જામનગર તા. ૧૬
જામનગરની જી.જી. હોસ્પિટલમાં સ્વાઈનફ્લૂની સારવાર લઈ રહેલા દ્વારકાની ૪૬ વર્ષની એક મહિલાનું મૃત્યુ થયું છે. આ સાથે જ આ સિઝનમાં અત્યાર સુધીમાં સ્વાઈનફ્લૂના કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યા રર થઈ ગઈ છે જ્યારે ૧ર દર્દીઓ આ રોગની સારવાર લઈ રહ્યા છે.
દ્વારકાના ૪૬ વર્ષના હીનાબેન સ્વાઈનફ્લૂની સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ગત તા. ૧૧.૩.ર૦૧૯ ના હીનાબેનને સારવાર માટે આઈશોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતાં જ્યાં તેમનું સારવાર દરમિયાન આજરોજ મૃત્યુ થયું હતું. જામનગરની જી.જી. હોસ્પિટલના આઈશોલેશન વોર્ડમાં કુલ ૧ર જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે. ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં સ્વાઈનફ્લૂના રોગમાં કુલ ર૧ દર્દીઓના મૃત્યુ થઈ ગયા છે.