Gujarat

પવિત્ર રમઝાન માસની ઈબાદત પોતાના ઘરોમાં જ કરવા અનુરોધ

વડોદરા, તા.ર૫
રમઝાન અને પરશુરામ જયંતી પર્વ આવી રહ્યા છે જેને પગલે બંને પર્વની ઉજવણી ઘરમાં જ કરવાની વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કરી છે.
વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, કોરોના વાયરસના પોઝિટિવના કેસ વધી રહ્યા છે અને ચેપ વધી રહ્યો હોવાથી લોકોએ ભેગા થઈને કોઈ જગ્યાએ ઉજવણીનો પ્રયાસ કરવો નહીં. રમઝાન મહિનામાં લોકો પોતાના ઘરમાં જ નમાઝ પઢે અને ઘરમાં જ રોઝા ખોલે તેવી મારી લોકોને અપીલ છે. અમારા પોલીસ અધિકારીઓએ મૌલવીઓ સાથે આ બાબતે ચર્ચા કરી છે, તમામ મસ્જિદોમાંથી અપીલ કરવામાં આવી રહી છે. તમારી જિંદગી અને પરિવાર સલામત રહે તે માટે ઘરની બહાર ન નીકળશો.
વધુમાં અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, રમઝાન માસ દરમિયાન શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. રાત્રિ દરમિયાન એક હજાર પોલીસ જવાનો નજર રાખશે. આ ઉપરાંત સીસીટીવી અને ડ્રોનની મદદથી નજર રખાશે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    Crime DiaryGujarat

    રાજકોટનો ગેમઝોન ભયંકર આગમાં બન્યો મોતનો ઝોન : ર૮નાં કરૂણ મોત

    માત્ર એક કલાકમાં જ ર૪ જેટલા મૃતદેહો…
    Read more
    Gujarat

    હિંમતનગરના ગામડી પાસે નેશનલ હાઈવે પર વાહનની ટક્કરે વ્યક્તિનું મોત ઉશ્કેરાયેલા લોકોએ હાઈવે બ્લોક કર્યો પોલીસ પર પથ્થરમારો કરી વાનને આગ ચાંપી

    ટોળાને વિખેરવા ટીયરગેસના ૧ર૦થી વધુ…
    Read more
    AhmedabadGujarat

    વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

    રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.