Crime Diary

દાદરી મુદ્દે બધા જ ભગવા પક્ષના નેતાઓ બેક-ફૂટ પર : વિહિપે પોત પ્રકાશ્યુંગૌહત્યા અટકાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદ કોમી હિંસા ફેલાવવા પણ તૈયાર

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી અગાઉ VHP સહિત હિન્દુવાદી સંગઠનો ગૌહત્યાને મુદ્દો બનાવી હિન્દુ મતદારોને લલચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે

(એજન્સી) તા.૧૭
વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને હિન્દુવાદી સંગઠનો ગૌહત્યાના નામે મુસ્લિમ સમુદાયમાં ડર અને અસલામતી ફેલાવી રાજકરણ કરી રહ્યા છે. વર્ષ ૨૦૧૭માં ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, તેથી હિન્દુ સમુદાયના મતદારોને આકર્ષવા માટે હિન્દુવાદી સંગઠનો ઉત્તરપ્રદેશમાં કોમી હિંસા અને રમખાણો કરાવી રહ્યા છે. દાદરી હત્યાકાંડ અને દેશમાં ગૌમાંસ પર કરવામાં આવતા રાજકરણ પર વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, બધા ધર્મના લોકોને ગરીબી સાથે લડવાની જરૂર છે અને શાંતિનો મહોલ સ્થાપવાની અપીલ કરી હતી. જો કે વીએમપી, બજરંગ દળ અને અન્ય હિન્દુવાદી સંગઠનો અપીલની ખુલેઆમ અવગણના કરી રહ્યા છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ગૌહત્યાને સંપૂર્ણપણે ડામવાના હેતુથી વીએમપીના કાર્યકર્તાઓ આગામી બે સપ્તાહમાં બેઠક યોજી મંત્રણા કરશે. વર્ષ ૨૦૧૩માં શામલી અને મુઝફ્ફરનગર રમખાણોના મુખ્ય આરોપી વિવેક પ્રેમી અને અન્ય આરોપીઓને છોડવવાના મુદ્દે ચર્ચા કરવામાં આવશે. વિવેક પ્રેમીને ગૌહત્યા મુદ્દે મુસ્લિમ યુવકને ત્રાસ આપવાના આક્ષેપો હેઠળ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. વીએમપી કાર્યકર્તા મેઘપાલે જણાવ્યું હતું કે, ગૌહત્યા સહન કરવામાં આવશે નહીં, વડાપ્રધાન મોદીના નિવેદનથી અમને કોઈ જ સંબંધ નથી. કંધલાના સ્થાનિક વહીવટીતંત્રએ બંધ દરવાજે કતલખાનાની પરવાનગી આપી દીધી છે. જો કે અમારા ૫૦૦૦થી વધુ કાર્યકર્તાઓ તે પ્રવૃત્તિને અટકાવવાનો પ્રયાસ કરશે.
પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ગૌહત્યા નિવારણ અધિનિયમ હેઠળ VHPના કાર્યકર્તાઓ દ્વારા અસંખ્ય કેસો દાખલ કરવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૧૧-૧૨ દરમિયાન ૬૦૦૦ જેટલા કેસો દાખલ કરવામાં આવ્યા હતા જ્યારે વર્ષ ૨૦૧૩-૧૪માં ૯૫૦૦ જેટલા કેસો સામે આવ્યા હતા. ચાલુ વર્ષ ૨૦૧૫માં પણ ૯ કેસ નોંધવામાં આવ્યા છે. ગૌહત્યા અને ગૌમાંસના વેચાણ મુદ્દે શાહરાનપુરમાં કોમી હિંસા જોવા મળી હતી. વીએચપીના વરિષ્ઠ કાર્યકર્તાએ સહદેવસિંહે જણાવ્યું હતું કે, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં દરેક બીજા દિવસે કતલખાને જતા ટ્રકોને પકડવામાં આવે છે. ગૌગાહમાં મોટે ભાગે કતલખાનાઓ ધમધમી રહ્યા છે એટલું જ નહીં હિન્દુ સમુદાયની યુવતી સાથે છેડતી પણ કરવામાં આવે છે. ૫૦૦૦ જેટલા હિન્દુ કાર્યકર્તાઓ ટીમ બનાવી ઉત્તર પ્રદેશના દરેક જિલ્લામાં ગૌહત્યાનું રક્ષણ કરશે. ભારત વિશ્વમાં સૌથી વધુ ‘બીફ’ નિકાસ કરતો દેશ છે. હિન્દુ કાર્યકર્તાઓને એવો ભય છે કે, ભેંસના નામે ગાયના માસને નિકાસ કરવામાં આવી રહ્યો છે.
કેન્દ્રીય સામાજિક ન્યાયમંત્રી જાવરચંદ ગેહલોતને જ્યારે દેશમાં કોમી હિંસાના વાતાવરણ વિશે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ પ્રશ્નનો જવાબ આપી દીધો છે. દાદરી હત્યાકાંડ ગેરસમજમાં બનેલી ઘટના છે અને ચર્ચા ત્યાં અંત થાય છે.
વીએચપીની ગૌરક્ષા પેનલના અધ્યક્ષ સુરદર્શન ચક્ર મહારાજે જણાવ્યું હતું કે, ગૌૈહત્યાને રોકવામાં નહીં આવે તો દાદરી જેવી ઘટનાઓમાં વધારો થઈ શકે છે. મેરઠમાં અમારા કાર્યકર્તાઓએ ૧૦૦૦થી વધુ કતલખાને જતી ગાયોના જીવ બચાવ્યા છે. મેરઠના વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, વીએચપી જ નહીં પરંતુ બીજા હિન્દુવાદી સંગઠનો પણ આવી ઝૂંબેશ ચલાવી રહ્યા છે. જો કે કોઈપણ પ્રકારની કોમી હિંસાના બનાવ ન બને તેની અમે ખાસ તકેદારી રાખવામાં આવે છે.
વીએચપીના પૂર્વમંત્રી હાજી યાકુબ કુરેશીએ જણાવ્યું હતું કે, વીએચપી કઈ જ નથી પણ ગૂંડા તત્ત્વોનો સમૂહ છે. પ્રદૂષણના નામે તેઓ મેરઠમાં કતલખાનાને બંધ કરાવી રહ્યા છે હવે ઘરોની અંદર ભેંસને કતલ કરવામાં આવે છે શું એ પ્રદૂષણ નથી ?

Related posts
Crime Diary

યુપીમાં ક્લાસના અન્ય વિદ્યાર્થીઓને સાથી વિદ્યાર્થીને થપ્પડ મારવાનું કહેનાર મહિલા શિક્ષકે આત્મસમર્પણ કર્યું, જામીન પણ મળ્યા

(એજન્સી) તા.૬ઉત્તરપ્રદેશમાં એક મહિલા…
Read more
Crime Diary

UP: મુરાદાબાદ હાઉસિંગ સોસાયટીમાં મુસ્લિમ ડોક્ટરનેફ્લેટ વેચવાને લઈને ‘મકાન વાપસ લો’ના સૂત્રોચ્ચાર સાથે દેખાવ

(એજન્સી) તા.૫ગુરૂવારે મુરાદાબાદમાં એક…
Read more
Crime Diary

“રાજધર્મ નિભાવો”; સંંભલ અને અજમેરનામુદ્દાઓ પર કેન્દ્રને સલાહ આપતા TMCના મંત્રી

રર વર્ષે ફરીથી કોઈએ ‘રાજધર્મ’…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.