Downtrodden

પરિવારે ક્લોઝર રિપોર્ટ પર રોષ વ્યક્ત કર્યા પછીરાજકીય નુકસાનના ભયના પગલે તેલંગાણામાં કોંગ્રેસ સરકારે રોહિત વેમુલા કેસને ફરી ખોલ્યો

તેલંગાણા પોલીસે તેના દલિત સ્ટેટસને પડકારતો ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યા બાદ અને તેની જ્ઞાતિની ઓળખ તેને આત્મહત્યા કરવા પ્રેર્યા હોવાનું કહ્યા બાદ રોહિત વેમુલા કેસ ફરી શરૂ થવાનો છે

(એજન્સી) તા.૪
તેલંગાણા પોલીસે ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યા પછી રોહિત વેમુલા કેસ ફરીથી હેડલાઇન્સમાં આવ્યો હતો જેમાં દલીલ કરવામાં આવી હતી કે વેમુલા દલિત નથી અને જણાવ્યું હતું કે તેની ‘વાસ્તવિક જાતિ’ છતી થવાના તેના ભયને કારણે તેને આત્મહત્યા કરવા પ્રેર્યો હતો. રિપોર્ટ દાખલ થયાના એક મહિનાથી વધુ સમય પછી, પોલીસે વેમુલાના પરિવાર અને અન્ય લોકો દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓને ટાંકીને શુક્રવારે કેસ ફરીથી ખોલવાની જાહેરાત કરી. નોંધનીય છે કે, રિપોર્ટમાં તમામ આરોપીઓને મુક્ત કરવામાં આવ્યા હતા. બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં, તેલંગાણાના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી)એ જણાવ્યું હતું કે અંતિમ અહેવાલ ૨૦૧૮માં સંકલિત કરવામાં આવ્યો હતો અને ૨૧ માર્ચ, ૨૦૨૪ના રોજ સત્તાવાર રીતે કોર્ટના અધિકારક્ષેત્રમાં સબમિટ કરવામાં આવ્યો હતો. ડીજીપીએ જણાવ્યું કે,“મૃતક રોહિત વેમુલાની માતા અને અન્ય લોકો દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ અંગે શંકા વ્યક્ત કરવામાં આવી હોવાથી, કેસની વધુ તપાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માનનીય મેજિસ્ટ્રેટને વધારાની તપાસ માટે પરવાનગી આપવા વિનંતી કરવામાં આવશે.” ભાજપે કહ્યું કે રોહિત વેમુલા કેસનું કોંગ્રેસ દ્વારા ‘રાજકીયકરણ’ કરવામાં આવ્યું છે ક્લોઝર રિપોર્ટની પ્રતિક્રિયાઓ અલગ-અલગ હતી, જેમાં કેટલાક રિપોર્ટની ટીકા કરે છે અને અન્ય તારણોનો બચાવ કરે છે. આ કેસ પર તાજા પ્રતિક્રિયાઓનું સંકલન અહીં છે. ભારતીય જનતા પાર્ટી (મ્ત્નઁ) રાષ્ટ્રીય કાર્યકારી સમિતિના સભ્ય રામચંદર રાવે, જે આ કેસમાં આરોપી છે, તેમણે વેમુલાના મૃત્યુનું રાજકીયકરણ કરવા બદલ કોંગ્રેસની ટીકા કરી અને તેમની તરફથી માફીની માંગ કરી. તેમણે મીડિયા ને કહ્યું “આઠ વર્ષ પહેલા, હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીમાં એક કમનસીબ ઘટના બની હતી, જેમાં એક વિદ્યાર્થી (રોહિત વેમુલા)એ આત્મહત્યા કરી હતી. પોતાની સુસાઈડ નોટમાં તેણે ન તો કોઈ સંસ્થાને દોષી ઠેરવી હતી કે ન તો કોઈ વ્યક્તિને. છતાં પણ, તમામ વિપક્ષી નેતાઓ વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવા યુનિવર્સિટી પહોંચ્યા અને જાતિ પરિબળ લાવીને આ મુદ્દાનો રાજકીય ઉપયોગ કર્યો. પાછળથી, હું યુનિવર્સિટી પહોંચયો અને વીસીને કહ્યું કે આવી ઘટનાઓ ફરીથી ન બને તેની કાળજી રાખે.રાજકીય પક્ષોએ કેન્દ્રની ભાજપ સરકારને દોષી ઠેરવવા માટે આ મુદ્દાનો ઉપયોગ કર્યો હતો.” આવી જ લાગણીઓનો પડઘો પાડતા, બીજેપી નેતા અજય આલોકે કહ્યું, “રોહિત વેમુલા દલિત હતા કે નહીં તે મુદ્દો નથી, પરંતુ મુદ્દો એ છે કે એક યુવકે શા માટે આત્મહત્યા કરી. કેન્દ્ર સરકાર તરીકે અમે ત્યારે સંવેદનશીલ હતા અને હવે પણ સંવેદનશીલ છીએ. તેમણે ઉમેર્યું કે, ‘તે સમયે ૧.૫ મહિના સુધી સંસદીય સત્રોમાં વિક્ષેપ પાડનારાઓને પ્રશ્ન પૂછવો જોઈએ. તેઓ એક યુવાનના મૃત્યુ પર રાજકારણ કરે છે. રોહિતે કઈ પરિસ્થિતિઓમાં આત્મહત્યા કરી હતી અને કેન્દ્ર સરકાર આવી પરિસ્થિતિઓને ટાળવા માટે શું પગલાં લઈ રહી છે તે અંગે કોઈ (વિપક્ષમાં) ચિંતિત નહોતું. ‘યે મોહબ્બત કે દુકાન મેં સિર્ફ નફરત બેચ રહે હૈ’…’ એક વિદ્યાર્થી પ્રદર્શનકારી અને એનએસયુઆઈના જનરલ સેક્રેટરી પ્રભાકર સિંહે કહ્યું, “જે ક્લોઝિંગ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે તે તપાસ રિપોર્ટ નથી. તે રોહિત વેમુલાની જાતિની તપાસ છે. આની તપાસ થવી જોઈતી ન હતી. રોહિત વેમુલાને પરેશાન કરવામાં અને તેને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવામાં જેમની ભૂમિકા છે તે લોકો વિશે તપાસ થવી જોઈએ. તે આત્મહત્યા ન હતી, પરંતુ એક સંસ્થાકીય હત્યા હતી. અમે રોહિત વેમુલાને ન્યાય અપાવવામાં કોઈ કસર છોડીશું નહીં.
રોહિત વેમુલા કેસ
જાન્યુઆરી ૨૦૧૬માં યુનિવર્સિટી ઓફ હૈદરાબાદના પીએચડી સ્કોલર રોહિત વેમુલાના મૃત્યુને લગતો કેસ તેલંગાણા પોલીસે ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યાના એક મહિના કરતાં વધુ સમય પછી વધારાની તપાસમાંથી પસાર થવાનો છે. વેનુલાની માતા અને અન્ય લોકો દ્વારા ઉઠાવવામાં આવેલી શંકાઓને ટાંકીને રાજ્યના ડીજીપીએ આ નિર્ણયની જાહેરાત કરી હતી. શરૂઆતમાં, પોલીસના ક્લોઝર રિપોર્ટમાં એવી દલીલ કરવામાં આવી હતી કે વેમુલા દલિત નહોતા અને જણાવ્યું હતું કે તેની ‘વાસ્તવિક કાસ્ટ’ સામે આવવાના ડરથી તે આત્મહત્યા કરવા પ્રેરાયો હતો. આ કેસ, શરૂઆતમાં ૨૦૧૬માં આત્મહત્યા માટે ઉશ્કેરવા અને જીઝ્ર અને જી્‌ (અત્યાચાર નિવારણ) અધિનિયમના ઉલ્લંઘનના આરોપો હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં ક્લોઝર રિપોર્ટમાં તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. તેમાંના તે સમયના સિકંદરાબાદના સાંસદ બંડારૂ દત્તાત્રેય, એમએલસી એન રામચેન્દર રાવ, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને હૈદરાબાદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પી અપ્પા રાવ હતા, જે બધા ભાજપ સાથે જોડાયેલા હતા. જો કે પરિવારે તમામ આરોપોને નકારી કાઢ્યા છે. મીડિયાના અહેવાલ મુજબ રોહિત વેમુલાના ભાઈએ ક્લોઝર રિપોર્ટ પર આઘાત વ્યક્ત કર્યો હતો. તેણે તેના ભાઈને જે કથિત ઉત્પીડનનો સામનો કરવો પડ્યો હતો તેની સંપૂર્ણ તપાસ માટે તેણે અધિકારીઓને વિનંતી કરી. તેમણે કેસને ફરીથી ખોલવા માટે તેલંગાણાના મુખ્ય પ્રધાન એ રેવંત રેડ્ડી અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પાસેથી સમર્થન મેળવવાનું વચન આપ્યું હતું. મીડિયા એ તેમણે ટાંકીને જણાવ્યું હતું કે,“તેલંગાણા પોલીસની જવાબદારી એ તપાસ કરવાની હતી કે મારા ભાઈને એટલી હદે હેરાન કરવામાં આવ્યો કે તેણે પોતાનો જીવ લઈ લીધો. તેના બદલે, તેઓ ફરીથી તેની જાતિ તપાસ માટે ગયા. અમે આ સ્વીકારીશું નથી, અમે આ મુદ્દે લડવા જઈ રહ્યા છીએ.” રોહિત વેમુલાની માતા રાધિકા વેમુલાએ તેમની અનુસૂચિત જાતિની ઓળખ જાળવી રાખી, ક્લોઝર રિપોર્ટમાં કરાયેલા દાવાઓને રદિયો આપ્યો અને તેણીએ તેની બીજી કાનૂની લડાઈ માટે તૈયારીનો પુનરોચ્ચાર કર્યો.