National

દિલ્હી રમખાણો : ષડયંત્ર કેસના આરોપીઓ દ્વારા જેલમાં કોરોના વાયરસના કેસો વધતાં ગરમ કપડાં અને દવાઓની માંગ કરાઈ

 

(એજન્સી)નવી દિલ્હી , તા.૩
દિલ્હી રમખાણોના કેસમાં ષડયંત્ર રચવાના આરોપસર જેલવાસ ભોગવી રહેલા જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીના પીએચડીના ઉમેદવાર મીરન હૈદરે મંગળવારે હાથ ધરવામાં સુનાવણી દરમ્યાન અધિક સેસન્સ જજ અમિતાભ રાવતને જણાવ્યું હતું કે, અમે કપડાં વિના છે. જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દેવગણ કલિતા અને નતાસ્તા નરવાલના વકીલ આદિતી પૂજારીએે રાવતને અનુરોધ કર્યો હતો કે, જેલોમાં આ કેદીઓને ગરમ કપડાં મળી રહે તે માટે સંયુક્ત રીતે એક આદેશ પસાર કરવામાં આવે. કોંગ્રેસના પૂર્વ નગરસેવક ઈશરત જહાંના ભાઈ અને વકીલ સરવર જહાંએ જણાવ્યું હતું કે, મંડોલી જેલમાં જેલ નંબર ૧૬ને કવોરન્ટાઈન કરવામાં આવી છે કેમ કે, ત્યાં કેદ પાંચ કેદીઓમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા છે. અને તેના પરિવાર તરફથી ગરમ કપડા માટે કરવામાં આવેલી વિનંતી ફગાવી દેવાઈ હતી. અમે તેને પ્રત્યક્ષ રીતે મળવા માંગીએ છે પણ તેનો પણ ઈન્કાર કરવામાં આવ્યો હતો. અમે કોર્ટને વિનંતી કરીએ છે કે, એક સંયુક્ત આદેશ પસાર કરવામાં આવે જેથી અમે તેમને ગરમ કપડાં આપી શકીએ. જામિયા મિલિયા ઈસ્લામિયામાં પર્સિયન ભાષાના વિદ્યાર્થી આસીફ ઈકબાલ તન્હાના વકીલ સૌજન્ય શંકરને પણ કોર્ટને જણાવ્યું હતું કે, તેઓ પણ પોતાના અસીલ માટે ગરમ કપડાં અને ધાબળાંની માંગ કરે છે. જેલ નિયમ મુજબ કેદીઓને આ વાતની છૂટ છે પણ જેલના સુપ્રિન્ટેન્ડેન્ટ કોર્ટના આદેશ વિના આ વાતનો અમલ કરતાં નથી. વિડિયો કોન્ફરન્સ દ્વારા હાથ ધરવામાં આવેલી સુનાવણીમાં દિલ્હી પોલીસ કોર્ટના અગાઉના આદેશનું પાલન કરવામાં પણ નિષ્ફળ રહી હતી. જેમાં કોર્ટે પોલીસને ફરિયાદ નંબર ૫૯-૨૦૨૦ અંગે ચાર્જશીટ દાખલ કરવા જણાવ્યું હતુ. આ ઉપરાંત આરોપીઓના વકીલો દ્વારા પોતાના અસીલો માટે દવાની પણ માંગણી કરવામાં આવી હતી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    રાજકોટ પછી દિલ્હીની હોસ્પિટલ સળગી, ૭ નવજાતનાં મોત

    દિલ્હીની વિવેકવિહારમાં આવેલી ન્યુ…
    Read more
    NationalPolitics

    ‘‘મારો દીકરો તમને સોંપું છું’’ : રાયબરેલીમાં સોનિયાની ભાવુક અપીલ

    રાયબરેલીમાં સોનિયા ગાંધી સાથે…
    Read more
    National

    બુરખો પહેરેલી પ્રશંસકને ગળેભેટવાનું શાહરૂખ ખાને ટાળી લોકોના દિલ જીત્યાં, વીડિયો વાયરલ થયો

    (એજન્સી) તા.૧૭બોલિવૂડ સુપરસ્ટાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.