Ahmedabad

ધારાસભ્ય મેવાણીનો સોશિયલ મીડિયામાં ધમકીનો મામલો ડીજીપી કચેરીમાં પહોંચ્યો

અમદાવાદ, તા.ર૪
તાજેતરમાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ અમદાવાદ પોલીસ સાથે કરેલા દુરવ્યવહાર બાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસના બે સિનિયર પોલીસ અધિકારીઓ દ્વારા પોલીસ અને પત્રકારોના વોટ્‌સએપ ગ્રુપમાં મેવાણીનું એન્કાઉન્ટર કરવું જોઈએ તેવી ટિપ્પણી કરી હતી. ત્યારે ધારાસભ્ય મેવાણીએ ટ્‌વીટ કરીને પોતાનું એન્કાઉન્ટર થશે તેવો ડર બતાવ્યો હતો.
મેવાણીને ધમકી આપનારા પોલીસ અધિકારીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાયાની માંગ સાથે વિવિધ સંસ્થાઓએ આજે ડીજીપીને આવેદનપત્ર પાઠવ્યું હતું.
પાટણમાં દલિત કાર્યકર્તા ભાનુભાઈ વણકરે આત્મવિલોપન કર્યા બાદ તેના વિરોધમાં અમદાવાદ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. તે દરમ્યાન ધરણા કરવા જઈ રહેલા વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની અટકાયત કરવા આવેલી પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. તેનો વીડિયો પણ વાયરલ થયો હતો.ત્યારે અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને પત્રકારોનું એક વોટ્‌સએપ ગ્રુપ ચાલે છે. જેમાં સિનિયર પોલીસ અધિકારીઓ અને પત્રકારો મેમ્બર છે તેવા ગ્રુપમાં આ ઘટનાના પ્રત્યાઘાત પડ્યા હતા. અમદાવાદ ગ્રામ્ય પોલીસના એક ઉચ્ચ પોલીસ અધિકારીએ આ ગ્રુપમાં લખ્યું હતું કે, પોલીસને ગુજરાત તારા બાપનું છે અને લખોટા કહેનારા જીજ્ઞેશ મેવાણીના આવા હાલ થશે. તેમ કહીને એક વીડિયો અપલોડ કર્યો હતો. જે વીડિયોમાં પોલીસ એક નેતાની ધોલાઈ કરી રહી છે. ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા મૂકવામાં આવેલી આ પોસ્ટ અને વીડિયોને અન્ય એક ઉચ્ચ પોલીસ અધિકારીએ આવકારી હોય તેવ પ્રકારની નિશાની મૂકી હતી. ત્યારબાદ તેમણે પણ એક વીડિયા વોટ્‌સએપ ગ્રુપમાં અપલોડ કર્યો હતો. જેમાં યુ.પી.ના મુખ્યમંત્રી યોગી પોલીસ દ્વારા થઈ રહેલા એન્કાઉન્ટરને યોગ્ય ઠેરવી રહ્યા હોય છે. તેવો તેમનો એક ટીવી ઈન્ટરવ્યુ છે. આ વીડિયો સાથે પોલીસ અધિકારીએ નોંધ મૂકી હતી કે ગુજરાત પોલીસ પણ હવે આ માટે તૈયાર છે. આમ ગુજરાત પોલીસના બે ઉચ્ચ પોલીસ અધિકારીઓ વોટ્‌સએપ ગ્રુપમાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને તેમના ગેરવર્તન માટે તૈયાર રહેવાની આડકતરી ધમકી આપી રહ્યા હોવાનું લાગતા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ, દલિત મુસ્લિમ એકતા મંચ અને હમારી આવાજ સંસ્થા દ્વારા રાજ્યના પોલીસ વડાને આવેદનપત્ર પાઠવીને સોશિયલ મીડિયામાં ધારાસભ્ય મેવાણીને ધમકી આપનારા જવાબદાર અધિકારીઓની પ્રિવેન્ટીવ મેસર મુજબ અટકાયત કરવામાં આવે. તેમજ આ સમગ્ર મામલે સાયબર ક્રાઈમ મુજબ ફરિયાદ નોંધવામા આવે. તેમજ અમદાવાદ બંધના એલાન વખતે ધારાસભ્ય મેવાણીની પોલીસ દ્વારા અટકાયત કરીને તેને એસઓજી ક્રાઈમ બ્રાંચ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જો કે એસઓજી રીઢા ગુનેગારો માટે છે ત્યારે ધારાસભ્યની અટકાયત કરીને એસઓજી લઈ જવાની સહિત તેની અટકાયત વખતે પોલીસે પ્રોટોકોલ તોડ્યો હોવાના મામલે યોગ્ય તપાસની માંગ પણ ડીજીપીની પાઠવેલા આવેદનપત્રમાં કરવામાં આવી છે.
મેવાણીએ ટવીટ્‌ કરીને પોતાનું એન્કાઉન્ટર થવાનો ભય વ્યકત કર્યો

અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને પત્રકારોના એક ગ્રુપમાં બે પોલીસ અધિકારીઓ દ્વારા જિગ્નેશ મેવાણીનું એન્કાઉન્ટર થવું જોઈએ તેવી ટીપ્પણી કરવામાં આવી હતી. આ ઘટના અંગે જિગ્નેશ મેવાણીએ સોશિયલ મીડિયા ટવીટરમાં ટવીટ કરીને તેનું એન્કાઉન્ટર થવાનો ભય વ્યકત કર્યો હતો અને લખ્યું હતું કે જિગ્નેશ મેવાણીનું એન્કાઉન્ટર ??

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  AhmedabadReligion

  જુહાપુરામાં રહેતા મધુબેનનું અવસાન થતાં મુસ્લિમસમુદાયે અંતિમવિધિમાં સામેલ થઈ કોમી એકતા દર્શાવી

  મધુબેન છેલ્લા પ૦ વર્ષથી કોઈપણ…
  Read more
  AhmedabadSports

  રાશિદ ખાને તોડ્યો મો.શમીનો રેકોર્ડ, GT માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો

  અમદાવાદ, તા.૧અફઘાનિસ્તાનના સ્ટાર…
  Read more
  AhmedabadSports

  અમદાવાદ ખાતે ગુજરાત ટાઈટન્સ અને…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.