(એજન્સી) તા.૨૮
બેઇજિંગને અરબી સમુદ્રમાં દક્ષિણ પશ્ચિમ ગ્વાદારમાં ચીનના પાકિસ્તાનમાં ફ્લેગશીપ બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટનું નિદર્શન કરવા માટે એક પરિષદ યોજાઇ હતી જેમાં ૮૦૦૦ જેટલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
પરંતુ ધ્યાનાકર્ષક બાબત એ હતી કે જ્યાં કેટલાક રોકાણકારો ઉતર્યા હતા તે હોટલની લોબીઓમાં સેંકડો પાકિસ્તાની સૈનિકો પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ સંજોગોમાં મનીગ્રામ ઇન્ટરનેશનલ ઇન કોર્પોરેશનનના પાકિસ્તાની ભાગીદારના ડાયરેક્ટર મુહમદ ઝફર પરાચાએ જણાવ્યું હતું કે આવા ભયના માહોલમાં કોઇ પણ આગળ આવીને મૂડીરોકાણ કરશે નહીં.
હવે જ્યારે જુલાઇમાં રાષ્ટ્રીય ચૂંટણી યોજાનારા છે ત્યારે પાકિસ્તાનની સરકાર આ સમુદ્ર બંદરની વાણિજ્ય ક્ષમતા દર્શાવવા માગે છે. માળખાગત પ્રોજેેક્ટમાં ચીન દ્વારા ૫૦ અબજ ડોલર કરતા વધુ મૂડીરોકાણ સુનિશ્ચિત કરવા માટે પાકિસ્તાને ૧૫૦૦૦નું સંખ્યાબળ ધરાવતંુ ખાસ સુરક્ષા દળ ઊભું કર્યુ છે. આ બંદર ૭ માર્ચના રોજ ટ્રાન્સ શીપમેન્ટ શરુ કરનાર છે. તેમ છતાં કડક સુરક્ષા વચ્ચે ગ્વાદારના ભાવિ સામે કેટલાક સવાલો ઊભા થયા છે. બલુચિસ્તાન એ બહારના લોકો માટે તેમની મર્યાદામાં આવતંુ નથી અને ચીન સિવાય બલુચિસ્તાનમાં અન્ય કોઇ વિદેશી કંપની કે રોકાણકારની હાજરી દેખાતી નથી. પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થાઓ દ્વારા પત્રકારો અને મુલાકાતીઓ પર સઘન બાજનજર રાખવામાં આવે છે. પાકિસ્તાન-ચીન સંબંધો પર પુસ્તક લખનાર એન્ડ્રુ સ્મોલે જણાવ્યું હતું કે આ સામાન્ય મૂડીરોકાણ સ્થળ જેવી કે બિઝનેસ માહોલ જેવંુ કંઇ અહીં દેખાતું નથી. બેઇજિંગ પાકિસ્તાનના જોખમ પર સ્થાનિક બલુચ લોકોની લાંબા સમયની માગણીના પગલે પણ સુરક્ષા સામે પડકારો ઊભા થઇ શકે છે. આમ પાકિસ્તાનના ગ્વાદાર બંદરમાં ચીનનો પ્રોજેક્ટ કડક સુરક્ષા જાપ્તાને કારણે બાનમાં હોય એવું લાગે છે.