Gujarat

નાઝેર ડેમ વિસ્તારમાં પાણી ચક્રાકાર ગતિથી આકાશમાં જતો વીડિયો વાયરલ

(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૨
ગુજરાતની સરહદે આવેલા નવાપુર નજીક મહારાષ્ટ્ર રાજ્યના પુણેના જિલ્લાના પુરંદર તાલુકામાં ભારે પવન સાથે જોરદાર વરસાદ થયો હતો. આ દરમિયાન નજીકના નાઝરે ડેમમાં કુદરતનો ચમત્કાર જોવા મળ્યો હતો. પાણી ચક્રાકાર ગતીથી આકાશમાં જતાં રહ્યા હતાં. લોકોએ કુદરતના ચમત્કારનો વીડિયો મોબાઈલમાં કેદ કર્યો હતો. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. લોકોના જણાવ્યાનુસાર, નાઝરે ડેમ વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન તેજસ્વી પ્રકાશ થયો હતો. સ્થાનિક રહેવાસીઓને વીજળીનો અવાજ આવી રહ્યો હતો. જેથી લોકોનું ધ્યાન ડેમ તરફ ગયું હતું. જ્યાં ડેમના પાણી આકાશમાં ઉંચે જઈ રહ્યા હતા. ટોરનેડોને ઘણા લોકોએ પોતાના મોબાઇલમાં કેદ કર્યો હતો. ડેમના પાણી પર હવાના દબાણના અચાનક ઘટાડો થવાથી આ સ્થિતિ ઊભી થઈ હોવાનું જાણવા મળ્યું છે.મહારાષ્ટ્ર રાજ્યમાં પહેલીવાર ટોરનેડોની નોંધ થઈ છે. સેન્ટર ફોર સિટિઝન સાયન્સના અહેવાલ પ્રમાણે, ટોરનેડોનો ટાઇમ ૯૦થી ૧૨૦ સેકન્ડ રહે છે. ઉંચાઈ ૮૦૦થી ૧૦૦૦ મીટર સુધી રહે છે. ટોરનેડોના કારણે દોઢ કલાકમાં ૧૦૧ મિલીમીટર વરસાદની નોંધ થઈ છે. કોઈ જાનહાની થઈ નથી. જોકે, મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.