Sports

ન્યુઝીલેન્ડ-ઇંગ્લેન્ડ વચ્ચે આજે રોચક ટ્‌વેન્ટી-૨૦ જંગ

વેલિંગ્ટન,તા. ૧૨
વેલિંગ્ટન ખાતે આવતીકાલે ન્યુઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચે ટ્‌વેન્ટી ત્રિકોણીય શ્રેણીની મહત્વપૂર્ણ મેચ રમાનાર છે. ઓસ્ટ્રેલિયા પહેલાથી જ પોતાની સ્થિતિ મજબૂત બનાવી ચુક્યું છે. હવે ફાઈનલ માટે ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ રમાનાર છે. હજુ સુધી આ ટ્‌વેન્ટી ત્રિકોણીય શ્રેણીમાં રમાયેલી મેચોમાં ઓસ્ટ્રેલિયાએ સતત ત્રણ મેચોમાં જીત મેળવી છે જે પૈકીની પ્રથમ મેચમાં ત્રીજી ફેબ્રુઆરીએ ન્યુઝીલેન્ડ ઉપર સિડનીમાં સાત વિકેટે જીત મેળવી હતી. ત્યારબાદ સાતમી ફેબ્રુઆરીએ ઇંગ્લેન્ડ સામે હોબાર્ટમાં પાંચ વિકેટે જીત મેળવી હતી અને ૧૦મી ફેબ્રુઆરીએ ઇંગ્લેન્ડ સામે મેલબોર્નમાં સાત વિકેટે જીત મેળવી હતી. આશ્રેણીની બાકીની મેચ ન્યુઝીલેન્ડમાં રમાનાર છે. પ્રથમ વખત બે દેશમાં ત્રિકોણીય શ્રેણી રમાઈ રહી છે. ન્યુઝીલેન્ડમાં રમાનારી આ ટ્‌વેન્ટી શ્રેણીની મેચો પૈકીની પ્રથમ મેચ આવતીકાલે વેલિંગ્ટનમાં ઇંગ્લેન્ડ સામે રમાશે. ત્યારબાદ આ શ્રેણીની પાંચમી મેચ ઓકલેન્ડમાં ૧૬મી ફેબ્રુઆરીના દિવસે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સામે રમાશે. શ્રેણીની છઠ્ઠી અને છેલ્લી મેચ હેમિલ્ટન ખાતે રમાશે. ત્યારબાદ ફાઈનલ મેચ ઓકલેન્ડમાં રમાશે.