વારા હાઇજેક કરાતા દલિતોનું શાંતિપૂર્ણ આંદોલન હિંસામાં બદલાયું હતું. કેટલાક અસામાજિક તત્વો હિંસા ભડકાવી દલિત આંદોલનને જુદી દિશા આપી રહ્યા છે. આવા લોકોને પોલીસ તથા વહીવટી તંત્રે ઓળખી કાઢવા જોઇએ.
એસસી-એસટી કાયદાના આદેશ પર તાત્કાલિક સુનાવણી કરવા સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
પોતાના નિર્ણયની સામે દેશભરમાં હિંસક વિરોધ પ્રદર્શનમાં પાંચ લોકોના મોત થઈ ગયા હોવા છતાં એસસી અને એસટી એક્ટ પર તરત સુનાવણી કરવાનો આજે ઈનકાર કરી દીધો હતો. કેન્દ્ર સરકારે આજે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને અગાઉની સ્થિતિને માન્ય રાખવા માટેનો આદેશ જારી કરવા અપીલ કરી હતી. જે હેઠળ એસસી-એસટી એક્ટ હેઠળ કોઈપણ અપરાધ બિન જામીનપાત્ર અપરાધની ક્ષેણીમાં ગણવામાં આવશે. ચીફ જસ્ટિસે તાકીદની સુનાવણી કરવાની માંગ કરતી અરજીને ધ્યાનમાં લીધી ન હતી અને કહ્યું હતું કે, આ મામલામાં તરત સુનાવણી થઈ શકશે નહી. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં આ એક્ટ હેઠળ તરત ધરપકડ ન કરવા માટેનો આદેશ જારી કર્યો હતો. આ ઉપરાંત એસસી-એસટી એક્ટ હેઠળ દાખલ કરવામાં આવનાર મામલામાં આગોતરા જામીનને મંજુર પણ આપી હતી. આને લઈને દેશભરમાં દલિત સમુદાયે જોરદાર નારાજગી વ્યક્ત કરી હતી. આજે ભારત બંધની જાહેરાત કરવામાં આવી હતી. અલબત આ વિરોધ હિંસક સ્વરૂપમાં ફેરવાઈ જતા વ્યાપક હિંસા થઈ હતી. અનેક શહેરોમાં વાહનોમાં ભારે તોડફોડ કરવામાં આવી હતી. સંપત્તિને નુકસાન પહોંચડાવામાં આવ્યું હતું. ટ્રેનો રોકવામાં આવી હતી. આ હિંસામાં પાંચ લોકોના મોત થઈ ગયા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, આ કાયદા હેઠળ દાખલ કરવામાં આવેલા મામલાઓમાં ઓટોમેટીક ધરપકડ કરવાને બદલે પોલીસને સાત દિવસની અંદર તપાસ કરવી જોઈએ અને ત્યાર બાદ કાર્યવાહી કરવી જોઈએ. કોર્ટે એમ પણ કહ્યું હતું કે, સરકારી અધિકારીની ધરપકડ અપોઇંટિંગ ઓથોરિટીની મંજુરી વગર થવી જોઈએ નહીં. બિન સરકારી કર્મચારીની ધરપકડ માટે એસએસપીની મંજુરી લેવી પડશે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ દલિતમાં જોરદાર નારાજગીનું મોજુ ફરી વળ્યું હતું. કેન્દ્ર , દલિત કાર્યકરો, કોંગ્રેસ, આરજેડી સહિત અનેક વિરોધ પક્ષોએ વાધો ઉઠાવ્યો હતો. આ તમામે એવી રજુઆત કરી હતી કે એસસી-એસટી એક્ટ કમજોર થવાથી દલિતોની સામે હિંસા વધશે.
આવી બાબતે અગાઉ પણ દલિતોએ જબરદસ્ત
એકતાનું પ્રદર્શન કરી પોતાની વાત મનાવી હતી
‘‘અનામત અને ભ્રષ્ટાચારે દેશને સાચ્ચો વિકાસ કરતા રોક્યો છે’’ કહેનાર ગુજરાત હાઇકોર્ટના જજ જે. બી. પારડીવાલા સામે મહાભિયોગનો પ્રસ્તાવ મુકવા પેરવી થતાં હુકમમાંથી વાંધાજનક વાક્યો કાઢી નાંખેલ ! ઉલ્લેખનીય છે કે, અગાઉ ૧૮મી ડિસેમ્બર ૨૦૧૫ના રોજ જસ્ટિસ જમશેદ પારડીવાલાની સામે મહાભિયોગનો પ્રસ્તાવ ૫૮ સાંસદોએ તે વખતના રાજ્યસભાના ચેરમેન અને ઉપરાષ્ટ્રપતિ ડો. હામિદ અન્સારીને આપેલ અને તેનું કારણ એ છે કે, જસ્ટિસ પારડીવાલાએ અનામતના હાર્દિક પટેલના કેસમાં પોતાના તાજેતરના ચુકાદામાં ઉપરોક્ત ટિપ્પણી કરી હતી. ત્યારબાદ મહાભિયોગ પ્રસ્તાવ રજૂ થયાના બીજા જ દિવસે તા. ૧૯-૨-૨૦૧૫ના રોજ તેમણે પોતાના જ હુકમમાં સુધારા કર્યા હતા. પારડીવાલાએ પોતાના અગાઉના હુકમમાં ગુલાંટ મારી સુધારા કરતા મહાભિયોગથી બચવા માટે અનામત અંગેની ટિપ્પણી હટાવી દીધી હતી. આમ દલિત એકતા સમાજને ઘણું બધુ કહી જાય છે.