(સંવાદદાતા દ્વારા)
ધોળકા, તા.૧
શહીદે આઝમ હઝરત ઈમામ હુસૈન (રદિ.) તથા તેમના ૭ર સાથી શહીદો કે જેઓ ૧૦ મોહર્રમના રોજ કરબલાના મેદાનમાં ૩ દિવસ ભૂખ્યા-તરસ્યા શહીદ થયા હતા. તેમની યાદમાં અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે ‘અંજુમને અઝાએ હુસૈન(રદિ.) ધોળકાના નવયુવાનો દ્વારા પુલેન સર્કલ પાસે ૧૧૦૦ જેટલી પાણીની બોટલો તથા માસ્કનું વિના મૂલ્યે વિતરણ કર્યું હતું. સાથે સાથે ‘માસ્ક પહેરો, સુરક્ષિત રહો’નો પ્રચાર પણ કર્યો.