Site icon Gujarat Today

પાલનપુર મુસ્લિમ ડોક્ટર્સ એસોસિએશન દ્વારા કોવિડ હેલ્થ સેન્ટર ખૂલ્લું મૂકાયું

 

પાલનપુર, તા.૮
તારીખ ૦૮/૦૮/૨૦૨૦ને શનિવારના રોજ બનાસકાંઠા જિલ્લા આરોગ્ય ખાતા દ્વારા મજલીસે દઅવતુલ હક્ક અને પાલનપુર મુસ્લિમ ડોક્ટર્સ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આદિનાથ કોમ્પ્લેક્ષ, ઓસિયા મોલની બાજુમાં, પાલનપુર-ડીસા હાઈવે ખાતે કોવિડ હેલ્થ સેન્ટર જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મનીષ ફેન્સીના હસ્તે ખુલ્લું મુકાયું. આ પ્રસંગે ડો.મનીષ ફેન્સી (ઝ્ર.ડ્ઢ.ૐર્.ં), મૌલાના અબ્દુલ કુદ્દુસ (પ્રમુખ, દઅવતુલ હક્ક), મહેશ પટેલ( ધારાસભ્ય, પાલનપુર), અશોક ઠાકોર (પ્રમુખ, પાલનપુર નગરપાલિકા), જિલ્લાના પૂર્વ કોગ્રેસ પ્રમુખ ઝાકીરહુસેન ચૌહાણ ,પીનલબેન ઘાડીયા (પ્રમુખ, જિલ્લા પંચાયત), દિનેશ ગઢવી (જિલ્લા પ્રમુખ, કોંગ્રસે), ડો.અમિત અખાણી (પ્રમુખ, ૈંસ્છ), ડો.નરેશ પ્રજાપતિ (સેક્રેટરી, ૈંસ્છ), ડો. મુનીર મનસુરી (પ્રમુખ, પાલનપુર મુસ્લિમ ડોક્ટર્સ એસોસિએશન (ઁસ્ડ્ઢછ) અને સભ્યો તેમજ આ નેક કામમાં સાથ અને સહકાર આપનાર વડીલો અને યુવાઓએ હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો.રીઝવાન લોઢીયા અને આરીફભાઈ ઘાસુરાએ કરેલ. આ કોવિડ સેન્ટર પાલનપુર શહેરના ડીસા હાઇવે ઓસીયા મોલ પાસે વિશાળ જગ્યામાં બનાવાયું છે. ૨૪ કલાક ૫૦ બેડની ઓક્સિજન સુવિધા સહિત, અનુભવી સ્ટાફ તથા નિષ્ણાંત ડોકટરો દ્વારા નિઃશૂલ્ક સારવાર, દવા સહિત દર્દીઓ માટે જમવા તથા ચા-પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. સંસ્થા દ્વારા જણાવાયેલ કે કોઈને જરૂર ના પડે એવું ઈચ્છીએ છીએ છતાં ગંભીર પરિસ્થિતિને કારણે જે પણ નાગરિકને જરૂર પડે તો આ સંસ્થાનો નિઃશુલ્ક લાભ લેવા જણાવવામાં આવેલ છે.

Exit mobile version