International

ન્યૂયોર્ક થેંક્સ ગિવિંગ પરેડમાં પેલેસ્ટીન સમર્થકપ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી

(એજન્સી) તા.૨૯
ન્યૂયોર્ક પોલીસે પેલેસ્ટીની સમર્થકોના એક સમૂહની ધરપકડ કરી છે જેમણે ગુરૂવારે રોનાલ્ડ મેકડોનાલ્ડ ફ્લોટ પહેલાં પરેડના માર્ગને અવરોધિત કરવાનો પ્રયાસ કરીને મેસીની થેંક્સ ગિવીંગ ડે પરેડમાં થોડા સમય માટે વિક્ષેપ પાડ્યો હતો, રોઇટર્સ અહેવાલ આપે છે. ૯૮મી વાર્ષિક પરેડ, જેનું સમગ્ર દેશમાં પ્રસારણ થાય છે, તે અમેરિકાની થેંક્સ ગિવિંગ રજા પરંપરાનો એક ભાગ છે, જેમાં કાર્ટૂન પાત્રોના વિશાળ ફુગ્ગાઓ, માર્ચિંગ બેન્ડ્‌સ અને લોકપ્રિય સંગીત કલાકારો દ્વારા લાઇવ પરફોર્મન્સ દર્શાવવામાં આવે છે. તેને જોવા માટે મેનહટનના રસ્તાઓ પર હજારો લોકો લાઈનમાં ઉભા છે. ન્યૂયોર્ક પોલીસ ડિપાર્ટમેન્ટે એક નિવેદનમાં જણાવ્યું કે, “વિરોધીઓને ઘટના વિના કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. અટકાયત કરાયેલ લોકોની સંખ્યા અજાણ છે અને આરોપો બાકી છે. રોઇટર્સના ફોટામાં સતત વરસાદ વચ્ચે રસ્તા પર બેઠેલા લગભગ ૨૦ વિરોધીઓની લાઇન દર્શાવવામાં આવી હતી. રોઇટર્સના એક સાક્ષીના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળ પરની પોલીસે શરૂઆતમાં પ્રદર્શનકારીઓને દખલ કર્યા વિના ત્યાંથી નીકળી જવાની સલાહ આપી હતી. ત્યારપછી સાયકલ પર સવાર પોલીસ અધિકારીઓની એક ટીમ ત્યાં આવી, પ્રદર્શનકારીઓનો સામનો કર્યો અને તેમનો પીછો કર્યો. પોલીસ કમિશનર જેસિકા ટિશે જેમણે સોમવારે શપથ લીધા હતા, તેમણે પરેડ પહેલાં જણાવ્યું કે પોલીસ વિરોધીઓની અપેક્ષા રાખતી નથી પરંતુ તેમના માટે તૈયાર છે. ટિશે જણાવ્યું કે, “અમારી પાસે ઘણા બધા સંસાધનો છે. અમારી પાસે એવા સંસાધનો છે જે તમે જોઈ શકો છો અને એવા સંસાધનો છે જે તમે જોઈ શકતા નથી. અમારી પાસે અમારા કૂતરા છે, અમારી પાસે અમારા ડ્રોન છે. પરેડ માટે અમારી પાસે સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા છે.” વિરોધીઓ ગાઝામાં ઇઝરાયેલના યુદ્ધની કાર્યવાહીનો વિરોધ કરી રહ્યા હતા, જે ૭ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ શરૂ થયું હતું જ્યારે હમાસના પેલેસ્ટીની લડાકુઓએ ઇઝરાયેલ પર હુમલો કર્યો હતો, જેમાં ૧,૨૦૦ લોકો મૃત્યુ પામ્યા હતા અને લગભગ ૨૫૦ બંધકો બનાવ્યા હતા. જો કે, ત્યારથી, હારેટ્‌ઝ દ્વારા એવું બહાર આવ્યું છે કે ઇઝરાયેલના લશ્કરી હેલિકોપ્ટર અને ટેન્કોએ વાસ્તવમાં ૧,૧૩૯ સૈનિકો અને નાગરિકોને માર્યા હતા જેમનો ઇઝરાયેલે દાવો કર્યો કે પેલેસ્ટીની પ્રતિકાર દ્વારા મૃત્યુ પામ્યા હતા.