(સંવાદદાતાદ્વારા)
ધોળકા, તા.૧૯
સરકારની ગાઈડલાઈન મુજબ અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશબાબુ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શિલ્પા યાદવની દેખરેખ હેઠળ ધોળકા તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર ડો.મુનિરાબેન માસ્ટર દ્વારા આયોજિત કોવિડ-૧૯ રસીકરણ કાર્યક્રમમાં ધોળકા શહેરના ખાનગી તબીબો તેમજ સ્ટાફ અને સરકારી હેલ્થ કેર વર્કર્સનો રસીકરણ કાર્યક્રમ પાશવનાથ હોસ્પિટલ, ધોળકા ખાતે યોજેલ. જેમાં ડો. મહેશઠક્કર, ડો. યશપાલસિંહ મકવાણા, ડો. હેમીન શાહ વગેરે એરસી મુકાવી હતી. રસી મુકાવનાર પ્રથમ મહિલા ડોકટર મુનિરાબેન માસ્ટર હતા. આ કામગીરીમાં જિલ્લા કક્ષા એથી ડો. ગૌતમ નાયક આરસીએચઓ ખાસ હાજર રહ્યા હતા. સીનીયર કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ખાસ ઉપસ્થિત રહીને આ રસીકરણ કામગીરીની સરાહના કરી હતી. આ રસીકરણ કાર્યક્રમમાં ૧૦૦ વ્યક્તિઓને રસી મૂકવાનું આયોજન કરેલ છે. સમગ્ર કામગીરીની વ્યવસ્થા તાલુકા હેલ્થ સુપરવાઈઝર શંકરભાઇ વેગડાએ કરી હતી.