(એજન્સી) નવી દિલ્હી, તા.૩
દિલ્હીની એક કોર્ટે મંગળવારે નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ(દ્ગઇઝ્ર) અને નાગરિકતા સુધારા અભિનિયમ (ઝ્રછછ) સામેના વિરોધ પ્રદર્શન દરમ્યાન તેમના કથિત ભડકાઉ ભાષણ સંબંધિત ર૦૧૯ના કેસમાં ત્નદ્ગેંના વિદ્વાન અને કાર્યકર શર્જીલ ઈમામની જામીન અરજી પર પોતાનો ફેસલો અનામત રાખ્યો છે. એડિશનલ સેશન્સ જજ અમિતાભ રાવતે કેસમાં બંને પક્ષોની સુનાવણી કર્યા બાદ ચુકાદાને ‘અનામત’ રાખ્યો હતો. એવી શકયતા છે કે કોર્ટ ૧પ નવેમ્બરના રોજ જામીન અરજી પર તેનો આદેશ સંભળાવશે. શર્જીલ ઈમામના વકીલ તનવીર અહેમદ મીરે દલીલ કરી હતી કે સરકારની ટીકા કરવી એ રાજદ્રોહનું કારણ ના હોઈ શકે. મીરનો વિરોધ કરતી વખતે સરકારી વકીલ અમિત પ્રસાદે દલીલ કરી હતી કે વિરોધ પ્રદર્શનનો મૂળભૂત અધિકાર એટલી હદ સુધી આગળ વધી શકયો નથી કે લોકોને મોટા પાયે સમસ્યા ઊભી થાય. કેસની વિગતો અનુસાર શર્જીલે ૧૩મી ડિસેમ્બર ર૦૧૯ના રોજ જામિયા મિલ્લિયા ઈસ્લામિયા અને ૧૬મી ડિસેમ્બર ર૦૧૯ના રોજ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી ખાતે કથિત રૂપે ભડકાઉ ભાષણો આપ્યા હતા. જાન્યુઆરી ર૦ર૦થી તે ન્યાયિક કસ્ટડીમાં છે. ઓક્ટોબર રરના રોજ તેની જામીન અરજીને બરતરફ કરતા સાકેત કોર્ટના એડિશનલ સેશન્સ જજ અનુજ અગ્રવાલે કહ્યું હતું કે ઉશ્કેરણીજનક ભાષણોના સ્વર અને અવધિ લોકોની સુલેહ શાંતિ, શાંતિ-એકતા અને સૌહાર્દ પર નબળી અસર કરે છે. જો કે જજે તે ટિપ્પણી કરવાનો ઈન્કાર કર્યો હતો કે શું આ ભાષણ કલમ ૧ર૪-એ(રાજદ્રોહ)ના દાયરામાં આવે છે અને કહ્યું હતું કે આના પર ‘ગાઢ વિશ્લેષણ’ની જરૂર છે. દિલ્હી પોલીસે ૧પ જુલાઈ ર૦ર૦ના રોજે શર્જીલ ઈમામ વિરૂદ્ધ ઘણા સ્થાળોએ સીએએ સામેના વિરોધ પ્રદર્શનો દરમ્યાન કથિત ભડકાઉ ભાષણ સાથે સંબંધિત કેસમાં શર્જીલ ઈમામ વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. ૬૦૦ પાનાની ચાર્જશીટને કલમ ૧ર૪એ(રાજદ્રોહ), ૧પ૩એ(દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું) ૧પ૩ (રાષ્ટ્રીય એકતાને ખલેલ પહોંચાડવું (સમુદાયો વચ્ચે દુશ્મનાવટ ફેલાવવું પ૦પ (અફવાઓ ફેલાવવી) અને ગેરકાયદે પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ ૧૯૬૭ની કલમ ૧૩ હેઠળ દિલ્હીના પટિયાલા હાઉસ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.