અમરેલી, તા.૨૭
ધારીના હીરાવા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ ૮માં ભણતી વિદ્યાર્થીની સાથે શાળાના પ્રિન્સિપાલ દ્વારા ચેનચાળા કરી છેડતી કરતા પ્રિન્સિપાલ સામે પોલીસ ફરિયાદ કરતા ખળભળાટ મચેલ છે,
આ અંગે મળતી વિગતો અનુસાર ધારી તાલુકાના હીરાવા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ ૮ માં ભણતી એક ૧૩ વર્ષીય વિદ્યાર્થીની વર્ગ ખંડમાં હતી ત્યારે તેણી ને પાણીની તરસ લાગતા પાણી પીવા જતા વિદ્યાર્થીની પાણી પી રહી હતી ત્યારે શાળાના પ્રિન્સિપાલ દિનેશ સોજીત્રા રહે.ધારી વાળા એ પાછળથી આવી વિદ્યાર્થિનીને પકડી અશ્લીલ હરકતો દ્વારા શરીરે સ્પર્શ કરતા વિદ્યાર્થીની ગભરાઈ ભાગી ગયેલ અને ઘરે જઈ તેના માતા ને વાત કરતા તેની માતાએ તેના પતિને સમગ્ર હકીકત કહેતા પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ દિનેશ સોજીત્રા સામે વિદ્યાર્થિનીના પિતા એ ધારી પોલીસમાં
ફરિયાદ નોંધાવી હતી લંપટ પ્રિન્સિપાલ ની હરકતે સમગ્ર શિક્ષણ જગતને કલંક કરતા શિક્ષણ જગતમાં પણ તેની સામે રોષ જોવા મળેલ હતો.