Gujarat

પાટણમાં બોગસ ડોક્ટર્સ દ્વારા કરવામાં આવતી તબીબી પ્રેક્ટિસ સામે તંત્રની લાલ આંખ

(સંવાદદાતા દ્વારા) પાટણ, તા.૩
બોગસ ડોક્ટર્સ દ્વારા કરવામાં આવતી તબીબી પ્રેક્ટીસ સામે તંત્રએ આંખ લાલ કરી છે. જિલ્લામાં બોગસ ડિગ્રી ધરાવતા ડોક્ટર્સ દ્વારા થઈ રહેલી તબીબી પ્રેક્ટીસની તપાસ માટે આરોગ્ય વિભાગ દ્વારા ૪૭ જેટલી ટીમો દ્વારા તપાસની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને મુખ્ય જિલ્લા આયુર્વેદ અધિકારી દ્વારા તપાસ કરતાં આયુર્વેદના તબીબ (બી.એ.એમ.એસ.) તરીકેની ડિગ્રી મેળવી સમી ખાતે એલોપેથિક તબીબ તરીકેની પ્રેક્ટીસ કરતા ડૉ. મહેન્દ્ર મોદી વિરૂદ્ધ આયુર્વેદીક કાઉન્સિલમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમી તાલુકાના હેલ્થ ઓફિસર દ્વારા કોઈપણ પ્રકારની તબીબી ડિગ્રી ન હોવા છતાં એલોપેથિક પ્રેક્ટીસ કરતા ડૉ. મહેન્દ્ર મોદીના પુત્ર કિશન મોદી વિરૂદ્ધ ગુજરાત મેડિકલ પ્રેક્ટીશનલ એક્ટ-૧૯૬૩ મુજબ પોલીસ ફરિયાદ કરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે. પાટણ જિલ્લાના તમામ તાલુકાઓમાં આયુર્વેદીક કે હોમિયોપેથિક ડોક્ટર્સ દ્વારા એલોપેથિક તબીબ તરીકે પ્રેક્ટીસ કરતા હોય તેવા ડોક્ટર્સ સામે જિલ્લા આયુર્વેદીક અધિકારી દ્વારા કાયદેેસરની કાર્યવાહી કરવામાં આવશે. કોઈપણ જાતની તબીબી ડિગ્રી કે બોગસ તબીબી ડિગ્રી પર પ્રેક્ટીસ કરતાં ડોક્ટર્સ સામે પણ પોલીસ ફરિયાદ દાખલ કરવા સહિતની ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. જેની તપાસ માટે જિલ્લાના તમામ ગામડાઓમાં ૪૭ જેટલી ટીમો કાર્યરત કરી દેવામાં આવી છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.