Gujarat

દેશના બંધારણ ઉપર વર્તમાન સરકારની નિયત સામે શંકા જાય છે : મો.અબ્દુલકુદ્દુસ

પાલનપુર, તા.૧૬
પાલનપુરમાં ભારત મુક્તિ મોર્ચા, બહુજન ક્રાંતિ મોર્ચા, બનાસકાંઠા જિલ્લા જમિયત ઉલમા, રાષ્ટ્રીય મુસ્લિમ મોર્ચા તથા ઓલ ઈન્ડિયા એકતા ફોરમના ઉપક્રમે જ્યોતીબા ફુલે તથા સિમ્બોલ ઓફ નોલેજ બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે જાહેરસભા મૌલાના અબ્દુલકુદ્દુસ સાહેબ પ્રમુખ, બનાસકાંઠા જિલ્લા જમિયત ઉલમાની અધ્યક્ષતાએ સમતા વિહાર હાઈસ્કૂલના પટાંગણમાં યોજાઈ હતી.
આ કાર્યક્રમમાં ઉદ્‌ઘાટક તરીકે અશોકભાઈ રાઠોડ તથા મુખ્ય અતિથી તરીકે દિપકભાઈ ચાંદરોડિયા, પી.કે. ડાભી ડૉ. સલીમ શેખ, પ્રકાશભાઈ ચૌધરી, શૈલેષભાઈ સોલંકી, મુફતી મહંમદહનીફ ઢુક્કા અને મુફતી મહંમદમીયાં સાહેબે પ્રારંભિક પ્રવચનો કરી દેના બંધારણીય હક્કો, લોકતંત્ર ઉપર થતા હુમલાઓ તથા ઈ.વી.એમ. મશીનનો ઉપયોગ એટલે ભારતીય લોકતંત્રના મતદારોના વોટના અધિકારને સમાપ્તી કરવા ઉપર ચર્ચા કરી હતી. જે લડાઈ સંયુક્ત રીતે લડવી પડશે ત્યારે જ ખરી એકતા પુરવાર થશે. દિન-પ્રતિદિન દુષ્કર્મનો શિકાર બનતી મહિલાઓ પર બળાત્કારથી દેશની છબી ખરડાઈ છે જે અત્યંત દુઃખદ અને શરમજનક બાબત છે. તેમ તમામ અતિથીઓએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું.
પ્રમુખ સ્થાનેથી બોલતા મૌલાના અબ્દુલકુદ્દુસ સાહેબે જણાવ્યું હતું કે દેશના બંધારણ ઉપર વર્તમાન સરકારની નિયત ઉપર શંકા જાય છે માટે આપણે સંગઠિત બની આપણી નવી જનરેશનને આ બાબતોથી વાકેફ કરવા પડશે અને અન્ય લોકોના મોહરા ન બને તે જોવું પડશે. અમારા બંધારણમાં બાબાસાહેબે આપેલ સમાન હક્કો અને વિચારધારા, ધાર્મિક છૂટછાટને સહેલાઈથી ઉજવી શકે તે અમારો હક છે. છતાંય તે ઉપર તરાપ મારવામાં આવે છે જેને આપણે સંગઠિત થઈ સંઘર્ષ કરી રોકવો પડશે.
આભારવિધિ ભગવાનભાઈ લાખુભાઈ ફુલાણીએ કરતાં કહ્યું હતું કે એસસી, એસટી, ઓબીસી સમાજ હિન્દુ નથી તથા અમોને હિન્દુ ન કહેવા અપીલ કરી હતી. સભાનું સંચાલન અતિકુર્રહેમાન કુરેશી (જન. સેક્રેટરી જમિયત ઉલમા)એ કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા મુનાફ એમ. મફત, નાસીરભાઈ બેકરીવાળા તથા હબીબુર્રેહમાન મૌલવીએ ભારે જહેમત ઉપાડી હતી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  CrimeGujarat

  સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

  પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
  Read more
  CrimeGujarat

  કટ્ટરવાદી કાજલ શિંઘાળાએ મુસ્લિમ મહિલાઓ અને મુસ્લિમ સમાજ વિશે અશોભનીય બફાટ કરતા પ્રચંડ રોષની લાગણી

  મુસ્લિમ મહિલાઓની આબરૂ તથા અસ્મિતાનું…
  Read more
  CrimeGujarat

  વિદ્યાર્થીએ ટિકિટ માંગી તો કંડક્ટરે લોહીલુહાણ કર્યોલીંબડી બસ સ્ટેન્ડમાં એસટી બસના કંડક્ટરે વિદ્યાર્થીને માર મારતો વીડિયો વાયરલ

  વિદ્યાર્થીને માથાના ભાગે ઈજા થતાં…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.