એમેનેસ્ટી ઈન્ટરનેશનલે દિલ્હી પોલીસ
પર રમખાણકારોને સાથ આપવાનો
આરોપ મૂક્યો, ઝફરૂલ ઈસ્લામે કહ્યું
કે દિલ્હી પોલીસ દ્વારા રમખાણકારોને
તમામ પ્રકારની છૂટ અપાઈ હતી
(એજન્સી) તા.૨૯
ઝફરૂલ ઈસ્લામ ખાને દિલ્હી લઘુમતી પંચનું ચેરમેન પદ જુલાઈ મહિનામાં જ છોડી દેવાની જાહેરાત કરી હતી. તેમના આ પદ પરથી હટ્યાના દિવસે જ સમિતિએ નવ સભ્યો ધરાવતી સત્ય શોધક સમિતિનો અહેવાલ રજૂ કર્યો હતો. આ અહેવાલ ફેબ્રુઆરીમાં ઉત્તરપૂર્વ દિલ્હીમાં ફાટી નીકળેલા રમખાણો પર આધારિત હતો.
આ રમખાણોમાં કુલ ૫૩થી વધુ લોકોએ જીવ ગુમાવ્યાં હતાં. અહેવાલ અનુસાર ખાને આ અહેવાલ સૌથી પહેલાં દિલ્હી વિધાનસભામાં રજૂ કરવાની જરૂર હતી પરંતુ આવો જ એક રિપોર્ટ કમિશન દ્વારા ગત વર્ષે તૈયાર કરાયો હતો પરંતુ તેને વિધાનસભા સમક્ષ રજૂ કરાયો નહોતો. ઝફરૂલ ઈસ્લામ ખાન મિલ્લી ગેઝેટના તંત્રી પણ છે અને તે કહે છે કે ન તો મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ન તો મિનિસ્ટ્ર ઈન ચાર્જ કમિશનની કામગીરીમાં કોઈ દખલ કરી શકે છે. તેમણે હાસ્ય સાથે કહ્યું કે તમે તો બ્યુરોક્રેટ્સને જાણો જ જ છો. તેમણે અડચણો પેદા કરી. કમિશનને ખરેખર તો ગંભીરતાપૂર્વક લેવાની જરૂર છે. તે કહે છે કે અમે શરૂઆતમાં દિલ્હી સરકાર અને દિલ્હી પોલીસને તમામ પ્રકારની માહિતીઓ આપી જે અમને મળી. હું અને મારા સાથીઓએ ૨ માર્ચના રોજ રમખાણપીડિત વિસ્તારોની મુલાકાત લીધી. અહીં મુસ્લિમોને પાઠ ભણાવવાનો ભરપૂર પ્રયાસો કરાયો હતો તેવું સ્પષ્ટ દેખાય છે. અમે પીડિતોને મળ્યાં, તેમના સળગી ચૂકેલા મકાનો, દુકાનો જોયા. મુસ્લિમોના જ મકાનોને બાળવામાં આવ્યા હતા. જોકે હિન્દુઓના મકાનોને જરાય આંચ નહોતી આવી. ત્યાંથી જ સ્પષ્ટ થઇ ગયું હતું કે બધું જ પ્લાનિંગ સાથે કરાયું હતું. અમે રમખાણોના પ્રથમ દિવસે સ્કૂલમાં ફસાયેલા લોકોને મળ્યાં. અમે સ્કૂલના ડ્રાઇવર અને સુરક્ષા ગાર્ડ રૂપ સિંહ તથા રાજકુમારે જણાવ્યું કે સેંકડોની સંખ્યામાં લોકો ૨૪ ફેબ્રુઆરીના રોજ ધસી આવ્યા હતા. તેઓએ હેલમેટ પહેરી રાખ્યા હતા. તેઓ યુવા અને મજબૂત બાંધવાળા હતા. જ્યારે પોલીસ આવી ત્યારે તેઓ ૨૪ કલાક પછી ત્યાંથી પલાયન કરી ગયા હતા.
તેઓ પેટ્રોલ બોમ્બ લઈને આવયા હતા. કેટલાકના હાથમાં દોરડા હતા કે જેથી જલદીથી જલદી તેઓ લોકોના ઘરમાં છત મારફતે પણ ઘૂસી શકે. તેઓએ કહ્યું કે પીડિતોના નિવેદનથી એવું જ લાગે છે કે રમખાણો દરમિયાન દિલ્હી પોલીસે રમખાણકારોને છુટ્ટો હાથ આપ્યો હતો અને આ દરમિયાન જ કેટલાક લોકો એવા પણ હતા જેઓએ પીડિતોની મદદ કરી હતી અને અનેક લોકો એવા હતા જેઓ એક છેડે ઊભા રહીને સંપૂર્ણ તમાશો જોતા રહ્યા હતા.