ધોળકા, તા.ર
આજરોજ ધોળકા વિધાનસભાની ભારતીય જનતા પાર્ટી અમદાવાદ જિલ્લા દ્વારા ધોળકા તાલુકા તથા ધોળકા શહેરની અગત્યની મીટીંગ આનંદરાવ કાલે હોલ મુકામે મળી જેમાં અમદાવાદ જિલ્લાના સંગઠન પ્રભારી શંકરભાઈ ચૌધરી તથા રમીલાબેન બારા અને જિલ્લા અધ્યક્ષ હર્ષદ ગીરી ગોસ્વામીની આગેવાનીમાં મળેલી બેઠકમાં ધોળકા વિધાનસભા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો. પંચાયતના ચૂંટાયેલા સભ્યો. જિલ્લાના હોદ્દેદાર તેમજ ધોળકા શહેર તેમજ તાલુકામાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મહામંત્રી હોદેદારઓ તેમજ આગેવાનો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યકર્તાઓને સંબોધન કરતાં શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું કે આગામી ચૂંટણીઓને લક્ષમાં લઇ પાર્ટીના દરેક કાર્યકર્તાઓ સરકારી યોજનાઓ. તેમજ તેમણે કરેલા વિકાસના કામો લોકો સુધી પહોંચાડી તેમજ ગુજરાત સરકાર વિજય વિજયભાઈ રૂપાણી તેમજ કેન્દ્ર સરકાર કરેલા કામો ધોળકાના લોકપ્રિય ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સમગ્ર વિસ્તારમાં કરેલા વિકાસના કામો તેમજ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની સુચના મુજબ ધોળકા વિધાનસભા બનાવેલ પેજ પ્રમુખની યાદી પેજ પ્રમુખે કરવાની કામગીરી વગેરેથી પાર્ટીના કાર્યકર્તાઓ આગેવાનો હોદ્દેદારોને જરૂરી સૂચનાઓ આપી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.