Site icon Gujarat Today

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કોરોના મહામારીમાં ફરજ બજાવી રહેલા પોલીસકર્મીની પ્રશંસા કરતું ગીત લખ્યું

 

(એજન્સી)    કોલકાતા, તા.૨

પશ્ચિમ બંગાળમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી પ્રસરી રહ્યું છે. ત્યાં જ કોરોના ફાઈટર્સ પણ તેના સંકજામાં આવી રહ્યા છે. આની વચ્ચે રાજ્યનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ કોરોના મહામારી દરમ્યાન લોકોની સેવા કરી રહેલાં પોલીસકર્મી અને અન્ય સ્વાસ્થ્યકર્મીઓની પ્રશંસા કરી છે.

મમતાએ આવા કોરોના વોરિયર્સ માટે ગીત લખ્યું છે. મુખ્યમંત્રી સાથે જોડાયેલા નજીકના સૂત્રો મુજબ રાજ્યમાં એક સપ્ટેમ્બરે પોલીસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ પોલીસ દિવસને ધ્યાનમાં રાખીને મમતા બેનરજીએ ‘આપ કો નમન, પોલીસ દિવસ’ ગીત લખ્યું. રાજ્યના સૂચના તથા સાસ્કૃતિક મામલાનાં મંત્રી ઈન્દ્રાણી સેને પોતાનો અવાજ આપ્યો છે.

નોંધનીય છે કે, પહેલી સપ્ટેમ્બરના રોજ પશ્ચિમ બંગાળમાં પોલીસ દિવસની ઉજવણી થવાની હતી, પરંતુ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના નિધન પછી રાજ્યવ્યાપી રજા ૮ સપ્ટેમ્બર સુધી મુલતવી રાખવામાં આવી હતી. આ ગીત અંગ્રેજીમાં શરૂ થાય છે અને પછી બંગાળીમાં ચાલુ રહે છે. તેમાં પોલીસ દળની જવાબદારીઓ અને તેઓએ કોવિડ -૧૯ રોગચાળા દરમિયાન લોકોની કેવી સેવા કરી છે તેનો ઉલ્લેખ થયેલો છે.

 

Exit mobile version