Ahmedabad

દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકને સુપ્રીમનો ઝટકો

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૬
રાજ્યસભાની ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકને સુપ્રીમનો ઝટકો. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે માંગ ફગાવી છે. સુપ્રીમ કોર્ટ ચુકાદો આપ્યો છે કે હાઇકોર્ટનો ચુકાદો યોગ્ય છે. આથી પબુભા રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન નહીં કરી શકે. પબુભા માણેકની હાઈકોર્ટના ચુકાદા પર સ્ટેની માંગણી સુપ્રીમ કોર્ટે ફગાવી છે. આ ભાજપ માટે મોટો ઝટકો છે. દ્વારકામાં ભાજપના ધારાસભ્ય પબુભા માણેકને ગુજરાત હાઈકોર્ટે ગેરલાયક ઠેરવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઈકોર્ટે વર્ષ ૨૦૧૭માં દ્વારકા બેઠક પર થયેલી વિધાનસભાની ચૂંટણીને રદ કરી દીધી હતી.
૨૦૧૭માં થયેલી ચૂંટણીમાં ભાજપના નેતા પબુભા માણેક ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.
એ સમયે પબુભા સામે કૉંગ્રેસના ધારાસભ્ય મેરામણ આહીર હતા, જેમની પબુભા સામે હાર થઈ હતી. જે બાદ આહીરે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી કે પબુભા માણેકનું ઉમેદવારીપત્રક અધૂરૂં અને ક્ષતિયુક્ત હતું. જેથી આ ચૂંટણીને રદ કરવામાં આવે અને તેમને ચૂંટાયેલા જાહેર કરવામાં આવે. આ અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટે દ્વારકા બેઠક પરની ચૂંટણીને રદ કરી દીધી હતી પરંતુ આહીરને ચૂંટાયેલા જાહેર કર્યા નથી. આ મામલે મેરામણ આહીરે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે સત્યનો વિજય થયો છે. મીડિયા રિપોટ્‌ર્સ મુજબ, હાઈકોર્ટમાં માણેકની લીગલ ટીમે રજૂઆત કરી હતી કે તેમને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા માટે ચાર અઠવાડિયાંનો સમય આપવામાં આવે અને ત્યાં સુધી ચુકાદાનો અમલ મોકૂફ રાખવામા આવે. જોકે, હાઈકોર્ટે આ વાતને નકારી કાઢી હતી, જેથી તેઓ ‘ગેરલાયક’ ઠર્યા હતા. જોકે, હાઈકોર્ટના ચુકાદા સામે પબુભા માણેક સુપ્રીમ કોર્ટમાં ગયા હતા પરંતુ સુપ્રીમ કોર્ટ જ્યાં સુધી કોઈ ચુકાદો ના આપે ત્યાં સુધી માણેક ગેરલાયક ઠરેલા ગણાય. માણેકે કહ્યું હતું કે, “આ ચુકાદા અંગે કોઈ ટિપ્પણી નથી કરવી. ચુકાદા સામે અમે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરીશું. આશા છે કે ત્યાંથી ન્યાય મળશે.
આહીરે માગ કરી હતી કે તેમને વિજેતા જાહેર કરવામાં આવે, પરંતુ હાઈકોર્ટે ઠેરવ્યું હતું, “જો ઉમેદવારીના અંતિમ દિવસે તેઓ અને માણેક માત્ર બે ઉમેદવાર હોત તો ફૉર્મ રદ થવાના સંજોગોમાં અરજદારને વિજેતા ઠેરવી શકાયા હોત.”
“આ કિસ્સામાં તેમના સિવાયના ઉમેદવારો પણ સ્પર્ધામાં હોવાથી આ અરજી ગ્રાહ્ય ન રાખી શકાય.”
સપ્ટેમ્બર-૨૦૧૩માં સુપ્રીમ કોર્ટે ઠેરવ્યું હતું કે ઉમેદવારો વિશે માહિતી મેળવવી એ નાગરિકોનો ‘મૂળભૂત અધિકાર’ છે.
જો કોઈ ઉમેદવાર તેમના સોગંદનામામાં કોઈ ખાનું ખાલી મૂકે કે વિગત ન આપે તો ચૂંટણીપંચ તેને ગેરલાયક ઠેરવી શકે છે.
ઉમેદવાર ‘ટીકમાર્ક’ કે માત્ર ‘ડેશમાર્ક’ પણ ન કરી શકે. ઉમેદવારે ‘કંઈ નહીં’, ’જાણ નહીં’ કે ‘લાગુ નહીં’ એમ સ્પષ્ટપણે જણાવવાનું રહે છે.
જો ઉમદેવારથી કોઈ વિગત છૂટી ગઈ હોય તો રિટર્નિંગ ઑફિસર ખૂટતી વિગતો આપવા માટે ઉમેદવારને જણાવી શકે છે.
૨૦૧૭ની ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપને ૯૯ બેઠક મળી હતી. આ ચુકાદા બાદ ગૃહમાં ભાજપની સભ્યસંખ્યા ૧૦૦માંથી ઘટીને ફરી ૯૯ થઈ ગઈ હતી.
કોણ છે પબુભા માણેક ?
દ્વારકા હિંદુઓના ચાર સૌથી પવિત્ર સ્થળોમાંથી એક પબુભા માણેક દેવભૂમિ દ્વારકા (અગાઉ જામનગર) જિલ્લાની દ્વારકા બેઠક ઉપરથી ભાજપના ધારાસભ્ય હતા. તેઓ ભાજપમાં જોડાયા તે પહેલાં અપક્ષ અને કૉંગ્રેસ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવતા હતા. માણેક સ્થાનિક હિંદુ વાઘેર સમુદાય ઉપર પ્રભુત્વ ધરાવતા હતા. ઓખામંડળ વિસ્તારમાં સમર્થકોની વચ્ચે તેઓ ‘ભા’ના નામથી જાણીતા હતા.
તેઓ ૫,૭૦૦ જેટલા મતોથી વિજયી થયા હતા. પરંપરાગત રીતે તેમને ઓખામંડળ વિસ્તારમાંથી સમર્થન મળતું હતું પરંતુ ગત ચૂંટણી વખતે દ્વારકા શહેરના મતદાને તેમની જીત સુનિશ્ચિત કરી હતી.
આ ચુકાદા બાદ કૉંગ્રેસના ઉમેદવાર મેરામણભાઈ આહીરે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે ‘અમને ન્યાયતંત્ર ઉપર ભરોસો હતો અને સત્યનો વિજય થયો છે.’

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  AhmedabadReligion

  જુહાપુરામાં રહેતા મધુબેનનું અવસાન થતાં મુસ્લિમસમુદાયે અંતિમવિધિમાં સામેલ થઈ કોમી એકતા દર્શાવી

  મધુબેન છેલ્લા પ૦ વર્ષથી કોઈપણ…
  Read more
  AhmedabadSports

  રાશિદ ખાને તોડ્યો મો.શમીનો રેકોર્ડ, GT માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો

  અમદાવાદ, તા.૧અફઘાનિસ્તાનના સ્ટાર…
  Read more
  AhmedabadSports

  અમદાવાદ ખાતે ગુજરાત ટાઈટન્સ અને…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.