International

ન્યૂયોર્કમાં મોટા પ્રમાણમાં કબરો ખોદવામાં આવી કારણ કે, અહિંયા મોતના આંકડાઓ ઝડપથી વધી રહ્યા છે

(એજન્સી) ન્યુયોર્ક, તા.૧૦
યુ.એસમાં વાયરસને કારણે ૧૬,૬૯૭ લોકોનાં મોત થયા છે. અમેરિકામાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૭૮૩ લોકોનાં મોત થયા છે. ૪ લાખ ૬૮ હજારથી વધુ લોકોને આ વાયરસનો ચેપ લાગ્યો છે. આ સંક્રમણને કારણે અમેરિકન અર્થતંત્ર ખરાબ રીતે પ્રભાવિત થયું છે અને માત્ર ત્રણ અઠવાડિયામાં એક કરોડ ૬૦ લાખ લોકો બેકાર બની ગયા છે.
ન્યૂયોર્ક મહાનગર વિસ્તારમાં ૯૦૦૦થી વધુ લોકોનાં મોત નિપજ્યા છે અને ૨,૨૦,૦૦૦થી વધુ કેસ નોંધાયા છે. વૈશ્વિક સ્તરે, કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં ૧.૬ મિલિયનથી વધુ લોકોને ચેપ લાગ્યો છે અને લગભગ ૯૭,૦૦૦ લોકો મૃત્યુ પામ્યા છે. અમેરિકામાં કોવિડ-૧૯ ચેપના લગભગ ૩૦ ટકા અને તેનાથી થતાં મૃત્યુના લગભગ ૧૭ ટકા છે જેના પગલે લોકોને ઘરોમાં રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લગભગ તમામ ૫૦ રાજ્યોમાં મહામારી જાહેર કરી દીધી છે. વિશ્વની આર્થિક રાજધાની ગણાતા ન્યૂયોર્ક સિટીમાં માત્ર એક જ દિવસમાં ૮૦૦થી વધુ લોકોનાં મોત થયા છે. તેની સાથે શહેરમાં આ ચેપથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને ૭૦૬૭ પર પહોંચી છે. અમેરિકાના ન્યૂયોર્કથી ડરામણી તસવીરો સામે આવી રહી છે. અહિંયા કોરોના વાયરસને કારણે દરરોજ હાલત બગડતી જઈ રહી છે. એક દિવસમાં ઓછામાં ઓછા પ૦૦ લોકોથી વધારેનાં મોત થઈ રહ્યા છે. એવામાં અહિંયા મૃતદેહોના ઢેર લાગી ગયા છે. જેથી કરીને તેઓને એક સાથે કબરોમાં દફનાવવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ તસવીરો સતત વાયરસ થઈ રહી છે. ન્યૂયોર્કના શહેરમાં સૌથી વધુ સાત હજારથી વધુ લોકોનાં મોત થયા છે. આટલી મોટી સંખ્યામાં લોકોનાં મોત બાદ મૃતકોના દેહોને નહેરની જેમ કબર ખોદીને દફનાવવામાં આવી રહ્યા છે. બીબીસી રિપોર્ટ મુજબ અમેરિકાના હાર્ટ આઈલેન્ડમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે એક નહેરની જેમ કબર ખોદવામાં આવી છે. જેમાં મશીન દ્વારા કોફીનને રાખવામાં આવી રહ્યા છે. કબરમાં એ લોકોના મૃતદેહો છે જેના પરિવારવાળા નથી પહોંચ્યા કે પછી લોકો અંતિમ સંસ્કાર ન કરી શક્યા હોય.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    International

    ‘ખૂબ જ દુઃખદ અને આઘાતજનક’ : ભારતે દુર્ઘટનામાં ઈરાની રાષ્ટ્રપતિ રઈસી અને વિદેશમંત્રીના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો

    ઈરાનના રાષ્ટ્રપતિ રઈસીના નિધન પર…
    Read more
    International

    હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઇરાનના રાષ્ટ્રપતિ અને વિદેશમંત્રીના મૃત્યુ, મુસ્લિમ જગતમાં શોક

    અઝરબૈજાનના સરહદી વિસ્તારમાંથી પરત…
    Read more
    International

    અલ-અઝહર અને અરબ સંસદે રફાહમાંઈઝરાયેલી હુમલાની ટીકા કરી

    (એજન્સી) તા.૯ઈસ્લામની સર્વોચ્ચ શિક્ષણ…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.