Gujarat

પંચાયતના પદાધિકારીઓએ ગૌચરની માટી બે કરોડમાં વેેચી હોવાનો આક્ષેપ

હિંમતનગર, તા.રપ
હિંમતનગર તાલુકાના હડિયોલ ગામના દોલ તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલ ગૌચરની માટી રાતોરાત પંચાયતના પદાધિકારીઓએ વેચીને અંદાજે રૂા.ર કરોડનું કૌભાંડ આચર્યાની ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે ગામના એક જાગૃત નાગરિકે હિંમતનગરના ધારાસભ્યને ધારદાર રજૂઆત કરીને ઘટતી કાર્યવાહી કરવાની માંગ કરી છે. ઉપરાંત અગાઉ પણ આ જાગૃત નાગરિકે જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત કરી હોવાનો દાવો કર્યો ંછે.
આ અંગે હડિયોલ ગામના રહીશ અને જાગૃત નાગરિક નરસિંહભાઈ ડાહ્યાભાઈ પટેલે હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા સમક્ષ કરેલી લેખિત રજૂઆતમાં કરેલા આક્ષેપ મુજબ હડિયોલ ગામના ગૌચર કે બીડ તરીકે ઓળખાતા સર્વે નં. ૧૩૨૬, ૧૩૨૭, ૧૩૫૦, ૧૩૧૫ અને દોલ તરીકે ઓળખાતા ૧૩૬૦ની જમીનમાં રેતીનો પુષ્કળ જથ્થો હોવાથી પંચાયતના પદાધિકારીઓ અને જવાબદાર સરકારી કર્મચારીએ એકબીજાની મીલીભગતથી લોકડાઉન દરમિયાન અંદાજે રૂા.ર કરોડની માટસ ગત તા.૧૨/૫/૨૦૨૦ના રોજ જેસીબી, હિટાચી અને ડમ્પરોને મારફતે ભરી જઈને અન્ય લોકોને વેચી દીધી છે.
એટલું જ નહીં પણ આ પદાધિકારીઓએ સર્વે નં.૧૩૩૧માં ઊંડી જમીનનું પુરાણ પણ ગૌચરની માટીથી કરી દીધું છે અને સરકારની રોયલ્ટીની ચોરી કરી હોવાનું ગામમાં ચર્ચાઈ રહ્યું છે. ગૌચરના ખોદકામ અગાઉ કોઈ સરકારી પરવાનગી પણ લેવામાં આવી નથી. સાથો સાથ હડિયોલના આ લોકોની ધાકને કારણે તેમની સામે કોઈ હરખ ઉચ્ચારી શકે તેમ ન હોવાથી તેઓ પોતાનો રોફ જમાવીને નિયમોને ઘોળીને પી ગયા હોવાની છાપ ઉપસી રહી છે.
આ ઉપરાંત પંચાયતના પદાધિકારીઓ દ્વારા જોઈ કોઈ તેમના પર આક્ષેપ કરે તો તેને આડકતરી રીતે ધમકી અપાતી હોવાની પણ ફરિયાદ ઉઠવા પામી છે ત્યારે ગત જૂન માસની તા.૮/૬/૨૦૨૦ના રોજ આ અંગે ગાંધીનગર સ્થિત જમીન મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓને પણ લેખિતમાં રજૂઆત કરાઈ છે તથા સમગ્ર કૌભાંડની તપાસ કરવા માટે ગામના આ જાગૃત નાગરિકે હાઈકોર્ટમાં તા.૩ જૂનના રોજ પીઆઈએલ કરીને દાદ માંગી છે. જેનો પીઆઈએલ નં.૮૧/૨૦૨૦ છે જેથી આગામી દિવસોમાં હાઈકોર્ટમાં કેસની સુનાવણી હાથ ધરાશે. હાલ તો આ કેસ ન્યાયાધીશ આર.એન. છાયા તથા ઈલેશ વોરાની કોર્ટમાં તમામ દસ્તાવેજોની ચકાસણી થઈ રહી છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  GujaratHarmony

  ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

  માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
  Read more
  Gujarat

  વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

  શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
  Read more
  CrimeGujarat

  સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

  પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.