National

નરેન્દ્ર મોદી ઉપર બનેલ ફિલ્મની સંપૂર્ણ પેજની જાહેરાત પ્રકાશિત કર્યા પછી ચૂંટણી પંચ હિન્દી સમાચારપત્રો સામે આચારસંહિતા ભંગના પગલાં લેવા સજ્જ

(એજન્સી) નવી દિલ્હી, તા.૨૦
ચૂંટણી પંચ ઓછામાં ઓછા બે સમાચારપત્રોને નોટિસ મોકલાવશે. આ અખબારોએ વિવેક ઓબેરોયને ચમકાવતી નરેન્દ્ર મોદી ઉપર બનેલ ફિલ્મની ફૂલપેજ જાહેરાત પ્રકાશિત કરી હતી. ચૂંટણી પંચે જણાવ્યું છે કે, અખબારોએ ચૂંટણી આચારસંહિતાનો ભંગ કર્યો છે. દૈનિક ભાસ્કર અને દૈનિક જાગરણે ફિલ્મની ફૂલપેજ જાહેરાત પ્રકાશિત કરી હતી. જો કે, આ જાહેરાત પ્રથમ પાના ઉપર નથી. ચૂંટણી પંચે જણાવ્યું કે, “અમે વિચાર કરીએ છીએ કે, આવતા મહિને રિલીઝ થવાની ફિલ્મને પરવાનગી આપીએ કે નહીં. કારણ કે, ચૂંટણી આચારસંહિતા લાગુ થયેલ છે. આ તબક્કે અમે બંને અખબારોને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે. બંને અખબારોમાં ફિલ્મનો પોસ્ટર પણ છે. આ ફિલ્મ પમી એપ્રિલે રિલીઝ થવાની છે. ફિલ્મ ઓમંગકુમાર દિગ્દર્શિત છે. જેનું નિર્માણ સુરેશ ઓબેરોય, આનંદ પંડિત અને આચાર્ય મનીશે કર્યું છે. આ ફિલ્મની રિલીઝના સમયને લઈ ઘણા બધા લોકોએ પ્રશ્નો કર્યા હતા. કારણ કે, લોકસભા ચૂંટણીઓનો પહેલો તબક્કો ૧રમી એપ્રિલથી શરૂ થવાનો છે. આ વર્ષે ચૂંટણી પંચે આચારસંહિતાના અમલ માટે કડક વલણ અપનાવ્યું છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    રાજકોટ પછી દિલ્હીની હોસ્પિટલ સળગી, ૭ નવજાતનાં મોત

    દિલ્હીની વિવેકવિહારમાં આવેલી ન્યુ…
    Read more
    NationalPolitics

    ‘‘મારો દીકરો તમને સોંપું છું’’ : રાયબરેલીમાં સોનિયાની ભાવુક અપીલ

    રાયબરેલીમાં સોનિયા ગાંધી સાથે…
    Read more
    National

    બુરખો પહેરેલી પ્રશંસકને ગળેભેટવાનું શાહરૂખ ખાને ટાળી લોકોના દિલ જીત્યાં, વીડિયો વાયરલ થયો

    (એજન્સી) તા.૧૭બોલિવૂડ સુપરસ્ટાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.