National

નોબેલ એવોર્ડ વિજેતા પ્રો.મુહમ્મદ યુનુસ સાથે રાહુલ ગાંધીનું વર્તમાન સ્થિતિ અંગે વૈચારિક આદાન-પ્રદાન

 

મહિલાઓએ માઇક્રો ક્રેડિટની મદદથી તેઓનું કૌવત અને કૌશલ્ય દેખાડી દીધું છે. તેઓની પાસે કલા-કારીગીરી પડેલી છે, તમામ પ્રકારની કલા અને કૌશલ્ય તેઓની પાસે પડેલા છે. તેઓ પડકારો સામે ઝીંક ઝીલી શકે છે, પરંતુ કમનસીબી એ છે કે તેઓ બિન સંગઠિત ક્ષેત્રના સભ્યો હોઇ તેઓ સાવ ભુલાઇ ગયા છે

(એજન્સી) તા.૩૧
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ બાંગ્લાદેશના વતની, નોબેલ એવોર્ડ વિજેતા અને ગ્રામીણ બેંકની સ્થાપના થકી સમગ્ર વિશ્વમાં ખ્યાતનામ બનેલા પ્રોફેસર મુહમ્મદ યુનુસ સાથે વર્તમાન સ્થિતિ વિશે વૈચારિક આદાન-પ્રદાન કર્યું હતું. તેઓ વચ્ચે થયેલી વાતચીતના કેટલાંક મહત્વના શ આ મુજબ છે.
રાહુલ ગાંધીઃ- પ્રોફેસર કેમ છો, ઘણા સમય બાદ તમને મળ્યાથી ખુબ આનદ થયો
પ્રો. યુનુસઃ- તમારી સાથે વાત કરવાનો અવરસ મળવાથી મને પણ ઘણો આનંદ થયો.
રાહુલઃ- મને ખબર છે કે ગરીબ લોકોની નાણાંકીય સ્થિતિ વિશે તમે ખૂબ સારી રીતે વાકેફ છો. મહિલાઓ ઉપર ગરીબીની શું અસર પડી શકે છે તે અંગે પણ તમે ખૂબ સારી રીતે જાણો છો, તો હું જાણવા માંગુ છું કે વર્તમાન કોવિડ-૧૯ની મહામારી અને તેના પગલે સર્જાયેલી આર્થિક બેહાલી ગરીબ લોકો ઉપર કેવી અસર ઉભી કરશે ? તે ઉપરાંત તેઓને અને વિશેષ કરીને મહિલાઓને નાણાંકીય સહાય મળવી જોઇ કે નહીં ? તમારૂં શું માનવું છે ? અને આ અંગે આપણે કેવી રીતે આગળ વધવું જોઇએ ?
પ્રો. યુનુસઃ- આ એની એજ જૂની કહાની છે. હું આ મુદ્દો કાયમ ઉઠાવી રહ્યો છું તે કોઇ નવી વાત નથી. આપણી સમગ્ર ફાઇનાન્સિયલ સિસ્ટમ જ ખોટી રીતે તૈયાર કરાઇ છે, અને તેથી જ કોરોના વાયરસ થકી થયેલા નુકસાને આપણા સમાજની નબળાઇને ખૂબ જ કદરૂપ રીતે ખુલ્લી પાડી દીધી છે, જે તમે સારી રીતે જોઇ શકો છો. આ તમામ બાબતો આપણા સમાજે સંતાડી દીધી હતી, જેનાથી આપણે પોતે પણ ટેવાઇ ગયા છીએ. સમાજમાં ગરીબો રહેલા છે, મહિલાઓ રહેલી છે, પ્રવાસી શ્રમિકો રહેલા છે જેઓ બિચારા સમાજમાં સંતાયેલી દશામાં જીવે છે. જો લોકો આપણી સેવા કરે છે, આપણા માટે રાંધવાનું કામ કરે છે, આપણા ઘરોની ચોકીદારી કરે છે, આપણા બાળકોની સંભાળ લે છે એવા લોકોને જ આપણે ઉપેક્ષિત કરીને તગેડી મૂક્યા છે. આપણે બહુ સારી રીતે તેઓને જાણીએ છીએ, પણ અચાનક જ આપણે જોઇએ છીએ કે હજારોની સંખ્યામાં ઉઘાડા પગે પ્રવાસી શ્રમિકો પગે ચાલીને હજારો કિલોમિટરની યાત્રા કરીને પોતાના વતનના ગામમાં પહોંચી જાય છે જેના માટે એક તદ્દન સાદું કારણ એવું છે કે હવે મોટા મોટા શહેરોમાં તેઓ માટે કશું બચ્યું નથી, કોઇ જીવન નથી, જીવન નિર્વાહ માટે કોઇ કમાણી રહી નથી, તેથી તેઓ માટે છેલ્લો એક જ આશરો રહેલો છે અને તે છે તેમનુ વતનનું ગામ, અને કોરોના વાઇરસે જે વાસ્તવિકતાઓ ખુલ્લી પાડી દીધી તે પૈકી આ સૌથી દુખદાયી અને ખરાબ પ્રકરણ હતું.
તેથી હવે આપણે તે લોકોને ઓળખવા પડશે, તેમની દરકાર લેવી પડશે, અર્થતંત્ર તેમને સહેજપણ ઓળખતું નથી. અર્થશાસ્ત્રીઓ તો એમ કહે છે કે તેઓ બિન સંગઠિત ક્ષેત્રના લોકો છે. બિન સંગઠિત ક્ષેત્ર એટલે આપણે તેમની સાથે કોઇ સંબંધ નથી, તેઓ અર્થતંત્રનો કોઇ હિસ્સો નથી, કેમ કે અર્થતંત્ર સંગઠિત ક્ષેત્રથી શરૂ થાય છે, આપણે કાયમ માટે સંગઠિત ક્ષેત્રની સાથે જ વ્યસ્ત રહીએ છીએ. જો આપણે તેઓને નાણાંકીય સહાય આપીશું, લોન આપીશું, તેઓની કાળજી લઇશું તો તેઓ જરૂર સફળતાની સીડી ચડી શકશે. કારણ કે તેઓ દેશના અને અર્થતંત્રના મૂળિયામાં રહેલા છે, તેઓ સારી રીતે જાણે છે કે પડકારોનો કેવી રીતે સામનો કરવો, પરંતુ કમનસીબે આપણે તેઓની ઘોર ઉપેક્ષા કરીએ છીએ. ત્યારબાદ મહિલાઓની વાત કરીએ તો મહિલાઓ તો સૌથી દૂર અને છેટે બેઠેલી નજરે પડે છે. દેશના સમગ્ર માળખા ઉપર નજર નાંખીશું તો જોઇ શકાશે કે મહિલાઓ તો સૌથી નીચે બેઠેલી છે. તેઓનો કોઇ અવાજ નથી, સમાજમાં તેઓનું કોઇ મહત્વ નથી, સમાજની પ્રથાઓ, પરંપરાઓ અને રીત-રિવાજોએ તેઓને સૌથી અલગ પાડી દીધી છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે મહિલાઓ સમાજની મૂળભૂત તાકાત છે. તેઓમાં તમામ સાહસિક કૌશલ્ય છૂપાયેલા છે. જો તેમને માઇક્રો ક્રેડિટ અર્થાત નાની રકમની લોન આપવામાં આવે તો તેઓ દર્શાવી શકે છે કે તેઓમાં કેટલું સાહસિક કૌશલ્ય છૂપાયેલુ છે અને તેથી જ માઇક્રો ક્રેડિટ ફક્ત બાંગ્લાદેશમાં જ નહીં પરંતુ સમસ્ત વિશ્વમાં પ્રખ્યાત બન્યું છે, કેમ કે મહિલાઓએ માઇક્રો ક્રેડિટની મદદથી તેઓનું કૌવત અને કૌશલ્ય દેખાડી દીધું છે. તેઓની પાસે કલા-કારીગીરી પડેલી છે, તમામ પ્રકારની કલા અને કૌશલ્ય તેઓની પાસે પડેલા છે. તેઓ પડકારો સામે ઝીંક ઝીલી શકે છે, પરંતુ કમનસીબી એ છે કે તેઓ બિન સંગઠીત ક્ષેત્રના સભ્યો હોઇ તેઓ સાવ ભુલાઇ ગયા છે.
રાહુલઃ- ભારત અને બાંગ્લાદેશ જેવા દેશોમાં મહિલાઓ ખરેખર રાષ્ટ્રની અસ્કયામત છે, સંપદા છે. આ નાની નાની સાહસિક મહિલાઓ રાષ્ટ્રનુ ભવિષ્ય છે અને તેઓને જ નાણાંકીય સહાય અપાવી જોઇએ, તેઓ દ્વારા જ વિકાસ કરી શકાય તેમ છે, પરંતુ કમનસીબે આપણા દેશોની સિસ્ટમને તેઓની સામે જોવામાં પણ કોઇ રસ નથી, કેમ કે સિસ્ટમ માટે તો તેઓ કોઇ અસ્તિત્વ જ ધરાવતી નથી.
પ્રો. યુનુસઃ- સાવ સાચી વાત. આપણે પશ્ચિમના દેશોની ફાઇનાન્સિયલ અને ઇકોનોમિકલ સિસ્ટમનું અનુકરણ કરી રહ્યા છીએ, અ તેથી જ આપણે લોકોની ધબકતી ક્ષમતા વિશે વિચાર સુદ્ધાં કરતા નથી. આ લોકો પાસે કોઇપણ અશક્યને શક્ય બનાવી દેવાની ક્ષમતા ધરબાયેલી છે. ખુબ જ રચનાત્મક રીતે તેઓ આ કામ કરી શકે છે. તેઓની રચનાત્મકતાની પ્રસંશા થવી જોઇએ, તેને ટેકો અપાવો જોઇએ, પરંતુ સરકારો તેમ કરવાથી છેટી રહે છે, કેમ કે તેઓ બિન સંગઠીત ક્ષેત્રમાંથી આવે છે. આપણે તેઓની સાથે કશી લેવા દેવા નથી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  National

  રાજકોટ પછી દિલ્હીની હોસ્પિટલ સળગી, ૭ નવજાતનાં મોત

  દિલ્હીની વિવેકવિહારમાં આવેલી ન્યુ…
  Read more
  NationalPolitics

  ‘‘મારો દીકરો તમને સોંપું છું’’ : રાયબરેલીમાં સોનિયાની ભાવુક અપીલ

  રાયબરેલીમાં સોનિયા ગાંધી સાથે…
  Read more
  National

  બુરખો પહેરેલી પ્રશંસકને ગળેભેટવાનું શાહરૂખ ખાને ટાળી લોકોના દિલ જીત્યાં, વીડિયો વાયરલ થયો

  (એજન્સી) તા.૧૭બોલિવૂડ સુપરસ્ટાર…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.