National

પાંચમી એપ્રિલે કોઇએ ટીવી, ફ્રીજ, એસી બંધ કરવાના નથી : ગ્રિડ અવ્યવસ્થાનો ભય કેન્દ્રે દૂર કર્યો

(એજન્સી) નવી દિલ્હી, તા. ૪
વડાપ્રધાન મોદીની બ્લેકઆઉટની અવળી અસર ગ્રિડ પર પડવાની ચિંતાઓને ધ્યાને રાખતા કેન્દ્ર સરકારે કહ્યું છે કે, ટીવી, ફ્રીજ અને એસીને બંધ કરવાનું આહવાન કરાયું નથી. શનિવારે વિજળી મંત્રાલય દ્વારા નિવેદન જારી કરી કહેવાયું છે કે, દેશના કટોકટીના સમયમાંથી પસાર થવા દરમિયાન ગ્રિડ બંધ થવાના ભયે વડાપ્રધાને એવું કહ્યું છે કે, પાંચમી એપ્રિલે રાત્રે નવ વાગે માત્ર તમારા ઘરની લાઇટો બંધ કરો. હોસ્પિટલો અને તમામ જરૂરી સેવાઓ જેવી કે, સાર્વજનિક સુવિધાઓ, મ્યુનિસિપલ સેવાઓ, ઓફિસો, પોલીસ સ્ટેશનો, ઉત્પાદન સુવિધાઓ વગેરે ચાલુ રહેશે અને કેન્દ્ર સરકારે ખાસ નોંધ્યું છે કે, સ્ટ્રીટ લાઇટને પણ બંધ કરવાનું આહવાન કરાયું નથી. વિજળી મંત્રાલયમાં ભારત સરકારના સચિવ સંજીવ નંદન સહાયે નિવેદનમાં સ્પષ્ટતા કરી છે કે, ગ્રિડ બેલેન્સિંગ માટે નેશનલ લોડ ડિસ્પેચ કેન્દ્રે કામ કર્યું છે અને આ સમય દરમિયાન પ્રાંતિય અને રાજ્યોના ડિસ્પેજ સેન્ટરોને અલગ અલગ સંપર્કમાં રખાશે. માગને પહોંચી વળવાની તમામ સુવિધાઓ વિશે લોકોએ ગભરાવાની જરૂર નથી અને તેઓ બીજા સાધનો ચાલુ રાખી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે અપીલ કરી હતી કે, કોરોના વાયરસને હરાવવા માટે દેશની એકતા દેખાડવા માટે રવિવારે રાત્રે નવ વાગે નવ મિનિટ સુધી તમારા ઘરની લાઇટો બંધ રાખો અને આ દરમિયાન દિવા, મીણબત્તી પ્રગટાવી તથા ટોર્ચ અને મોબાઇલની ફ્લેશ લાઇટ ચાલુ રાખો. આ અંગે ઘણા લોકોને ચિંતા છે કે, અચાનક વિજળી પુરવઠો ઠપ્પ થતા ઇલેકટ્રીસીટી ગ્રિડને માઠી અસર પહોંચી શકે છે જે પહેલાથી જ માગની અછત સામે ઝઝૂમી રહ્યું છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

    મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
    Read more
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.