Crime Diary

દાદરી હત્યાકાંડ : અખલાકના પરિવાર વિરુદ્ધ એફઆઇઆરનું ષડયંત્ર રચવામાં આવ્યું છે ?

(એજન્સી) તા.૧૦
અખલાક અને તેના પરિવાર સામે ગૌહત્યા બદલ દાખલ કરવામાં આવેલી એફઆઇઆર દ્વારા અનેક સવાલો ઊભા થયા છે. અખલાકની હત્યાના ૧૦ મહિના બાદ એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી. એફઆઇઆરમાં ઉલ્લેખાયેલ ફરિયાદી અને સાક્ષી અંગે એક વેબસાઇટ દ્વારા ઉ.પ્ર.ના દાદરી જિલ્લાના બિશાળા ગામમાં પુનઃ મુલાકાત લેવામાં આવતા જાણવા મળ્યું છે કે ફરિયાદીએ આ ઘટના નિહાળી ન હતી. તેમણે ત્રણ ગામજનોની ઊડતી વાતો પર ફરિયાદ દાખલ કરી હતી.
તદુપરાંત અખલાક અને તેના પરિવારને એક વાછરડાની કતલ કરતા જોયા હોવાનો દાવો કરનાર સાક્ષી પ્રેમસિંહ અખલાકની હત્યા કરવાના આરોપસર ધરપકડ કરાયેલ આરોપી વિશાલ રાણાના પિતા સંજય રાણાના કાકા છે. એટલું જ નહીં ભાજપના પૂર્વ કાર્યકર હોવાનો દાવો કરતા સંજય રાણાનો હાથ ઉપર છે કારણ કે સાક્ષીઓ અને ફરિયાદી પર તેનો અંકુશ છે.

અખલાકની હત્યામાં ધરપકડ કરાયેલા વિશાલ રાણાના પિતા સંજય રાણાની છૂપા કેમેરાથી ઝડપાયેલી તસવીર.

સંજય રાણા કોણ છે ? સાક્ષી સાથે તેમને શું સંબંધો છે ?
રાણા અખલાક વિરુદ્ધ અંગત રાગદ્વેષ ધરાવે છે અને અખલાકની હત્યામાં તેમની સંડોવણી છે. આથી રાણાએ પોતાના સગા-સંબંધીઓ/પાડોશીઓની મદદથી અખલાકના પરિવાર વિરુદ્ધ એફઆઇઆરનું ષડયંત્ર રચ્યું હતું. શું તેમણે પોતાના પુત્રને અખલાકની હત્યાના આરોપમાંથી બચાવવા માટે ગૌહત્યાની ફરિયાદ ઉપજાવી કાઢી હતી ? રાણાને આ અંગે પૂછતા તેમણે જણાવ્યું હતું કે
ઉન હરામ કે બચ્ચો સે પૂછો જીન્હોને ગૌ કાટકર હમારે ઘરો મેં ફેંકી ઔર હમારી ભાવના ભડકાઈ. અખલાક કો મારા ઉસ ભાવનાને.
એવું રાણાએ જાસૂસી કેમેરા પર તેનું રેકોર્ડિંગ થઈ રહ્યું છે એ વાતથી અજાણ બનીને અખલાક અને તેના પરિવાર માટે વેબસાઇટ ધ ક્વિન્ટ સાથેની વાતચીતમાં બિશાળા ગામમાં જાહેરમાં કહ્યું હતું.
સંજય રાણાએ અખલાકની હત્યાના આરોપી વિશાલ રાણાના પિતા થાય છે. સંજય રાણાએ વધુમાં જણાવ્યું હતું કે
એક લઠ્ઠ દેદો મેરે હાથ મેેં ઔર જાન મોહંમદ (અખલાકનો ભાઈ) મેરે સામને કર દો. આપકો આધે ઘંટે મેં પતા ચલ જાયેગા કી ઉન્હોને કૈસે કાટા. મેં આધે ઘંટે મેં તુમ્હારે સામને યે કહેવા દુંગા કી હાં, મૈને કાટા. સવાલ કરો ઉન (બીભત્સ) સુવરોસે જીન લોગોને યે ગાય કાટી હૈ
એવું પણ સંજય રાણાએ જણાવ્યું હતું.
આ બેઠકમાં ગામમાં હિંદુ અને મુસ્લિમો વચ્ચેનું વિભાજન સ્પષ્ટપણે નજરે પડતું હતું. રાણાએ એવી ધમકી આપી છે કે ગૌહત્યા કેસમાં અખલાકના પરિવારની ધરપકડ નહીં થાય તો ગામમાં કોમી તંગદિલી ભડકી ઊઠશે. રાણાએ કહ્યું હતું કે
ઉન્હે (પોલીસ) અખલાકકેે પરિવાર કો એરેસ્ટ કરના પડેગા. અગર ઉન્હોને નહીં કીયા તો મુજે સીર્ફ અપને કોમ કા અવામ કરના હૈ. વો તુરંત એરેસ્ટ કરેંગે.

ફરિયાદી સૂરજપાલની છૂપા કેમેરાથી ઝડપાયેલી તસવીર.

સૂરજપાલે ગામના લોકોની ગોળ ગોળ વાતો પર ફરિયાદ કરી હતી
૭૦ વર્ષના સૂરજપાલ આખી જિંદગી બિશાળા ગામમાં જ રહ્યા છે. ઘણા ખચકાટ બાદ સૂરજપાલે અમને જણાવ્યું હતું કે તેમણે કંઈ જોયું નથી. તેમણે ઉડતી વાતોના આધારે પોલીસમાં ગૌહત્યાની ફરિયાદ દાખલ કરાવી હતી. તેમણે અમને જણાવ્યું હતું કે ગામના ત્રણ લોકોએ તેમને આ ઘટના અંગે જાણ કરી હતી. આ અંગે વાત કરતા ફરિયાદી સૂરજપાલે જણાવ્યું હતું કે
‘મૈંને કુછ નહીં દેખા. મુજે તો પ્રેમસિંહ, જતીન ઔર રણબીરને સબ બતાયા. જબ ઇન્હોને મુજે બતાયા તબ જા કર મૈંને એફઆઇઆર કરવાઈ’.
સૂરજપાલે એવો દાવો કર્યો હતો કે અખલાકની હત્યામાં ધરપકડ કરાયેલ તમામ આરોપીઓ નિર્દોષ છે. તેમણે જણાવ્યું હતું કે
‘જી, વો સારે બચ્ચે બેગુનાહ હૈ, ઉન્હે ગલત પકડા હૈ.
જ્યારે સૂરજપાલને પૂછવામાં આવ્યું કે અગર ઉન્હોને નહીં મારા તો ફીર કિસને મારા ?
તેના જવાબમાં સૂરજ પાલે જણાવ્યું હતું કે
‘અખલાક કો તો ભીડને મારા હૈ અબ હમેં કૈસૈ પતા ચલેગા કી કિસને મારા ?’
વેબસાઇટના પત્રકારોએ ફરિયાદી સૂરજપાલ સાથે વાત કર્યા બાદ અન્ય સાક્ષીઓ સાથે પણ વાત કરી હતી. પ્રેમસિંહ નામના સાક્ષી અખલાક હત્યાના આરોપી વિશાલ રાણાના પિતા સંજય રાણાના કાકા થાય છે.

અખલાક અને એના પરિવારે વાછરડાની હત્યા કરી હોવાનો દાવો કરનાર પ્રેમસિંઘ (સાક્ષી) મધ્યમાં જણાય છે. છૂપા કેમેરાથી ઝડપાયેલી તસવીર.

બીજા સાક્ષી રણબીરે આ ઘટના અંગે વાત કરતા જણાવ્યું હતું કે

કાલિ પાની મેં કુછ ફેંકતે હુએ દેખા અખલાક કો. લગભગ ૨૮ સપ્ટે. ૮ બજે દેખા થા.
જ્યારે તેને પૂછ્યું કે કહાં ફેંકતે દેખા ? તો રણબીરે જણાવ્યું હતું તે ટ્રાન્સફોર્મર કે બાદ…
ઉસકે અંદર સફેદ ખાલ થી.
જ્યારે પૂછ્યું કે આપ કો કેસે પતા કી વો બછડે કે હી થી ? ત્યારે રણબીરે જણાવ્યું હતું કે
યહ હમેં નહીં પતા હમેં તો યહ પતા હૈ કી યે સફેદ પશુ કી ખાલ હૈ બાકી તો લેબ બતાયેગા.
આમ કોઈ પણ સાક્ષી પાસે પોતાની જુબાનીના સંદર્ભમાં નક્કર પુરાવા ઉપલબ્ધ નથી આથી પ્રશ્ન એ છે કે શું આ એફઆઇઆર દ્વારા અખલાકના પરિવારને વધુ હેરાન કરવામાં આવશે ? શું ઉ.પ્ર. પોલીસ ન્યાયિક તપાસ કરીને સત્ય બહાર લાવશે કે પછી સ્થાપિત હિતોના ઇશારે કામ કરશે ? શું બિશાળા ગામ ઉ.પ્ર.ની આગામી વિધાનસભા ચૂટણીમાં કોમી તંગદિલીનું એપિસેન્ટર બનશે ?

  • પૂનમ અગ્રવાલ (સૌજ્ય.ઃ ધ ક્વિન્ટ)

અખલાકને પ્લાસ્ટિકની થેલીમાં સફેદ માંસ ફેંકતા જોયાનો દાવો કરનાર સાક્ષી રણબીર. છૂપા કેમેરાથી ઝડપાયેલી તસવીર.

Related posts
Crime DiaryGujarat

રાજકોટનો ગેમઝોન ભયંકર આગમાં બન્યો મોતનો ઝોન : ર૮નાં કરૂણ મોત

માત્ર એક કલાકમાં જ ર૪ જેટલા મૃતદેહો…
Read more
Crime Diary

ગૌમાંસ મુદ્દે ચાર-ચાર મુસ્લિમોની ઘાતકી હત્યા છતાં વડાપ્રધાન મોદીના મોઢામાંથી શા માટે નથી નીકળતું કે,મને મારો, મને ગોળીએ દો, મારા મુસ્લિમ ભાઈને નહીં !!

ઉત્તરપ્રદેશની ચૂંટણી માથે છે ત્યારે…
Read more
Crime Diary

ગૌરક્ષક સેલિબ્રિટી કઇ રીતે બનવું ? : હવેગૌરક્ષકો પણ સેલિબ્રિટીનો દરજ્જો ધરાવે છે

એક વખત ગૌરક્ષકનું લેબલ લાગી જાય એટલે…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.