(એજન્સી) તા.૨૧
પશ્ચિમ બંગાળના સૌથી મોટા તહેવાર દુર્ગા પૂજા શરૂ થવાના એક દિવસ પહેલાં ભક્તો માટે એક સારા સમાચાર આવ્યા છે. કલકત્તા હાઈકોર્ટે દુર્ગા પૂજા સમારોહ અંગે પ્રતિબંધોમાં રાહત આપતાં તેના આદેશમાં ફેરફાર કર્યા હતા. જેમાં તમામ દુર્ગાપૂજા પંડાલોને એન્ટ્રી ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે અને એક સમયે પંડાલની અંદર મંજૂરી હોય તેવા લોકોની સંખ્યામાં વધારો કર્યો છે. કોર્ટે પૂજા સમિતિના સભ્યોની સંખ્યા ઉપર કેપ વધાર્યો છે જે પંડાલમાં પ્રવેશ કરી શકે છે અને ઢાકીઓને (ડ્રમવાદકોને) પરિસરમાં પ્રવેશવાની મંજૂરી આપી હતી. પૂજા અને ધાર્મિક વિધિમાં ભાગ લેવા માટે સ્થાનિક રહેવાસીઓ સહિત વધુ સભ્યો હવે પંડાલોમાં પ્રવેશ કરી શકશે. અગાઉ કોર્ટે ૧૫-૨૫ સમિતિના સભ્યોની પ્રવેશની મંજૂરી આપી હતી અને હવે એક સમયે કોલકાતામાં અગ્રણી પૂજા આયોજકો દ્વારા મંગળવારે દાખલ કરવામાં આવેલી સમીક્ષા પિટિશન બાદ આ ચુકાદો આવ્યો છે જેમાં કોર્ટના આદેશને અમલમાં મૂકવામાં “વ્યવહારિક સમસ્યાઓ” દર્શાવાઈ છે. રાજ્યના પાટનગરમાં ૪૦૦ ટોચના દુર્ગા પૂજા આયોજકોએ આદેશની સમીક્ષા માટે અપીલ કરી હતી જેના પર સુનાવણી હાથ ધરતાં હાઈકોર્ટે પંડાલોમાં ૪૫ લોકોના પ્રવેશની મંજૂરી આપી હતી. આ નિર્ણય એવા સમયે કરાયો છે જ્યારે ૨૨ ઓક્ટોબરે પાંચ દિવસનો દુર્ગા પૂજા ઉત્સવ શરૂ થવાનો છે. બીજી બાજુ નાના પંડાલમાં ૧૫ લોકોની યાદી બનાવાઈ શકે છે અને તેમાં ૧૦ લોકોને પંડાલની અંદર રહેવાની છૂટ અપાશે. કોર્ટે કલ્યાણ બેનરજીની અપીલ પર કોઈપણ આદેશને પસાર કરવાનો ઈનકાર કરી દીધો હતો. તેમાં બે મહત્ત્વપૂર્ણ અનુષ્ઠાન અંજલિ અને સિંદૂર ખેલાને મંજૂરી આપવા કહેવાયું હતું.