Gujarat

નસવાડીના સોરઠ ગામે ચાર મકાનો આગમાં બળીને ખાખ થયા

બોડેલી, તા.૧૫
નસવાડી તાલુકાના સોરઠ ગામે રાતે અચાનક એક મકાનમાં આગ લાગતા આગ પ્રસરીને આજુબાજુ મકાનમાં લાગતા આગે થોડીક ક્ષણોમાં મોટું સ્વરૂપ ધારણ કરી લેતા ચાર મકાનમાં આગ લાગી હતી અને ગગનચુંબી જવાળો જોવા મળી હતી ગામ લોકો દોડી આવી ગામ પાસેથી પસાર થતી અશ્વિન નદીમાંથી ડોલ વડે પાણી ઉલેચી આગને ઓલવવાનો પ્રયત્ન કર્યો હતો જ્યારે નસવાડી ગ્રામપંચાયતના નાનકડા ૫૦૦ લીટર ફાયરફાઈટર પણ આગ કાબુ લેવા મદદરૂપ થયું હતું. અને મહા મુસીબતે આગ કાબુમાં આવ્યા બાદ બોડેલી બજાર સમિતિનો ફાયરફાઈટર સ્થળ પર પહોંચ્યો હતો આગમાં ભસ્મ થયેલ ચાર મકાન સહિત તમામ ઘરવખરી બળી ગઈ હતી અને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફળવાઈ છે પરંતુ નસવાડી એક ફાયરફાઈટરની સુવિધા ન હોવાથી ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.