National

દિલ્હી હાઈકોર્ટે ડેનમાર્કની મહિલા ઉપર ર૦૧૪માં કરાયેલ ગેંગરેપમાં દોષી પાંચ આરોપીઓને અપાયેલ મૃત્યુ પર્યંત જેલની સજા માન્ય રાખી

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૬
દિલ્હી હાઈકોર્ટે ડેનમાર્કની પર વર્ષીય મહિલા ઉપર કરાયેલ સામૂહિક બળાત્કારમાં દોષી ઠરાયેલ પાંચ આરોપીઓને ફટકારાયેલ મૃત્યુ પર્યંતની જેલની સજાને માન્ય રાખી હતી. હાઈકોર્ટે આરોપીઓની અપીલ અરજી ફગાવી હતી જેમાં એમણે નીચલી કોર્ટે ફટકારેલ સજાને પડકારી હતી. આ ઘટના દિલ્હીમાં ર૦૧૪ના વર્ષમાં બની હતી અને નીચલી કોર્ટે ર૦૧૬માં ચુકાદો આપ્યો હતો. દિલ્હી હાઈકોર્ટે પીડિતની જુબાની અને ડીએનએ રિપોર્ટ ઉપર આધાર રાખ્યું હતું જેના દ્વારા ગુનો પુરવાર થયો હતો. ટ્રાયલ કોર્ટે ૧૦મી જૂન ર૦૧૬ના રોજ પાંચ આરોપીઓને એમના દ્વારા આચરાયેલ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ચુકાદો આપ્યો હતો. કૃત્યને અમાનવીય અને જંગાલિયતભર્યું ગણાવ્યું હતું. આવા પ્રકારના કૃત્યોથી આપણા દેશ ઉપર કલંક લાગે છે. ૧લી જાન્યુઆરી ર૦૧૪ના રોજ ડેનમાર્કથી એક મહિલા ભારત ફરવા આવી હતી. દિલ્હીમાં એ પહાડગંજમાં આવેલ એક હોટલમાં ઉતરી હતી. ૧૪મી જાન્યુઆરીએ એ પોતાના હોટલમાં પરત ફરી રહી હતી ત્યારે રસ્તો ભૂલી ગઈ અને એક રાહગીરને રસ્તો પૂછયો એ મહિલાની અજાણતાનો ગેરલાભ ઉઠાવી અન્ય સ્થળે લઈ ગયો અને પોતાના સાથીઓ સાથે સામૂહિક બળાત્કાર અને લૂંટ ચલાવી હતી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    NationalPolitics

    કેજરીવાલને ૬ દિ’ના રિમાન્ડ, AAP દેશવ્યાપી વિરોધ કરશે

    કેજરીવાલની ધરપકડ સામે સુપ્રીમ…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.