Gujarat

પાટણ શહેરમાં ૩ કલાકમાં સાડા છ ઈંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર

(સંવાદદાતા દ્વારા) પાટણ, તા.૨૮
પાટણ શહેરમાં છેલ્લા બે દિવસથી જામેલા વરસાદી માહોલ વચ્ચે આજે વહેલી સવારે ભાદરવાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ ત્રણ કલાકમાં જ સુપડાધારે સાડા છ ઈંચ વરસાદ પડતાં મોટાભાગના વિસ્તારોમાં કેડસમા પાણી ફરતા થઈ ગયા હતા. સવારના સમયે જ સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. શાળા-કોલેજોમાં પણ વિદ્યાર્થીઓ નહીં આવતા ફરજિયાત રજા પાડવી પડી હતી. પાટણ શહેરમાં વહેલી સવારના ૪ઃ૩૦ કલાકના સુમારે શરૂ થયેલા વરસાદે જોત-જોતામાં સુપડાધારે વરસવાનું શરૂ કર્યું હતું, જે ૮ કલાક સુધી એકધારે પડતા મુખ્ય માર્ગો પર નદી વહેતી હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. બુકડી, રાજકાવાડા બજાર, કાલી બજાર વિસ્તારની દુકાનોમાં પાણી ઘૂસ્યા હતા, જ્યારે તાજેતરમાં વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે નર્મદાના પાણીના વધામણા કરી ભરવામાં આવેલ આનંદ સરોવર આજના સાડા છ ઈંચ વરસાદી પાણીના કારણે ઓવરફ્લો થઈ છલકાતા આ વિસ્તારમાં આવેલ પ્રગતિનગર, ચિત્રકૂટ, માધવનગર સહિતની ૧૦ જેટલી સોસાયટીઓ બોટમાં ફેેરવાઈ હતી અને કેડસમા પાણી ફરતા થતાં સોસાયટીના રહીશોના જીવ અદ્ધર થયા હતા. જો કે, આ પાણીના નિકાલ માટે વસ્ત્રાસર કેનાલનો દરવાજો ખોલવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ હતી. આ ઉપરાંત સુભાષ ચોકથી પ્રથમ રેલવે ગરનાળા, ટેલિફોન એક્સચેન્જ વિસ્તારની કર્મભૂમિ, મીનલપાર્ક, પદ્મપાર્ક, મહાદેવનગર, પિતામ્બર તળાવ વિસ્તાર, સાલવીવાડા, છીડિયા દરવાજા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પાટણના નવા બસ સ્ટેન્ડમાં પણ બે ફૂટ જેટલું પાણી ભરાતા મુસાફરોને ભારે હાલાકીઓ ભોગવવી પડી હતી. શહેરમાં પ્રવેશવાના તમામ માર્ગો પર પાણી ફરી વળતા સવારના સમયે વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. જો કે, ત્રણ કલાકની ધમાકેદાર ઈનિંગ બાદ વરસાદ બંધ રહેતા શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. પાટણમાં ૧૬૪ મીમી, સિદ્ધપુર ૩૮ મીમી, સરસ્વતી પ૮ મીમી અને ચાણસ્મામાં ૩૪ મીમી વરસાદ સવારના સમયે પડ્યો હતો.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  CrimeGujarat

  સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

  પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
  Read more
  CrimeGujarat

  કટ્ટરવાદી કાજલ શિંઘાળાએ મુસ્લિમ મહિલાઓ અને મુસ્લિમ સમાજ વિશે અશોભનીય બફાટ કરતા પ્રચંડ રોષની લાગણી

  મુસ્લિમ મહિલાઓની આબરૂ તથા અસ્મિતાનું…
  Read more
  CrimeGujarat

  વિદ્યાર્થીએ ટિકિટ માંગી તો કંડક્ટરે લોહીલુહાણ કર્યોલીંબડી બસ સ્ટેન્ડમાં એસટી બસના કંડક્ટરે વિદ્યાર્થીને માર મારતો વીડિયો વાયરલ

  વિદ્યાર્થીને માથાના ભાગે ઈજા થતાં…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.