National

નિમણૂક કૌભાંડનો તપાસ રિપોર્ટ જાહેર, તમામ ગોટાળાના જવાબદાર મેવાલાલ ચૌધરી જ છે, તેમણે પોતે પણ સ્વીકાર્યું

(એજન્સી) તા.ર૧
બિહારમાં ચૂંટણી પરિણામ પછી મંત્રી બનેલા મેવાલાલ ચૌધરી પર બિહાર કૃષિ યુનિવર્સિટીની નિમણૂકોમાં કૌભાંડના આરોપ છે. રાજીનામું આપવું પડયું. પટણા હાઈકોર્ટમાં રિટાયર્ડ જજ જસ્ટિસ સૈયદ મોહમ્મદ મહફુજની અધ્યક્ષતાવાળા તપાસ કમિશનના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું, મેવાલાલ મોટા પાયા પર હેરફેર, પક્ષપાત અને મેનિપુલેશન માટે જવાબદાર છે. કમિશનના ર૦૧૬ના રિપોર્ટના આધારે તેમની વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, આસિસ્ટન્ટ પ્રોફેસર/જુનિયર સાઈન્ટિસ્ટની નિમણૂકોમાં મોટા પાયા પર હેરફેર, પક્ષપાત, પરિવર્તન એકેડેમિક પોઈન્ટસમાં વધારા- ઘટાડા માર્કસમાં ઓવર રાઈટિંગ કરવામાં આવ્યું છે જે નિયમોનું ઉલ્લંઘન છે. પોતાના લોકોને સિલેક્ટ કરવા માટે આ બધું કરવામાં આવ્યું. ડૉ.મેવાલાલ તે સમયે વીસી અને સિલેકશન બોર્ડના ચેરમેન રહ્યા માટે તે માટે જવાબદાર છે. ચૌધરીની વિરૂદ્ધ ફરિયાદો પછી રાજ્યપાલ અને યુનિવર્સિટીના ચાન્સેલરે જસ્ટિસ આલમ કમિશનની રચના કરી હતી અને તપાસ માટે જણાવ્યું હતું રિપોર્ટમાં આ પણ પૂછવામાં આવ્યું હતું કે, જ્યારે સિલેકશન બોર્ડે માત્ર ૧૧પ નામ પસંદ કર્યા હતા તો ૧૬૧ લોકોની નિમણૂક કેવી રીતે થઈ. શું પસંદગી સમિતિના સભ્ય મૂકદર્શક બન્યા હતા ? રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, ડૉ.મેવાલાલે પોતાનો પક્ષ રાખ્યો અને સ્વીકાર કર્યું કે, તેમણે પોતે જ કોલમમાં રિમાર્ક ભર્યા હતા. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સોશિયલ સાયન્સ માટે ઈન્ટરવ્યુમાં સામેલ થયેલા સોવન દેબનાથનો એસએલ નંબર ૩૧૦ હતો પરંતુ તેમના નામની આગળ એક્સિલન્ટ લખવામાં આવ્યું હતું. નિમણૂંક લોકોમાં પણ તેમનું નામ નહતું તેનો અર્થ એક્સિલન્ટનો અર્થ પસંદગી થવી તદ્દન નહતી. તપાસ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, તમામ સ્થિતિઓ આ જ બતાવે છે કે ડૉ.મેવાલાલ ચૌધરી પોતે જ નિમણૂકોને હેન્ડલ કરી રહ્યા હતા અને રિમાર્ક પણ આપી રહ્યા હતા. કમિશને જોયું કે, ઓછામાં ઓછા ર૦ ક્રેડિકેટ એવા હતા જેમને સારા પોઈન્ટ મળ્યા હોવા છતાં તેમની પસંદગી કરવામાં આવી નહતી. તેમના એેકેડેમિક રેકોર્ડના માર્કસ પ૦થી વધુ હતા પરંતુ ઈન્ટરવ્યુ એન્ડ પ્રેજન્ટેશનમાં ૧૦માંથી ૦.૧ અને ર નંબર સુધી જ આપવામાં આવ્યા હતા. ચૌધરી અત્યારે જામીન પર છે અને વિજીલન્સ ડિપાર્ટમેન્ટને તેમની વિરૂદ્ધ ચાર્જશીટ ફાઈલ કરવાની છે. ભાગલપુરના ડીઆઈજી સુજીતકુમારે જણાવ્યું કે, આ મામલામાં એક સપ્લિમેન્ટરી ચાર્જશીટ ફાઈલ કરી શકાય છે. કોરોનાના કારણે તપાસમાં વિલંબ થયો છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
National

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી 2

સક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.