National

દસ લાખની ખંડણી આપવા તૈયાર દિલ્હીના કુટુંબને પોતાના એકના એક પુત્રની લાશ મળી

(એજન્સી) નવી દિલ્હી, તા.૩૦
પોલીસે આજે જણાવ્યું હતું કે એક સપ્તાહ અગાઉ અપહરણ કરાયેલ દિલ્હી યુનિ.ના અપહરણ કરાયેલ વિદ્યાર્થીની લાશ હત્યા કરાયેલી હાલતમાં મળી આવી હતી.
ઉત્તરપૂર્વ દિલ્હીના દ્વારકા ખાતે પોતાના ઘરેથી ર૨ વર્ષીય આયુષનું અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણકર્તાઓએ આયુષને મુક્ત કરવા બદલ રૂા.પ૦ લાખની ખંડણીની માંગ કરી હતી. ગત ગુરૂવારે પોલીસને આ અંગે ફરિયાદ મળી હતી. આ જ દિવસે આયુષનું અપહરણ કરવામાં આવ્યું હતું. આયુષ ઘરેથી કોલેજ જઈ રહ્યો હતો ત્યારે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. સાંજ સુધી તે ઘરે પરત નહીં ફરતા તેના માતા-પિતા ચિંતિત બન્યા હતા દરમ્યાન આયુષના પિતાને તેના ફોનથી એક વ્હોટ્‌સએપ સંદેશ મળ્યો હતો. મેસેજમાં આયુષની તસવીર હતી તે બાંધી રખાયેલી હાલતમાં હતો અને તેના માથાના ભાગે ઈજા હતી. તેને છોડી મૂકવા રૂા.પ૦ લાખની ખંડણીની માંગ કરાઈ હતી. ત્યારબાદ આયુષના કુટુંબે તુરંત પોલીસનો સંપર્ક કર્યો હતો.
આયુષના કુટુંબે કોઈ રીતે રૂા.દસ લાખનો બંદોબસ્ત કરી લીધો હતો. અને તેઓ અપહરણ કર્તાઓને તે રૂપિયા આપવા તૈયાર હતા. પણ તેઓ અપહરણકર્તાઓને શોધી શક્યા ન હતા. ગત રાત્રે દ્વારકાની એક ગટર નજીકથી આયુષનો મૃતદેહ મળી આવ્યો હતો. આયુષ રામલાલ આનંદ કોલેજમાં ફાઈનલ યરનો વિદ્યાર્થી હતો તે પોતાના માતા-પિતાનો એકનો એક પુત્ર હતો. તેના કુટુંબે પોલીસ પર બેદરકારીનો અરોપ લગાવ્યો હતો.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    રાજકોટ પછી દિલ્હીની હોસ્પિટલ સળગી, ૭ નવજાતનાં મોત

    દિલ્હીની વિવેકવિહારમાં આવેલી ન્યુ…
    Read more
    NationalPolitics

    ‘‘મારો દીકરો તમને સોંપું છું’’ : રાયબરેલીમાં સોનિયાની ભાવુક અપીલ

    રાયબરેલીમાં સોનિયા ગાંધી સાથે…
    Read more
    National

    બુરખો પહેરેલી પ્રશંસકને ગળેભેટવાનું શાહરૂખ ખાને ટાળી લોકોના દિલ જીત્યાં, વીડિયો વાયરલ થયો

    (એજન્સી) તા.૧૭બોલિવૂડ સુપરસ્ટાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.