Gujarat

પાટણ પાલિકાના પૂર્વપ્રમુખ અને ભાજપના કોર્પોરેટરને જ્યુ.કસ્ટડીમાં મોકલાયા

પાટણ,તા.ર૭
પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપના કોર્પોરેટર દિનેશ પટ્ટણી સામે પુત્રીની જન્મ તારીખનો ખોટો દાખલો બનાવ્યો હોવાનો આક્ષેપ કરતી નોંધાયેલી ફરિયાદ સામે ધરપકડ નહીં કરવા હાઈકોર્ટે આપેલ ‘સ્ટે’ ઉઠાવી લેતાં કોર્પોરેટર અને તેમની પત્નીની પોલીસે ગઈકાલે ધરપકડ કર્યા બાદ આજે કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડની માંગણી કરી હતી પરંતુ કોર્ટે રિમાન્ડ અરજી ફગાવી દઈ જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલી આપવા હુકમ કરી જામીન અરજીની તા.ર૮/૧૧/૧૯ના રોજ સુનાવણી કરવા આદેશ કર્યો હતો.
પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને વોર્ડ નં.૯માંથી કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાઈ હાલ ભાજપમાં જોડાયેલા દિનેશ સોંધાભાઈ પટ્ટણીએ ર૦૧પની નગરપાલિકાની ચૂંટણી લડવા માટે પોતાની પુત્રી નિર્મળાની જન્મ તારીખનો ખોટો દાખલો બનાવ્યો હોવાનો આક્ષેપ કરતીએ નોંધાવતા પોલીસે તેમની વિરૂદ્ધ આઈપીસી ૪૬પ/૪૬૭ સહિતની કલમો હેઠઈ ગુનો નોંધ્યો હતો. જેની સામે પોલીસ કોઈ કાર્યવાહી ન કરે તે માટે દિનેશ પટ્ટણીએ ગુજરાત હાઈકોર્ટમાં કવોશિંગ પીટીશન દાખલ કરી દાદ માંગતા ફરિયાદ સંબંધે ધરપકડ નહીં કરવા તથા તપાસની કાર્યવાહી સામે મનાઈ હુકમ આપ્યો હતો.
પાટણ પોલીસે આ મનાઈ હુકમને વેકેટ કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરતાં તા.૧૩/૧૧/૧૯ના રોજ ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ ઉમેશ ત્રિવેદીની કોર્ટમાં આ કેસ ચાલી જતાં દિનેશ પટ્ટણીઅી અરજી ફગાવી દઈ મનાઈ હુકમ ઉઠાવી લીધો હતો.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    Crime DiaryGujarat

    રાજકોટનો ગેમઝોન ભયંકર આગમાં બન્યો મોતનો ઝોન : ર૮નાં કરૂણ મોત

    માત્ર એક કલાકમાં જ ર૪ જેટલા મૃતદેહો…
    Read more
    Gujarat

    હિંમતનગરના ગામડી પાસે નેશનલ હાઈવે પર વાહનની ટક્કરે વ્યક્તિનું મોત ઉશ્કેરાયેલા લોકોએ હાઈવે બ્લોક કર્યો પોલીસ પર પથ્થરમારો કરી વાનને આગ ચાંપી

    ટોળાને વિખેરવા ટીયરગેસના ૧ર૦થી વધુ…
    Read more
    AhmedabadGujarat

    વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

    રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.