International

નવી વસાહતોના બાંધકામનો વિરોધ કરી રહેલ ઈયુ ડેલીગેશનને ઈઝરાયેલના કટ્ટરપંથીઓએ ત્રાસ આપ્યો

 

(એજન્સી) એનાદોલુ,તા.૧૮
ઈઝરાયેલના કટ્ટરપંથીઓએ કબજે કરાયેલ વેસ્ટ બેંક અને કબજે કરાયેલ જેરુસલેમ વચ્ચે બની રહેલ નવી વસાહતોના બાંધકામનો વિરોધ કરનાર યુરોપીય યુનિયનના ડેલીગેશનને ત્રાસ આપી એમને ભગાડ્યા. ઈઝરાયેલી સત્તાવાળાઓએ ગીવત હામાતોસમાં ૧૨૫૭ વસાહતી એકમોના બાંધકામ માટે ટેન્ડરો બહાર પાડ્યા હતા. જેને લઇ ઇઝરાયેલ વસાહતી વાચડોગ પીસ નાઉએ ચેતવણી આપી હતી. ઈ.યુ.ના પ્રતિનિધિ સ્વેન કુહનની આગેવાની હેઠળના ચળવળકારીઓએ અધિકારીઓની ઝાટકણી કાઢતા કહ્યું કે, ‘ઘૂસણખોરો, દંભીઓ તમારા ઉપર ધિક્કાર છે.” સ્વેનએ કહ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડેન જાન્યુઆરીમાં સત્તા સંભાળે એ પહેલા ઇઝરાયેલ વસાહતોના વિકાસની આયોજિત યોજના દ્વારા ત્યાંની જમીન ઉપર પોતાના આધિપત્યની છબી ઉપસાવવા માંગે છે. એમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સમુદાયની ફરજ છે કે તેઓ ધ્યાન રાખે કે આંતરરાષ્ટ્રીય કાયદાઓની વિરુદ્ધ થઇ રહેલ કોઈપણ બાંધકામ અથવા પ્રોજેક્ટ હાથ ધરવામાં નહી આવે. ઇઝરાયેલના ૫૦થી વધુ કટ્ટરપંથી કાર્યકરો હાથમાં ઇઝરાયેલનો ધ્વજ લઇ ડેલીગેશનના સભ્યો સામે જોરજોરથી સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા જેથી તેઓ લોકોને કશું સંબોધી શકયા ન હતા. વિરોધના લીધે તેમને શહેરના અન્ય સ્થળે જવું પડ્યું હતું. એનાદોલુએ ઈઝરાયેલની વાલ્લાહ ન્યુઝ વેબસાઈટને ટાંકીને લખ્યું હતું કે ટેન્ડર ૨૦૧૪માં જ મંજૂર કરવામાં આવ્યું હતું પણ એ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ઓબામાના લીધે મોકૂફ રાખવામાં આવ્યું હતું. પી.એ. ઓથોરિટીના વડાપ્રધાન મોહમ્મદ શત્ય્યેહે કહ્યું કે ઇઝરાયેલનો પ્રોજેક્ટ પેલેસ્ટીયનના પાડોશી વિસ્તારો પર કબજો જમાવી એને અલગથલગ પાડવાનો છે. ઈઝરાયેલે ૧૯૬૭માં વેસ્ટ બેંક, પૂર્વીય જેરુસલેમ અને ગાઝા પટ્ટી સમેત પેલેસ્ટીયનના વિસ્તારો પર કબજો કર્યો હતો જે આંતરરાષ્ટ્રીય કાયદાઓ મુજબ ભવિષ્યના પેલેસ્ટીયનના ભાગો છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    International

    ‘ખૂબ જ દુઃખદ અને આઘાતજનક’ : ભારતે દુર્ઘટનામાં ઈરાની રાષ્ટ્રપતિ રઈસી અને વિદેશમંત્રીના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો

    ઈરાનના રાષ્ટ્રપતિ રઈસીના નિધન પર…
    Read more
    International

    હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઇરાનના રાષ્ટ્રપતિ અને વિદેશમંત્રીના મૃત્યુ, મુસ્લિમ જગતમાં શોક

    અઝરબૈજાનના સરહદી વિસ્તારમાંથી પરત…
    Read more
    International

    અલ-અઝહર અને અરબ સંસદે રફાહમાંઈઝરાયેલી હુમલાની ટીકા કરી

    (એજન્સી) તા.૯ઈસ્લામની સર્વોચ્ચ શિક્ષણ…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.