(એજન્સી) તા.૭
લેજન્ડરી એક્ટર દિલીપકુમારનું બુધવારે સવારે સાડા સાત વાગ્યે નિધન થઈ ગયું છે, તેમનો જન્મ ૧૧ ડિસેમ્બર ૧૯૨૨ના રોજ પેશાવરમાં થયો હતો. ત્યારે તેના પર બ્રિટિશ સરકારનું શાસન હતું. અભિનેતાનો જન્મ મોહમ્મદ યુસુફખાન તરીકે થયો હતો. તેમના પિતાનું નામ લાલા ગુલામ સરવરખાન અને માતાનું નામ આયશા બેગમ હતું.
ત્યારબાદ યુસુફખાને પોતાનું નામ ફિલ્મોમાં દિલીપકુમાર રાખી લીધું હતું. તેમણે લગભગ અડધી સદી જેટલો સમય બોલિવૂડમાં પસાર કર્યો હતો. તેમને દાદા સાહેબ ફાલકે, પદ્મ ભૂષણ, પદ્મ વિભૂષણ અને નિશાન-એ-ઈમ્તિયાઝ જેવા એવોર્ડ પણ મળી ચૂક્યા છે.
દિલીપકુમારની ટોચની ૧૫ ફિલ્મો :-
જુગનુ :- દિલીપકુમારે ૧૯૪૪માં જવાર ભાટા નામની ફિલ્મથી પોતાની કારકિર્દી શરૂ કરી હતી, તે ફ્લોપ રહી હતી. ૧૯૪૭માં તેમની જુગનુ ફિલ્મ આવી, તેમાં નૂર જહાં સાથે તેમનું મ્યુઝિકલ રોમાન્સ છવાઈ ગયું હતું.
મેલા :- દિલીપકુમાર સાથે આ ફિલ્મમાં નરગીસે કામ કર્યું હતું, તે ૧૯૪૮માં રિલીઝ થઈ હતી, તે મેજર હિટ સાબિત થઈ હતી. અંદાજ :- અંદાજ ફિલ્મ ૧૯૪૯માં રિલીઝ થઈ હતી. મહેબૂબખાને તે ડિરેક્ટ કરી હતી અને તેમાં રાજકપૂર, નરગીસ પણ તેમની સાથે હતા.
દીદાર :- નીતિન બોઝની દીદારમાં દિલીપકુમાર, અશોકકુમાર, નરગીસ, નિમ્મી પણ હતા. ૧૯૫૧માં આ બ્લોકબસ્ટર ફિલ્મ રિલીઝ થઈ હતી.
દાગ :- અમિયા ચક્રબર્તીની રોમાન્ટિક ડ્રામા દાગ ૧૯૫૨માં રિલીઝ થઈ હતી, તેમાં નિમ્મી, ઉષા કિરણ અને લલિતા પવાર પણ હતા.
આન :- મલ્ટિપલ ટ્રેજિક રોલની દિલીપકુમારની મેન્ટલ હેલ્થ પર અસર થઈ. ત્યારે તેમને લાઈટ હાર્ટેડ રોડ કરવાની સલાહ અપાઈ. મહેબૂબાખાને ત્યારે આન બનાવી અને તે ૧૯૫૨માં રિલીઝ થઈ હતી.
આઝાદ :- શ્રીરામુલુ નાઈડુ એસ.એમ.ડિરેક્ટોરિયલ વેન્ચર આઝાદ કોમેડી મૂવી હતી જે ૧૯૫૫માં રિલીઝ થઈ હતી.
દેવદાસ :- બીમર રોયની દેવસાદ સરત ચંદ્ર ચટ્ટોપાધ્યાયની પ્રસિદ્ધ નોવેલ આધારિત હતી, તે ૧૯૫૫માં રિલિઝ થઈ હતી અને દિલીપકુમારે તેમાં દેવદાસની ભૂમિકા ભજવી હતી.
નયા દૌર :- બી.આર.ચોપડાએ નયા દૌરની બોક્સ ઓફિસ હીટ બનાવી હતી, તેમાં દિલીપકુમારે હોર્સ કાર્ટ રાઈડરની ભૂમિકા ભજવી હતી. તેમાં વૈજંતીમાલા, અજિત અને ચાંદ ઉસ્માની પણ સામેલ હતા.
યહુદી :- દિલીપકુમારે ફરી બીમલ રોય સાથે મળીને યહુદી બનાવી, તે ૧૯૫૮માં રિલીઝ થઈ હતી.
મુઘલ એ આઝમ :- આ એક ઐતિહાસિક ફિલ્મ સાબિત થઈ હતી, તે ૧૯૬૦માં રિલીઝ થઈ હતી. ૧૧ વર્ષ સુધી આ ફિલ્મ ચાલી હતી.
ગંગા જમુના :- નીતિન બોઝની ગંગા જમુનામાં દિલીપકુમાર સાથે વૈજંતીમાલા હતી.
રામ ઔર શ્યામ :- તાપી ચાણક્યની ફિલ્મ રામ ઔર શ્યામ ૧૯૬૭માં રિલીઝ થઈ હતી. તેમાં વહીદા રહેમાન, મુમતાઝ, બેબી ફરીદા અને પ્રાણ પણ હતા.
ક્રાંતિ :- ૧૯૮૧માં આ મોટી હીટ ફિલ્મ સાબિત થઈ હતી. તેમાં મનોજ કુમાર, શશી કપૂર, હેમા માલિની પણ હતી.
શક્તિ :- રમેશ સિપ્પીની આ ફિલ્મ ૧૯૮૨માં આવી હતી. તેમાં દિલીપકુમાર સાથે અમિતાભ બચ્ચન, રાખી અને સમિતા પાટિલ પણ હતા.
ટોચના ૨૦ ડાયલોગ પર એક નજર..
દેવદાસ :- કૌન કમ્બખ્ત હૈ જો બરદાસ્ત કરને કે લિયે પીતા હૈ… મેં તો પીતા હું કી બસ સાંસ લે સકું
નયા દૌર :- જિસકે દિલ મેં દગા આ જાતી હૈ ના… ઉસકી આંખો મેં દયા કભી નહીં આતી.
નયા દૌર :- જબ પેટ કી રોટી ઔર જેબ કા પૈસા છીન જાતા હૈ ના, તો કોઈ સમજ વમજ નહીં રહે જાતી હૈ આદમી કે પાસ
મુઘલ એ આઝમ :- મોહબ્બત કરને વાલો કા બસ ઈતના હી અફસાના… તડપના છૂપકે છૂપકે, આહ ભરના, ઘૂટકે મર જાના
મુઘલ એ આઝમ :- મેરા દિલ ભી આપકા કોઈ હિન્દુસ્તાન નહીં, જિસ પર હુકુમત કરે.
મુઘલ એ આઝમ :- તકદીરે બદલ જાતી હૈ, જમાના બદલ જાતા હે, મુલ્કો કી તારીખ બદલ જાતી હૈ, શહેનશાહ બદલ જાતે હૈ, મગર ઈસ બદલતી હુઈ દુનિયા મેં મોહબ્બત જિસ ઈન્શાન કા દામન થામ લેતી હૈ, વોહ ઈન્શાન નહીં બદલતા.
મુઘલ એ આઝમ :- મેં તુમ્હારી આંખો મેં અપની મોહબ્બત કા ઈકરાર દેખતા ચાહતા હું,
મુઘલ એ આઝમ :- દુનિયા મેં દિલવાલે કા દેના…દૌલત વાલે કા નહીં
મુઘલ એ આઝમ :- મોહબ્બત હમને માના જિંદગી બરબાદ કર દેતી હૈ… યે ક્યા કામ હૈ કી મર જાને પે દુનિયા યાદ કરતી હૈ…
મુઘલ એ આઝમ :- મોહબ્બત જો ડરતી હૈ વો મોહબ્બત નહીં…અય્યાશી હૈ, ગુના હૈ.
ક્રાંતિ :- કુલ્હાડી મેં લકડી કા દસ્તા ના હોતા તો લકડી કે કાટને કા રાસ્તા ના હોતા
ક્રાંતિ :- જબ જિંદગી દૌડતી હૈ તો રગો મેં બેહતા હુઆ ખૂન ભી દૌડતા હૈ
ક્રાંતિ :- એક ક્રાંતિ મરેગા.. તો હજાર ક્રાંતિ પદા હોંગે
ક્રાંતિ :- તુમ્હારી આંખો કી ચમક…મેરે દીલ કા દામન ખિંચતી હૈ
કર્મા :- ઈન્સાન જબ અંધા હો જાતા હૈ, તો ઉસકો રાત ઔર દિન કે ફરક મેં તમીજ નહીં રહેતી.
કર્મા :- જબ જબ ઈસ દેશ મેં તુમ જૈસા રક્ષક આયેગા, મિટાકે રખ દેગા ઉસે ઈસ દેશકા યે તિરંગા
કર્મા :- મુલ્ક કા હર સિપાઈ જાનતા હૈ કી, ઉસકે જિસ્મ પર વો ખાકી વરદી, જો ઉસકા માન હૈ વો વરદી ઉસકા કફન ભી બન સકતી હૈ.
કર્મા :- શેર કો અપને બચ્ચો કી હિફાઝત કે લિયે શિકારી કુત્તો કી જરૂરત નહીં હોતી
વિધાતા :- કાગઝાત પર દસ્તખત મેં હંમેશા અપને કલામ સે કરતા હું
સૌદાગર :- હક હંમેશા સર જુકા કે નહીં સર ઉઠાકે માગા જાતા હૈ