Ahmedabad

ધારાસભ્યોની નાણાં અને સત્તાની લાલસાએ ત્રણ વર્ષમાં ત્રણ પેટાચૂંટણીની નોબત આવી

વર્ષ ર૦૧૭થી આજ દિન સુધી ૧પ જેટલા ધારાસભ્યોએ રાજીનામા આપ્યાં

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.રર
ગુજરાત વિધાનસભાની વર્ષ ર૦૧૭માં યોજાયેલી ચૂંટણી બાદ કોંગ્રેસના ધારાસભ્યોની નાણાં અને સત્તાની લાલસાને લીધે ત્રણ વાર પેટાચૂંટણી કરવાની નોબત આવી છે ત્રણ વર્ષમાં કોંગ્રેસના ૧પ જેટલા ધારાસભ્યોએ પક્ષપલટો કરી મતદારો સાથે દ્રોહ કર્યો છે. જે મતદારોએ કોંગ્રેસના ઉમેદવારોને પંજાના નિશાન પર વોટ આપ્યા હતા. તે મતદારો સાથે જ સત્તા લાલચુ ધારાસભ્યોએ દ્રોહ કરતા મતદારો આ દ્રોહી ધારાસભ્યોને બરાબરનો પાઠ ભણાવે તેવું સ્થાનિક પ્રજા ઈચ્છી રહી છે. વર્ષ ર૦૧૭ની વિધાનસભાની ચૂંટણ બાદ ત્રણ વર્ષમાં ત્રણ વખત પેટાચૂંટણી કરવાની નોબત આવી છે એનું એક માત્ર કારણ કોંગ્રેસના ધારાસભ્યોની નાણાં અને સત્તાની લાલચ છે. રાજયસભાની ચૂંટણી ટાણે જ કોંગ્રેસમાં પોતાની ઉપેક્ષા થતી હોવાનું કારણ આગળ ધરી લાલચુ ધારાસભ્યો રાજીનામુ આપી પક્ષ પલટો કરી મતદારો સાથે દ્રોહ કરતા હતા. તેમ છતાં જાડી ચામડીના નફ્ફટ નેતાઓ પ્રજા સામે ફરી છાતી કાઢીને જવાની હિંમત કરતા હતા. વર્ષ ર૦૧૭ની વિધાનસભાની ચૂંટણી વખતે કોંગ્રેસ છોડીને ભાજપમાં ભળેલા ૧૧માંથી સાત ધારાસભ્યોને ટિકિટ આપી હતી, એમાંથી માત્ર બે જ ચૂંટણી જીતી શકયા હતા, જયારે વિરમગામ, જામનગર ગ્રામ્ય, બાલાસિનોર, ઠાસરા અને માણસા બેઠક પર પક્ષપલટુઓની હાર થઈ હતી. હાલમાં ૮ બેઠકની પેટાચૂંટણીમાં અબડાસામાં પ્રદ્યુમનસિંહ, ધારીમાં જે.વી. કાકડિયા, મોરબીમાં બ્રિજેશ મેરજા, કરજણમાં અક્ષય પટેલ અને કપરાડામાં જીતુ ચૌધરી એમ પ ધારાસભ્યોને ટિકિટ આપવામાં આવી છે. પેટાચૂંટણીમાં પણ કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. જેમાં પ્રજાના નાણાંનો જ દુરૂપયોગ થઈ રહ્યો છે. રાજકીય પક્ષો તો પોતાના ફાયદા માટે તોડજોડની રાજનીતિ કરે છે. પરંતુ અને ખર્ચાઓ તો રાજયની તિજોરી ઉપર જ પડે છે. મતદાતાઓએ પોતાનો પ્રતિનિધિ બનાવ્યા પછી ધારાસભ્ય પક્ષપલટાની રાજનીતિમાં લોકો માટે કરોડોનો બોજ બની રહ્યો છે. જુલાઈ ર૦૧૮માં કુંવરજી બાવળિયા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈને મંત્રી પદ મેળવતા ડિસેમ્બરમાં જસદણ બેઠક માટે પેટાચૂંટણી યોજવી પડી હતી. ફેબ્રુઆરીમાં ઉંઝામાંથી આશા પટેલે અને માર્ચમાં માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડા, ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા અને જામનગર (ગ્રામ્ય)ના ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ રાજીનામા આપતા લોકસભાની ચૂંટણી સાથે આ ૪ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી થઈ હતી. જુલાઈ ર૦૧૯માં ગુજરાતની રાજયસભાની બે બેઠકની ચૂંટણીમાં કોંગ્રેસના બે ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ક્રોસ વોટિંગ કરી કોંગ્રેસમાંથી રાજીનામુ આપતા રાધનપુર અને બાયડ બેઠક પર ઓકટોબર ર૦૧૯માં પેટાચૂંટણી થઈ હતી. રાજયમાં વધુ એક વખત રાજયસભાની ચૂંટણી દરમ્યાન માર્ચ મહિનામાં કોંગ્રેસના અબડાસા પ્રદ્યુમનસિંહ, ધારી-જે.વી. કાકડિયા, ગઢડા-પ્રવીણ મારૂ, ડાંગ-મંગળ ગાવિત અને લીંબડી-સોમાભાઈ પટેલે રાજીનામાં આપ્યા હતા. જૂનમાં કરજણ-અક્ષય પટેલ, કપરાડાથી જીતુ ચૌધરી અને મોરબીથી બ્રિજેશ મેરજાએ રાજીનામા આપ્યા હતા. અત્યાર સુધીમાં યોજાયેલી પેટાચૂંટણીમાં ઓછામાં ઓછા ૧૦૦ કરોડ રૂપિયા વહીવટી તંત્રના ખર્ચાયા હશે. શાસક પક્ષ કે પછી વિપક્ષ જે કોઈ હોય, એ પ્રજાના નાણાંના ટ્રસ્ટી છે અને તેમને એક એક પૈસાનો હિસાબ આપવાનો હોય છે પણ હવે સરકારો તેના ઓડિટર કેગના રિપોર્ટનો પણ જવાબ આપતી નથી. તો પછી પ્રજા કઈ રીતે જવાબની અપેક્ષા રાખી શકે ? અને એનાથી જ રાજકીય પક્ષો માટે વધુને વધુ સાનુકૂળ સ્થિતિ બની ગઈ છે. લાંબા સમયથી ધારાસભ્યો રાતોરાત પક્ષાંતર કરે છે, જેના કારણે સતત અસ્થિરતાથી રાજયના લોકોને સહન કરવું પડે છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  AhmedabadReligion

  જુહાપુરામાં રહેતા મધુબેનનું અવસાન થતાં મુસ્લિમસમુદાયે અંતિમવિધિમાં સામેલ થઈ કોમી એકતા દર્શાવી

  મધુબેન છેલ્લા પ૦ વર્ષથી કોઈપણ…
  Read more
  AhmedabadSports

  રાશિદ ખાને તોડ્યો મો.શમીનો રેકોર્ડ, GT માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો

  અમદાવાદ, તા.૧અફઘાનિસ્તાનના સ્ટાર…
  Read more
  AhmedabadSports

  અમદાવાદ ખાતે ગુજરાત ટાઈટન્સ અને…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.