National

નિર્ભયા કેસ : રાષ્ટ્રપતિએ દયા અરજી ફગાવતા દોષિતોના બધા વિકલ્પો પૂર્ણ, તિહાર જેલ ફાંસીની નવી તારીખ મેળવશે

(એજન્સી) નવી દિલ્હી, તા.૪
નિર્ભયા કેસમાં ચારેય દોષિતોની પાસે તમામ કાયદાકીય વિકલ્પ ખતમ થઈ ગયા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દોષિત પવન ગુપ્તાની દયા અરજી ફગાવી દીધી છે. રાષ્ટ્રપતિએ દયા અરજી ફગાવી દેતા હવે દોષિતોની ફાંસીનો રસ્તો ક્લિયર થઈ ગયો છે. અત્રે જણાવવાનુ કે નીચલી કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી ચારેય દોષિતો મુકેશ, અક્ષય, વિનય અને પવનને ફાંસીની સજા થઈ ચૂકી છે. આ અગાઉ નિર્ભયા કેસના દોષિત પવન ગુપ્તાની ક્યુરેટિવ અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. દોષિત પવને ફાંસીની સજાને ઉમરકેદમાં ફેરવવાની માગણી કરી હતી. ત્યારબાદ પવન ગુપ્તા પાસે ફક્ત એક જ વિકલ્પ બચ્યો હતો અને તે હતો રાષ્ટ્રપતિ પાસે દયા અરજી મોકલવાનો વિકલ્પ. પરંતુ હવે રાષ્ટ્રપતિએ પણ પવન ગુપ્તાની દયા અરજી ફગાવી દીધી છે. પટિયાલા હાઉસ કોર્ટ પહેલેથી નિર્ભયાના દોષિતો પવન અને અક્ષયની અરજી ફગાવી ચૂક્યા છે અને ડેથ વોરન્ટ પર રોક લગાવવા પર કોર્ટ ઈન્કાર કરી ચૂકી છે. પવન ઉપરાંત બાકીના ત્રણ દોષિત મુકેશ, અક્ષય, અને વિનયની ક્યુરેટિવ અરજી પહેલેથી સુપ્રીમ કોર્ટ ફગાવી ચૂકી છે. ત્યારબાદ રાષ્ટ્રપતિ પણ તેમની દયા અરજી ફગાવી ચૂક્યા છે. નોંધનીય છે કે પટિયાલા હાઉસ કોર્ટ ચારેય દોષિતો માટે ત્રણવાર ડેથ વોરન્ટ બહાર પાડી ચૂકી છે. પરંતુ કાયદાકીય આંટીઘૂંટીથી ફાંસી ૩ વાર ટળી. આ અગાઉ છેલ્લે ફાંસીની તારીખ ૩ માર્ચ હતી પરંતુ કાયદાકીય દાવપેંચમાં ફસાતા ફાંસી થઈ શકી નહીં.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    એક્સક્લુસિવ : ભાજપના આઈકોન એસપી મુખરજી ગાંધીજીના હત્યારાને બચાવવા માટે ભંડોળ ઊભું કરવામાં ભાગીદાર હતા

    કટ્ટરતા – ભારત ભૂષણ મહાત્મા…
    Read more
    NationalPolitics

    ભાજપની ત્રિરંગા યાત્રાથી ખુશ થવાની જરૂર નથી, RSS ત્રિરંગાથી નફરત કરે છે

    નરેન્દ્ર મોદી સરકારે સ્વતંત્રતાની ૭૦…
    Read more
    National

    મુસ્લિમોએ માત્ર રક્ષાત્મક થવાને બદલે પાશ્ચાત્યવાદ અને હિન્દુત્વ સામે પ્રશ્નો ઊભા કરવાની જરૂર છે

    જરૂરિયાત – ડો. જાવિદ જમીલ હવે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.