National

નરેન્દ્ર મોદીએ કર્ણાટકમાં સિદ્ધારમૈયાની સરકાર પર ‘સીદ્દા રૂપૈયા સરકાર’ ગણાવી

(એજન્સી) કર્ણાટક, તા.ર૮
આ વખતે ફેબ્રુઆરી મહિનામાં વડાપ્રધાન મોદી ત્રીજી વખત કર્ણાટકની યાત્રા પર હતી. અવસર હતો. કર્ણાટક અધ્યક્ષ અને મુખ્યમંત્રી ઉમેદવાર બીએસ યેદિયુરપ્પાના ૭પમા જન્મદિવસનો યેદિયુરપ્પાના ૭પમા જન્મદિવસના અવસર પર વડાપ્રધાન કર્ણાટકના દાવણગેરેમાં હતા. મોદીએ આ અવસર પર આયોજિત રેલીમાં એકવાર ફરીથી કર્ણાટકની સિદ્ધારમૈયા સરકાર પર ભષ્ટ્રાચાર મુદ્દે નિશાન સાધ્યો. મોદીએ કહ્યું કે, કર્ણાટકમાં સિદ્ધારમૈયાની સરકાર નથી પણ ‘સીદા રૂપૈયાની સરકાર’ આવી રહી છે. દરેક કાળમાં સીદા રૂપૈયાવાળા કલ્ચર છે. હવે સીદા રૂપૈયા જવા જોઈએ. એક આમ આદમીની સરકાર આવવી જોઈએ. હવે કર્ણાટકને ઈમાનદારીવાળી સરકાર જોઈએ. વડાપ્રધાન સતત કર્ણાટકની યાત્રા પર ત્યાંની રેલીઓમાં ભષ્ટ્રાચારના મુદ્દા પર કોંગ્રેસની સરકારને નિશાના પર લઈ રહ્યા છે. એકવાર ફરીથી કર્ણાટક સરકાર પર દરેક કામ પર ૬.પ ટકા કમિશનનો આરોપ લગાવી પોતાના દાવા વધુ મજબૂત કરવાનો પ્રયાસ કર્યો હતો.