વાસ્તવમાં જજો જે દિવસે કાર્યભાર સંભાળે છે એ દિવસથી જ તેમની નિવૃત્તિની તારીખ ખબર હોય છે અને આમ હાઇકોર્ટ અને સુપ્રીમકોર્ટમાં કેટલી જગ્યાઓ ખાલી છે અથવા ખાલી પડશે તેની આગોતરી જાણ હોય છે તેમ છતાં દેશની ૨૫ હાઇ કોર્ટમાં જજોની ૪૦ ટકા જગ્યાઓ ખાલી છે તે એક પ્રકારની કટોકટી અને સંકટ જેવી સ્થિતિ છે. એટલું જ નહીં સુપ્રીમ કોર્ટમાં પણ સાત જજોની જગ્યા ખાલી છે અને કોલેજીયમ દ્વારા કરવામાં આવતી ભલામણો પર સરકાર એક વર્ષ કે તેથી વધુ સમયથી નિષ્ક્રિય રહી છે
આપણે ત્યાં કામ નહીં કરતી સરકાર છે કે કામ નહીં કરતું ન્યાયતંત્ર છે એ ચોક્કસપણે કહેવું મુશ્કેલ છે. આ સપ્તાહે રાજ્યસભામાં લેખીત જવાબમાં કાયદા મંત્રાલયે જે જવાબ આપ્યો તેના પરથી એવું લાગે છે કે આ બંને છે. ઉચ્ચત્તર ન્યાયતંત્રમાં જજોની નિમણૂૂંકમાં વિલંબ માટેનું કોઇ દુુન્યવી કારણ જણાતું નથી. જ્યારે જો શપથગ્રહણ કરે છે ત્યારથી તેમની નિવૃત્તિની તારીખ સર્વવિદીત હોય છે. નિયમો છ મહિના અગાઉ ભલામણ કરવાની મંજૂરી પણ આપે છે. સુપ્રીમ કોર્ટ દ્વારા માર્ચ,૨૦૧૭માં મેમોરેમ્ડમ ઓફ પ્રોસિઝરના સ્વરૂપે સમયમર્યાદા પણ નક્કી કરવામાં આવી છે કે જે ઇન્ટેલિજન્સ બ્યુરોને કેન્દ્ર સરકાર સમક્ષ ઇનપુટ્સ રજૂ કરવા માટે ૪થી ૬ સપ્તાહનો સમય આપે છે. ત્યારબાદ કેન્દ્રએ બાકીના ૧૨ સપ્તાહમાં ઇનપુટ્સને પ્રોસેસ કરવાનું હોય છે.પરંતુ જાન્યુ.૨૦૨૧માં તત્કાલીન મુખ્ય ન્યાયમૂર્તિ એસ એ બોબડેએ જણાવ્યું હતું તેમ ઘણા કેસોમાં સરકાર ભલામણો પર એક વર્ષ કે તેથી વધુ સમય સુધી નિષ્ક્રિય બનીને કોઇ કાર્યવાહી કરતી નથી.
આ વર્ષે મે મહિનામાં જસ્ટિસ બોબડેએ એટર્ની જનરલને ફરી યાદ અપાવ્યું હતું કે હાઇકોર્ટમાં ૪૦ ટકા જજોની ખાલી જગ્યા ખાલી હોવાથી સંકટ જેવી સ્થિતિ છે. જુલાઇમાં આ જ પ્રકારની સ્થિતિ પ્રવર્તે છે. કાયદા પ્રધાન કિરણ રિજીજુનો લેખીત જવાબ નિમણૂંક માટે કોઇ સમયમર્યાદા હોવાની વાતને નકારી કાઢે છે.તેમણે બ્યુરોક્રેટીક ભાષામાં દોહરાવ્યું હતું કે જજોની નિમણૂંક સતત, સુગ્રથિત અને સંકલિત પ્રક્રિયા હોય છે કે જેના માટે કોઇ સમયમર્યાદા નિર્ધારીત કરી શકાય નહીં અને આ રીતે સરકારે કોઇ પણ કારણ જણાવ્યાં વગર પ્રભાવક રીતે મેમોરેન્ડમ ઓફ પ્રોસિઝરને નકારી કાઢી છે. પ્રધાનના જવાબમાં સંકટ કે કટોકટી માટે કોઇ ખુલાસો કે આશ્વાસન આપવામાં આવ્યું નથી. દેશની ૨૫ હાઇ કોર્ટોમાં જજોની ૪૫૩ જગ્યાઓ ખાલી છે. ભારતના મોટા ભાગના મુખ્ય ન્યાયમૂર્તિઓએ કોલેજીયમ દ્વારા કરવામાં આવેલ ભલામણ પર સરકારની નિષ્ક્રિયતા સામે પોતાની વ્યથા વ્યક્ત કરી છે પરંતુ સુપ્રીમકોર્ટ અને સરકાર બંનેએ સુપ્રીમ કોર્ટમાં જ ખાલીજગ્યાઓ પર મૌન ધારણ કર્યુ છે. નવે.૨૦૧૯માં તત્કલીન મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇ નિવૃત્ત થયાં ત્યારથી સુપ્રીમ કોર્ટમાં હાઇકોર્ટના કોઇ પણ જજને બઢતી આપવામાં આવી નથી ત્યારથી કેટલાય પાત્ર એવા હાઇ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિઓ નિવૃત્ત પણ થઇ ગયાં છે અને સુપ્રીમ કોર્ટમાં બેંચ પર ફરજ બજાવવાની તક પણ ગુમાવી દીધી છે. મુખ્ય ન્યાયમૂર્તિ બોબડે પણ નિવૃત્ત થયાં ત્યારે તે એક માત્ર એવા મુખ્ય ન્યાયમૂર્તિ હતાં કે જેમના કાર્યકાળ દરમિયાન કોઇ પણને સુપ્રીમ કોર્ટમાં બઢતી મળી ન હતી. પરીણામે સુપ્રીમ કોર્ટ પણ ૨૭ જજો સાથે કામ કરી રહી છે અને મંજૂર થયેલ ૩૪ જજોની સંખ્યા સામે હજુ પણ સાત જજોની જગ્યા ખાલી છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટના બે વધુ ન્યાયમૂર્તિઓ આ વર્ષે નિવૃત્ત થનાર છે અને અન્ય ત્રણ ન્યાયમૂર્તિઓ આગામી વર્ષે નિવૃત્ત થનાર છે. એટલું જ નહીં કોલકાત્તા સહિત બે હાઇ કોર્ટમા લાંબા સમયથી કાર્યકારી બે મુખ્ય ન્યામૂર્તિઓછે. વધુ ધ્યાન ખેંચે એવી બાબત એ છે કે કાયદા પ્રધાને એકરાર કર્યો છે કે સરકારે કોલકાત્તા હાઇકોર્ટમાં જજોની નિમણૂંક માટે ૮ ભલામણમાંથી એક પણ ભલામણનો સ્વીકાર કર્યો નથી. તેની સામે સરકારે મદ્રાસ હાઇકોર્ટ માટે કોલેજીયમ દ્વારા કરવામાં આવેલ તમામે તમામ ૧૦ ભલામણોનો સ્વીકર કર્યો હતો. બીજી વિચિત્ર વાત એ છે કે આ માટે સંસદને પણ વિશ્વાસમાં લેવામાં આવી નથી અને તે માટેના કારણો સહિત ખુલાસા આપવામાં આવ્યાં નથી. ન્યાયતંત્રમાં કેટલીક નબળાઇઓ છે અને જજોની સંખ્યા કદાચ તેમાંની મોટી ગંભીર નબળાઇ નહી ં હોય પરંતુ સરકાર જે દેખીતી રીતે સ્વતંત્રતા અને સમય લે છે તે અત્યંત ચિંતાજનક છે કારણકે નિમણૂંકોમાં રાજકીય વિચારણાને સંપૂર્ણપણે નકારી શકાય તેમ નથી. દેશને વધું પારદર્શી પ્રક્રિયા અને પ્રોસીઝરની જરૂર છે. પરંતુ આ પારદર્શી જે કર્તાહર્તાઓ છે તેને કદાચ અનુકૂળ આવતી નથી. આમ જજોની નિમણૂંક પર રાજ્યસભામાં કાયદા પ્રધાને જે જવાબ આપ્યો તે ગળે ઉતરે એવો નથી.
(સૌ. : નેશનલહેરાલ્ડ ઇન્ડિયા.કોમ)