Special Articles

નવું સંસદીય બિલ્ડિંગ કેવું હશે, તેનો વિરોધ શા માટે થઈ રહ્યો છે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૦મી ડિસેમ્બરના રોજ નવા સંસદીય ભવનના બિલ્ડિંગનો શિલાન્યાસ કર્યો હતો. સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રીય રાજધાનીમાં સેન્ટ્રલ વિસ્ટાના બાંધકામ સામેની અરજીની સુનાવણી કરી રહી હોવા છતાં પણ આ શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટે પણ આ શિલાન્યાસ સમારંભ યોજવાની છૂટ આપી હોવા છતાં પણ આ પ્રકારનો સમારંભ જે રીતે યોજાયો તેની સામે નારાજગી વ્યક્ત કરી હતી.
હવે નવા સંસદીય ભવનનું નિર્માણ કાર્ય ક્યારે શરૂ થશે? શા માટે પર્યાવરણવાદી કાર્યકરો તેના વિરોધમાં છે? આ બધી બાબતો અહીં રજૂ કરવામાં આવી છે.
નવી સંસદ કેવી દેખાતી હશે?
લગભગ ૬૫,૪૦૦ ચોરસ મીટરથી પણ વધારે વિસ્તારમાં ફેલાયેલું નવું બિલ્ડિંગ ભારતની સાંસ્કૃતિક વૈવિધ્યતા દર્શાવતુ હશે અને તેના માટે સમગ્ર દેશના કલાકરો અને સ્થપતિઓને આ આ બાંધકામ બનાવવા આમંત્રિત કરવામાં આવ્યા છે.
નવું બિલ્ડિંગ ત્રિકોણીય સ્વરૂપ ધરાવતુ હશે, તેની ઊંચાઈ જૂના બિલ્ડિંગ જેટલી જ હશે. તેમા વિશાળ કોન્સ્ટિટ્યુશન હોલ હશે. સંસદના સભ્યો માટે લાઉન્જ હશે, લાઇબ્રેરી હશે, અનેકવિધ સમિતિરૂમો હશે, ડાઇનિંગ એરિયા સહિતના બીજા રૂમો હશે.
ઓકે, પરંતુ લોકસભા અને રાજ્યસભાનું શું?
લોકસભાના ચેમ્બરની સીટિંગ ક્ષમતા ૮૮૮ સભ્યોની હશે અને રાજ્યસભાના સભ્યોની સંખ્યા ૩૮૪ બેઠકોની હશે.
આમ ૨૦૨૬માં ડિલિમિટેશનની કવાયત કરવામાં આવતા સંસદના બંને ગૃહોમાં ભવિષ્યમાં સભ્યોની સંખ્યામાં વધારો થાય તેને ધ્યાનમાં રાખીને આ ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. હાલમાં લોકસભાના સભ્યોની સંખ્યા ૫૪૩ અને રાજ્યસભાના સભ્યોની સંખ્યા ૨૪૫ છે.
આ બિલ્ડિંગનો ખર્ચ કેટલો આવશે? તેને કોણ બનાવશે?
સપ્ટેમ્બર ૨૦૨૦માં ટાટા પ્રોજેક્ટ્‌સ લિમિટેડે નવા બિલ્ડિંગનો કોન્ટ્રાક્ટ બિડિંગ દ્વારા મેળવ્યો હતો. તેનો ખર્ચ ૮૬૧ કરોડ અંદાજાયો છે. તે સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવશે.
સેન્ટ્રલ વિસ્તા પ્રોજેક્ટ ખરેખર છે શું?
સેન્ટ્રલ વિસ્તા તે રાજપથની બંને બાજુનો રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટની જોડેના પ્રિન્સેસ પાર્ક સુધીનો વિસ્તાર છે.
રાષ્ટ્રપતિ ભવન, સંસદ, નોર્થ બ્લોક, સાઉથ બ્લોક, વાઇસ પ્રેસિડેન્ટ હાઉસ અને બધા કેન્દ્રીય મંત્રાલયો સેન્ટ્રલ વિસ્ટાની અંદર આવી જશે.
આ સિવાય નેશનલ મ્યુઝિયમ, નેશનલ આર્કાઇવ્સ, ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આટ્‌ર્સ ઓર આઇજીએનસીએ, ઉદ્યોગ ભવન, બિકાનેર હાઉસ, હૈદરાબાદ હાઉસ, નિર્માણ ભવન અને જવાહરભવન બધા તેની અંદર આવી જશે.
આમ વર્તમાન સરકારે સમગ્ર વિસ્તારમાં ધરમૂળથી ફેરફાર કરીને રિડેવલપમેન્ટનું આયોજન કર્યુ છે તેને સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ નામ આપવામાં આવ્યો છે. તેના લીધે મોટાભાગના કેન્દ્ર સરકારના વિભાગો એક જ સ્થળે આવી જશે.
પર્યાવરણવાદીઓ અને ઇતિહાસવિદો સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટથી અને નવા સંસદીય ભવનના નિર્માણથી નારાજ છે.
– કેટલાય લોકોએ તો આ પ્રોજેક્ટને આપવા માટે આવેલી વિવિધ પ્રકારની મંજૂરીઓ સામે કોર્ટમાં અરજી પણ કરી છે. તેમા જમીનના ઉપયોગના નિયમમાં ફેરફારને અપાયેલી મંજૂરીનો પણ સમાવેશ થાય છે.
– આ પ્રોજેક્ટના લીધે ૮૦ એકર જેટલી જમીન હાલમાં જે જાહેર જનતા માટે ઉપલબ્ધ છે તે ફક્ત સરકારી અધિકારીઓના ઉપયોગ પૂરતી જ મર્યાદિત થઈ જશે. આર્કિટેક્ટ એટલે કે સ્થપતિઓની દલીલ છે કે આ પ્રકારની જમીનનો ઉપયોગ કાયદાકીય રીતે ટકી શકે તેવી બાબત નથી અને આ ઉપરાંત આ જગ્યા જે લોકો માટે એક્સેસ નથી તેનું વળતર આપવાની કોઈ જોગવાઈ નથી
– આ ઉપરાંત પ્રોજેક્ટ માટે કોઈપણ પ્રકારનું એન્વાયર્નમેન્ટ ઓડિટ કરવામાં આવ્યુ નથી. કમસેકમ ૧,૦૦૦ જેટલા વૃક્ષ તેના લીધે કપાશે. આ સિવાય ૮૦ એકર જમીનમાં ગ્રીન કવર કેવી રીતે જળવાશે તેનું કોઈ આયોજન નથી. ક્લાઇમેટ એક્ટિવિસ્ટોએ ચેતવણી આપી છે કે રાષ્ટ્રીય રાજધાનીમાં વધતા જતા પ્રદૂષણના લીધે સ્થિતિ વધુ વણસશે જ્યારે આ પ્રોજેક્ટનું બાંધકામ શરૂ થશે.
– આ પ્રકારના પ્રોજેક્ટ માટે કોઈપણ પ્રકારનું હેરિટેજ ઓડિટ પણ કરવામાં આવ્યું નથી. ગ્રેડ-૧ હેરિટેજ બિલ્ડિંગ જેવા કે નેશનલ મ્યુઝિયમ્સ વગેરે રાષ્ટ્રીય મહત્ત્વના અને સ્થાપત્યના અદભુત નમૂનેદાર બિલ્ડિંગો છે તેને પણ વર્તમાન રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ સુધારાશે કે ખતમ કરવામાં આવશે.
નવી સંસદનું બાંધકામ ક્યારે પૂરું થશે?
લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ પાંચમી નવેમ્બરે જણાવ્યું હતું કે નવું માળખુ ૨૦૨૨ના બજેટ સત્ર પહેલા તૈયાર થઈ જાય તેવી સંભાવના છે.
સુપ્રીમ કોર્ટનું નવા સંસદીય બિલ્ડિંગ અંગે ચોક્કસપણે શું કહેવું છે?
સુપ્રીમ કોર્ટે સાતમી ડિસેમ્બરના ચુકાદામાં કેન્દ્ર સરકારને સેન્ટ્રલ વિસ્ટા સાઇટે શિલાન્યાસ માટે છૂટ આપી હતી, તેની સાથે તેણે ત્યાં કોઈપણ પ્રકારનું બાંધકામ હાલમાં ન કરવાની, ધ્વંસ ન કરવાની કે વૃક્ષછેદન ન કરવાનો આદેશ પણ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે સોલિસિટર જનરલ તુષાર મહેતાને જણાવ્યું હતું કે તમે શિલારોપણ વિધિ કરી શકો છો, પેપર વર્ક કરી શકો છો, પરંતુ કોઈપણ પ્રકારનું બાંધકામ કે ધ્વંસ કરી શકતા નથી કે વૃક્ષછેદન કરી શકતા નથી. આ કેસમાં કેન્દ્ર વતી સૂચનાઓ લેનારા એસજી મહેતાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સુપ્રીમ કોર્ટ ચુકાદો આપશે નહીં ત્યાં સુધી સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટમાં કોઈપણ પ્રકારનું બાંધકામ નહી કરે, ડિમોલિશન નહીં કરે કે વૃક્ષછેદન નહીં કરે.
આમ શિલારોપણ વિધિ પછી હજી પણ બાંધકામ શરૂ થયું નથી.
વર્તમાન સંસદને દેશની આર્કિયોલોજિકલ એસેટ બનાવી દેવાશે. આ ઉપરાંત સંસદીય કાર્યક્રમો માટેનું આયોજન કરવા માટેની જગ્યા આ સંસદમાં ફાળવવામાં આવશે. વર્તમાન સંસદ ૨૦૨૧માં સો વર્ષ પૂરા કરશે અને તેનું બાંધકામ એડવિન લ્યુટેન્સ અને હરબર્ટ બેકરે કર્યુ હતુ. તેઓએ દિલ્હી શહેરનું આયોજન અને બાંધકામ પણ કર્યુ હતુ. તેને પૂરા થવામાં છ વર્ષ લાગ્યા હતા અને તે સમયે છ લાખનો ખર્ચ આવ્યો હતો. (સૌ.ઃ ધ ક્વિન્ટ.કોમ)

પર્યાવરણવાદીઓ અને ઇતિહાસવિદો સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટથી અને નવા સંસદીય ભવનના નિર્માણથી નારાજ છે. – કેટલાય લોકોએ તો આ પ્રોજેક્ટને આપવા માટે આવેલી વિવિધ પ્રકારની મંજૂરીઓ સામે કોર્ટમાં અરજી પણ કરી છે. તેમા જમીનના ઉપયોગના નિયમમાં ફેરફારને અપાયેલી મંજૂરીનો પણ સમાવેશ થાય છે.