એક સપ્તાહમાં કમસે કમ ૩,૭ ૫, ૯ ૫૧ જેટલા આશિકે નબી શ્રદ્ધાળુઓએ રોઝા મુબારક પર નમાઝ અદા કરી
(એજન્સી) જિદ્દાહ, તા.૧૦
સઉદી અરેબિયામાં આવેલા ઇસ્લામ ધર્મના સૌથી પવિત્ર મજહબી ધર્મસ્થાન મદીના શરીફમાં મસ્જિદે નબવી અને પવિત્રતમ પયગમ્બર સાહેબના મજારના એક સપ્તાહમાં જ ૫૫ લાખ જેટલા બલકે તેનાથી વધુ જાયરીનો દ્વારા દીદાર કરવામાં આવ્યા હતા તેમ મસ્જિદે નબવી અને મજાર શરીફના પ્રબંધનની વ્યવસ્થા સંભાળતી સઉદી સરકારની જનરલ ઓથોરિટી દ્વારા આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. ઇસ્લામ ધર્મના સ્થાપક પયગમ્બર હઝરત મુહમ્મદ (સ.અ.વ) સાહેબના મજાર શરીફ અને મસ્જિદે નબવીની સાર સંભાળ રાખતી જનરલ ઓથોરિટી ફોર ધ કેર ઓફ ધ અફેર્સ ઓફ ધ ગ્રાન્ડ મોસ્ક અને મજારે અનવરનું ધ્યાન રાખતી ઓથોરિટીજએ જણાવ્યું હતું કે એક સપ્તાહની અંદર જ મદીના શરીફમાં ૫૫,૭૩,૬૨૪ જેટલા શ્રદ્ધાળુઓનું આગમન થયું હતું અને એમણે મસ્જિદે નબવીમાં મજાર પાસે નમાઝ અદા કરી હતી. સઉદી પ્રેસ એજન્સી દ્વારા ઓથોરિટીની ટાંકીને અહેવાલ આપવામાં આવ્યો છે કે લગભગ ૬,૪૬,૫૧૨ જેટલ શ્રદ્ધાળુ દીદાર માટે આવ્યા હતા અને ૩,૭૫,૯૫૧ શ્રદ્ધાળુઓએ રોઝા શરીફમાં નમાજ પણ અદા કરી હતી. મસ્જિદે નબવીમાં વિવિધ દેશોના લોકોને વાતચીતમાં સરળતા રહે તે માટે અનેક ભાષાઓમાં સંદેશા વ્યવહાર માટેની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે જેનો ૪૬,૫૮૮ જેટલા શ્રદ્ધાળુ દ્વારા લાભ લેવામાં આવ્યો હતો. અહીં સર્વોત્તમ રીતે સાફ-સફાઈનું ધોરણ જાળવી રાખવામાં આવે છે અને કોઈ ચેપ ન લાગે એ માટે ૨૪,૨૫૬ લિટર જેટલી દવાઓ અને ચેપનાશક સ્પ્રેનો વપરાશ કરવામાં આવે છે. એક સપ્તાહમાં અહીં આવેલા તમામ શ્રદ્ધાળુઓને ૧૫૨૦ ટન જેટલું ઝમઝમનું પાણી પણ પૂરૂં પાડવામાં આવ્યું હતું અને ૧,૩૪,૯૬૨ જેટલા રોઝદારોને મસ્જિદે નબવી શરીફમાં ઇફ્તાર કરાવવામાં આવ્યું હતું. મક્કામાં ઉમરાહ કર્યા બાદ તમામ શ્રદ્ધાળુ મદીના શરીફ પહોંચે છે અને ત્યાં દીદાર કરીને અદ્ભૂત લાગણી અનુભવે છે અને સૌ માટે દુઆ કરવામાં આવે છે.