National

નોઈડા : ર.પ લાખનું ઈનામ ધરાવતો વોન્ટેડ ગુનેગાર બલરાજ ભાટીની યુપી એસટીએફ દ્વારા હત્યા

(એજન્સી) લખનૌ, તા.ર૩
તાજેતરમાં યુપી સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ) અને યુપી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા એક સંયુક્ત એન્કાઉન્ટરમાં વોન્ટેડ ગુનેગાર બલરાજ ભાટી સોમવારે માર્યો ગયો હતો. ભાટી પર અઢી લાખનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. ભાજપ શાસિત ઉત્તરપ્રદેશમાં શાંતિ અને સૌહાર્દતા પુનઃ સ્થાપિત કરવા પોલીસ સત્તાવાળાઓએ રાજ્યમાં હિંસા ફેલાવતા ગુનેગારોની ફરિયાદ કરી હતી. આ રિપોર્ટને પગલે યુપી પોલીસ અને એસટીએફ દ્વારા સંયુક્ત એન્કાઉન્ટર હાથ ધરવામાં આવ્યું હતું. આ સંયુક્ત એન્કાઉન્ટરમાં સોમવારે બલરાજ ભાટી માર્યો ગયો હતો. અહેવાલ મુજબ યુપી, હરિયાણા અને દિલ્હી પોલીસે ગેંગસ્ટર શોધવાની નોટિસ જારી કરી દીધી હતી. એન્કાઉન્ટરની પુષ્ટિ કરતાં એસએસપી અભિષેક સિંઘે જણાવ્યું હતું કે, અપરાધી ભાટી ઘણા રાજ્યોમાં વોન્ટેડ છે. છેલ્લા કેટલાક દિવસોથી તેઓ ભાટીના શિકાર પર હતા. જે ર૩ એપ્રિલના રોજ તેના એન્કાઉન્ટર સાથે સમાપ્ત થઈ ગયો હતો. તેમણે જણાવ્યું કે ભાટી તેના મિત્રો સાથે આ વિસ્તારમાં લૂંટ ચલાવવા આવ્યો હતો. દળોને ચેતવ્યા બાદ એસટીએફ અને પોલીસે બહાર જતા તમામ રસ્તાઓ બંધ કરી દીધા. એસટીએફ ઓફિસરે ભાટીને જોતા તેના પર ગોળીબાર કર્યો હતો. એન્કાઉન્ટર દરમિયાન ભાટીનો ચહેરો ઘવાયો હતો અને હોસ્પિટલ લઈ જવા દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

    મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
    Read more
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.