Gujarat

પાટણ જિલ્લાના ૧.પ૦ લાખથી વધુ બાળકો ભોજનથી વંચિત રહ્યા !!

(સંવાદદાતા દ્વારા) પાટણ,તા.ર
પાટણ જિલ્લામાં સરકારની મધ્યાહન ભોજન યોજનાના સંચાલકો, રસોયા અને હેલ્પરો સરકારના નવા પરિપત્ર, મહેનતાણુ અને વિવિધ પડતર માગણીઓને લઈ અચોકકસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે જેના કારણે પાટણ સહિત જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ચાલતા ૮૧૬ મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રો બંધ રહેતા અંદાજે ૧.પ૦ લાખથી વધુ બાળકો ભોજનથી વંચિત રહ્યા હતા.
આ યોજનામાં સંચાલક યુનિયનો દ્વારા સરકારે નકકી કર્યા મુજબ એક ટાઈમ ભોજન પીરસવામાં આવતું હતું. જે પેટે માધ્યમ ભોજનના કર્મચારીઓને માસિક રૂા.૧૬૦૦ જેટલું માનદ વેતન આપવામાં આવતું હતું. અગાઉ પણ આ કર્મચારીઓએ પગાર વધારા મુદ્દે સરકારમાં રજૂઆત કરી હતી. તાજેતરમાં સરકાર દ્વારા મધ્યાહન ભોજનમાં નવું મેનુ આપવાનો પરિપત્ર જાહેર કરાતા જેમાં તમામ સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને સવારે નાસ્તો, પૌસ્ટીક અહાર તેમજ બપોરનું ભોજન આપવાનું જાહેર કર્યું છે. જેના બદલે કર્મચારીઓને માત્ર ૧૬૦૦ રૂપિયાના નજીવા દરે આઠ કલાકની નોકરી કરવાનું વારો આવ્યો છે. સરકારના આ નિર્ણયનો વિરોધ કરી પાટણ જિલ્લાની ૮૧૬ પ્રાથમિક શાળાઓના તમામ મધ્યાહન ભોજન યોજનાના સંચાલકોએ હડતાળનું રણશિંંગુ ફુંકયુ છે. અચોકકસ મુદ્દતની હડતાળને લીધે આશરે ૧.પ૦ હજાર બાળકોને ભોજનથી વંચિત રહેવાનો વારો આવ્યો છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.