બિહારના એક વખતના વધારાના એડિશિનલ ચીફ સેક્રેટરી કે.બી.સકસેનાએ નેશનલ કમિશન ફોર હ્યુમન રાઈટ્સના હેવાલોમાંથી આ બધા આંકડા તારવ્યા છે. તેમના જણાવ્યા અનુસાર ૩૭ ટકા જેટલા દલિતો ગરીબી રેખાની નીચે જીવે છે. જેને આપણે કંગાલિયત રેખા કહી શકીએ. ૫૪ ટકા જેટલા દલિતો કૂપોષણથી પીડાય છે અને દલિત કુટુંબોમાં જન્મતા એક હજાર જેટલા બાળકોમાંથી ૮૩ ટકા બાળકો તો તેમની પહેલી વર્ષ ગાંઠ પહેલાં જ મરણ પામે છે, ૧૨ ટકા બાળકો પાંચ વર્ષ પહેલા મરણ પામે છે અને ૪૫ ટકા જેટલા બાળકો તો સંપૂર્ણપણે નિરક્ષર રહે છે. ૨૪ ટકા ગામોમાં તો ટપાલીઓ તેમના ઘેર પોસ્ટ ડિલિવરી કરવા જતા જ નથી. મતલબ કે ટપાલીઓ પણ દલિતવાસમાં પગ મૂકતા નથી.
આઝાદીના ૬૮ વર્ષ પછી પણ દલિતો પ્રત્યેનો ભેદભાવ અને હિંસામાં જરા પણ ઘટાડો થયો નથી. બલ્કે નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશ્નના અહેવાલને આધારે તો તેમાં ઉલ્ટો વધારો થયો છે. દરરોજ ત્રણ દલિત મહિલાઓ પર બળાત્કાર થાય છે. બે દલિતોની વિવિધ કારણોસર હત્યા થાય છે, ક્યારેક તો દલિતોની સામૂહિક હત્યાઓના કિસ્સાઓ પણ બને છે અને કેટલાંક કિસ્સાઓ તો કયાંય
નોંધાતા નથી. ઉપરાંત દરરોજ ઓછામાં ઓછા બે દલિત કુટુંબોના ઘર સળગાવી દેવામાં આવે છે. આજે પણ કેટલાંક રાજ્યોમાં ૨૮ ટકા ગામડામાં પોલીસ સ્ટેશનોમાં દલિતોને પ્રવેશવા દેવામાં આવતા નથી. ઉપરાંત ૩૯ ટકા સરકારી શાળાઓમાં દલિતોને મધ્યાહન ભોજન વખતે અલગ બેસાડવામાં આવે છે. ૪૮ ટકા ભારતના ગ્રામ વિસ્તારોમાં જાહેર કૂવામાંથી પાણી ભરવા દેવામાં આવતા નથી. તેઓ કૂવામાં ઘડાને દોરડા બાંધીને પાણી ભરી શકતા નથી. કૂવાની બહાર તેઓ ઘડા મૂકે તેમાં ઉચ્ચ અને મધ્યમ જ્ઞાતિની બહેનો પાણીના ઘડા ઠાલવે ત્યારે તેઓને પાણી ઉપલબ્ધ થાય છે. બિહારના એક વખતના વધારાના એડિશિનલ ચીફ સેક્રેટરી કે.બી.સકસેનાએ નેશનલ કમિશન ફોર હ્યુમન રાઈટ્સના હેવાલોમાંથી આ બધા આંકડા તારવ્યા છે. તેમના જણાવ્યા અનુસાર ૩૭ ટકા જેટલા દલિતો ગરીબી રેખાની નીચે જીવે છે. જેને આપણે કંગાલિયત રેખા કહી શકીએ. ૫૪ ટકા જેટલા દલિતો કૂપોષણથી પીડાય છે અને દલિત કુટુંબોમાં જન્મતા એક હજાર જેટલા બાળકોમાંથી ૮૩ ટકા બાળકો તો તેમની પહેલી વર્ષ ગાંઠ પહેલાં જ મરણ પામે છે, ૧૨ ટકા બાળકો પાંચ વર્ષ પહેલા મરણ પામે છે અને ૪૫ ટકા જેટલા બાળકો તો સંપૂર્ણપણે નિરક્ષર રહે છે. ૨૪ કાં ગામોમાં તો ટપાલીઓ તેમના ઘેર પોસ્ટ ડિલિવરી કરવા જતા જ નથી. મતલબ કે ટપાલીઓ પણ દલિતવાસમાં પગ મૂકતા નથી. ભારતના બંધારણ જેના ઘડતરમાં ડો.ભીમરાવ આંબેડકરનો મહત્ત્વનો ફાળો હતો તેના આર્ટીકલ ૧૫માં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ કે જન્મસ્થળના આધારે કોઈપણ પ્રકારનો ભેદભાવ કરવામાં આવશે નહીં. બીજા શબ્દોમાં અસ્પૃશ્યતાને ગેરબંધારણીય જાહેર કરવામાં આવી છે. ત્યારબાદ ૧૯૫૫માં પ્રોટેક્શન ઓફ સિવીલ રાઈટ્સ એકટ પાર્લામેન્ટે પસાર કર્યો જેમાં એવી જોગવાઈ કરવામાં આવી કે જે કોઈ અસ્પૃશ્યતાનો પ્રચાર અને તેનું આચરણ કરશે. તેની કડક સજા કરવામાં આવશે. ૧૯૭૬માં અગાઉના કાયદામાં જે ઊણપો હતી અને અસ્પષ્ટતાઓ હતી તે દૂર કરવા માટે તેમાં જરૂરી સુધારા– વધારા કરવામાં આવ્યા. ૧૯૮૯માં અનુ.જ્ઞાતિઓ, અનુ.જનજાતિઓ આચરવામાં આવતા અત્યાચારો અટકાવવા અને કડક સજાઓની જોગવાઈઓ પર કરતો વધુ કડક કાયદો પસાર કરવામાં આવ્યો અને આવા ગુનાઓના કેસો ઝડપથી ચાલે અને કસૂરવારને ત્વરિત સા થાય એ માટે ખાસ અદાલતો સ્થાપવાની જોગવાઈ તેમાં કરવામાં આવી. ૨૦૧૩ અને ૨૦૧૫માં પણ દલિતોના રક્ષણ અને તેમના પર વિવિધ રીતે આવતા ગુજારવામાં અત્યાચારો રોકવામાં બે કાયદા સાર કરવામાં આવ્યા. ખાસ તો ‘મેન્યુઅલ સ્કેવેન્જરો‘ (માથે મેલુ ઉપાડનારા)ને એ કામ માટે પર ખાસ પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને છેલ્લે દલિત મહિલાઓનું બિનલિત પુરૂષો દ્વારા થતા જાતિય શોષણ જેવા ગંભીર ગુના માટે કડક સજાની જોગવાઈ ધરાવતો કાયદો ૨૦૧૫માં પસાર કરવામાં આવ્યો.
કયા રાજ્યોમાં દલિતોની સ્થિતિ અત્યંત ખરાબ છે, તેનો ઉલ્લેખ પણ કમિશને તેના હેવાલમાં કર્યો. તેમાં મોટાભાગે ઉત્તરના અને મધ્ય ભારતના હિન્દી ભાષી વિસ્તારોનો સમાવેશ થાય છે. તેમાં ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, બિહાર, હરિયાણા, મધ્યપ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ, વગેરેનો સમાવેશ, થાય છે. ત્યારબાદ મહારાષ્ટ્ર, તેલંગાણા, ઓડિશા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, પશ્ચિમબંગાળ, તમિલનાડુ, વગેરેનો સમાવેશ થાય છે. ૨૦૧૪માં દલિતો સામેના ગુનાઓની કેટલા બનાવો બન્યા અને તેનો ભોગ કેટલી સંખ્યામાં દિલ્હો બન્યા તે આંકડાને આધારે આ રાજ્યોનો હેવાલમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ આંકડા એક વિશિષ્ટ પ્રકારનો બીજા શબ્દોમાં વિચિત્ર લાગે એવો હસંબંધ જોવા મળે છે અને તે એ કે અનુ.જ્ઞાતિ અને અનુ.જનજાતીઓના સભ્યોમાં જ્યાં સાક્ષરતાની ટકાવારી વધારે ત્યાં તેમની સામે ભેદભાવ અથવા આચારવામાં આવતા ગુનાઓ અત્યાચારોનું પ્રમાણ વધારે ! સમાજશાસ્ત્રીઓ એનો ખુલાસો એવી રીતે આપે છે કે સાક્ષરતા અને શિક્ષણ પામેલા આ સમૂહના સભ્યો તેમના હકોના વધુ આગ્રાહી અને તેમના પર થતાં અત્યાચારો, વિવિધ પ્રકારના અન્યાયો સામે ચૂપ બેસી રહેતા નથી. તેઓ પોતાના અધિકારીઓ માટે વધુ આગ્રહી બન્યા છે અને જેમ જેમ તેઓ પોતાનો અવાજ ઉઠાવશે તેમ તેમ તેમના પર થતાં અત્યાચારોમાં વધારો થતો જશે. દલિતોમાં બેરોજગારીનું પ્રમાણ અન્ય સમૂહો કરતાં ઘણું વધારે છે. ઉત્તરના રાજ્યોમાં મોટા જમીન માલિકોને ત્યાં તેમને હાડિયા તરીકે કામ કરવું પડે છે, કેટલાક દલિત કુટુંબોની સ્થિતિ તો ‘વેઠિયા’ જેવી છે. તેમને ખેતરોમાં નાના ઝૂંપડા બાંધીને રહેવું પડે છે અને સવારથી ખેતી કામમાં જોતરાઈ જવું પડે છે. જમીન માલિકો પાસેથી તેમને જે નાણાં ઉધાર લીધા હોય તેના વ્યાજ પેટે તેમને મજૂરી કર્વી પડે છે અને મુદ્દલ તો એનું એ એ જ રહે છે. ૨૦૧૧ની વસ્તી ગણતરીના આંકડા અનુસાર દલિતોમાં બેરોજગારી માત્ર ગ્રામીણ વિસ્તારો પૂરતી મર્યાદિત નથી. એ શહેરી વિસ્તારોમાં પણ જોવા મળે છે. ૧૫ વર્ષથી ૫૯ વર્ષ સુધીના દલિતોનો બેરોજગારીનો આંકડો ૧૮ ટકા છે, જે લોકો રોજગારીની શોધમાં શહેરી વિસ્તારોમાં આવે છે તે બધાને. રોજગારી મળે છે એવું નથી. જેને અર્થશાસ્ત્રની પરિભાષામાં અસંઠિત ક્ષેત્ર (અન ઓલ્ગેનાઈઝડ સેકટર) કહેવામાં આવે છે તેમાં વખાના માર્યા, છૂટ્ક રોજગારીની શોધમાં શહેરી વિસ્તારોમાં આવેલ દલિતો અને આદિવાસીઓનો મોટા પ્રમાણમાં સમાવેશ થાય છે. શહેરોમાં આવેલા આ સમૂહોના યુવાનોને ગંદી ઝૂંપડપટ્ટીઓમાં રહેવું પડે છે કે ત્યાં નથી પાણીનીસગવડ નથી ટોઈલેટની સગવડ. તેમની પાસે કોઈ હુન્નર નહીં હોવાથી તેમને કાળી મજૂરી કરવી પડે છે. બંધારણીય જોગવાઈઓ અને કાયદાકીય રક્ષણ હવા છતાં આ સમસ્યાઓનો કોઈ ઉકેલ દેખાતો નથી. ઉલ્ટુ જેમ જેમ અનુજાતિઓ–દલિતોમાં પોતાના અધિકારો સંદર્ભે જાગૃતિ વધતી જાય છે તેમ તેમ તેમની સામેના ગુના અને અત્યાચારો પણ વધતા જાય છે. જાણીતા દલિત આગેવાન ચંદ્ર ભાન પ્રસાદ જણાવે છે કે શાતી એ માત્ર કાયદો– વ્યવસ્થાનો જ પ્રશ્ન નથી. પણ એક સામાજિક સમસ્યા છે જેમાં મૂળ આપણી સમાજ વ્યવસ્થામાં ઘણાં ઊંડા છે. એક નહીં સમાજ વ્યવસ્થાના ઉદય થકી જ તે નાબૂદ થઈ શકે. છેલ્લે આચાર્ય વિનોબા ભાવેના શબ્દોમાં ‘કમબન્ને યહ જાતિ કભી જાતી હી નહીં !’ શકય છે. જાતિ(જ્ઞાતિ) એ આપણા ડી.એન.એ.માં હોય !