દિલ્હી મુખ્ય સચિવ હુમલા કેસમાં ભાજપ મુખ્યમંત્રી કેજરીવાલનું રાજીનામું માંંગ્યું છે તો કોંગ્રેસે માફીની માંગણી કરી છે. આ ઘટનાને શહેરી નકસલવાદ ગણાવતાં દિલ્હી ભાજપ ચીફ મનોજ તિવારીએ કેજરીવાલનું રાજીનામુ માંંગ્યું અને તેમણે કહ્યું કે આ ઘટનામાં ઉચ્ચ સ્તરિય તપાસ થવી જોઈએ અને આપના કેટલાક ધારાસભ્યોને બરખાસ્ત કરવા જોઈએ. ભાજપના બીજા એક નેતા સંબિત પાત્રાએ એવું કહ્યું કે દિલ્હીમાં બંધારણીય કટોકટી તોળાઈ રહી છે પહેલી વાર મુખ્યમંત્રીના નિર્દેશ પ્રમાણે મુખ્ય સચિવ પર હુમલો થતો ાપણે જોયો. આમ આદમી પાર્ટી અંધાધૂંધીનો પર્યાય બની છે. દિલ્હી કોંગ્રેસ ચીફ અજય માકને પણ કેજરીવાલને માફી માંગવાનું જણાવ્યું. માકને કહ્યું કે દિલ્હી સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ નીવડી છે તેમણે ્ટ્વીટ કરીને કહ્યું કે ગૂંડાગીરી કરનાર કેજરીવાલે રાજીનામું આપી દેવું જોઈએ. કોંગ્રેસના બીજા એક સીનિયર નેતા જે પી અગ્રવાલે પ આ મુદ્દે બોલતાં કહ્યું કે આ કેસમાં ઉપરાજ્યપાલે હસ્તક્ષેપ કરવો જોઈએ. અગ્રવાલનું કહેવું છે કે આ સંબંધમાં સર્વપક્ષીય બેઠક બોલાવવી જોઈએ. અમે ૧૫ વર્ષ સુધી દિલ્હીમાં શાસન કર્યું, અમારે કદી પણ આવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો નથી. કોઈકે પણ આ હદે નીચે ન ઉતરી જવું જોઈએ.