Sports

પિતા પોલીસમાં સિંઘમ, પુત્ર બોલરો માટે વિલન… આવું જબરદસ્ત છે શશાંક સિંહનું ક્રિકેટ કરિયર

પંજાબ કિંગ્સના બેટ્‌સમેન શશાંક સિંહે આઇપીએલ ૨૦૨૪માં કમાલ કરી દીધી છે, ફક્ત ૨૯ બોલમાં ૬૧ રન બનાવીને તેણે તેની ટીમને ગુજરાત ટાઇટન્સ વિરૂદ્ધ જીત અપાવી હતી

શશાંક સિંહે પંજાબ કિંગ્સને આઇપીએલ ૨૦૨૪માં અસંભવ સ્થિતિમાંથી ગુજરાત ટાઇટન્સ વિરૂદ્ધ જીત અપાવી હતી. જ્યારે તેઓ ક્રીઝ પર ઉતર્યા ત્યારે પંજાબના જીતવાની સંભાવના ૫ ટકા કરતા પણ ઓછી હતી. ૨૦૦ રનના લક્ષ્યનો પીછો કરતી વખતે ટીમે ૭૦ રન પર ૪ વિકેટો ગુમાવી દીધી હતી. ૨૯ બોલ પર અણનમ ૬૧ રન બનાવીને શશાંકે તેમની ટીમને વિજયી બનાવી હતી. પજાંબ કિંગ્સના કમબેકની સાથે શશાંકની આ ઇનિંગ્સ લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે. ઘણા લોકો તેમને યુવા ખેલાડી માની રહ્યા છે પરંતુ તે ૩૨ વર્ષનો થઇ ચુક્યો છે. શશાંક સિંહનો જન્મ છત્તિસગઢના ભિલાઇમાં થયો હતો. તેના પિતા આઇપીએસ અધિકારી છે. આ કારણસર શશાંક બાળપણમાં વિવિધ જગ્યાઓ પર રહ્યો. જ્યારે તેના પિતાની પોસ્ટિંગ જબલપુરમાં હતી ત્યારે તેણે પ્રથમ વખત એકેડમીમાં જઇને રમવાનું શરૂ કર્યું હતું. શશાંક સિંહ આ પછી મુંબઇ પહોંચ્યા ત્યાં જઇને તેને જાણ થઇ કે ક્રિકેટ કેટલું મુશ્કેલ છે, પછી ત્યાંના મેદાનોમાં તેણે સખત પરસેવો પાડ્યો. ૨૦૧૫માં તેણે મુંબઇ માટે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી અને વિજય હજારે ટ્રોફી રમવાની તક મળી. બેટીંગની સાથે ઓફ સ્પિન બોલીંગ કરનાર શશાંકને મુંબઇ માટે ચાર સિઝનમાં ૧૫ ટી-૨૦ તેમજ ૩ લિસ્ટ એ ગેમ રમવાની તક મળી, આનાથી તે ખુબ જ નિરાશ થઇ ગયો. ટીમની અંદર અને બહાર થવાના કારણે તે તેની જન્મભૂમી છત્તિસગઢ પરત ફર્યો. તેણે ૨૦૧૮-૧૯ સીઝનમાં પુડુચેરી માટે એક લિસ્ટ એ ગેમ પણ રમી હતી. છત્તિસગઢ ગયા બાદ શશાંક સિંહને વધુ તકો મળવા લાગી. તેને ફર્સ્ટ ક્લાસ ડેબ્યુની પણ તક મળી. ૨૦૨૩માં તેણે વિજય હજારે ટ્રોફી માટે એક મેચમાં ૧૫૦થી વધુ રન બનાવ્યા આ ઉપરાંત ૫ વિકેટ પણ લીધી, આમ કરનાર તે પ્રથમ ભારતીય છે. ૩૦ લિસ્ટ એ મેચમાં શશાંકે ૪૧ની સરેરાશ અને ૧૧૦ની સ્ટ્રાઇક રેટથી ૯૮૬ રન બનાવ્યા છે. ૨૧ ફર્સ્ટ ક્લાસ મેચમાં તેના ૮૫૮ રન છે. આઇપીએલ ૨૦૧૭માં શશાંક દિલ્હીની ટીમમાં હતો. પછી ૨૦૧૯થી ૨૦૨૧ સુધી રાજસ્થાન રોયલ્સની સાથે રહ્યો. બંને ટીમોએ તેને રમવાની તક ન આપી. ૨૦૨૨માં તે સનરાઇઝર્સ હૈદરાબાદમાં હતો. લોકી ફર્ગ્યુસન વિરૂદ્ધ તેણે હેટ્રિક છગ્ગા ફટકાર્યા હતા. ૯ આઇપીએલ ઇનિંગ્સમાં શશાંકે ૧૭૪ની સ્ટ્રાઇક રેટથી ૧૬૦ રન બનાવ્યા છે.

Related posts
Sports

કે.એલ. રાહુલ અને શુભમન ગિલનું પત્તું કપાયું, શિવમ દુબેને તક મળીટી-૨૦ વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત

રોહિત શર્મા કપ્તાન જ્યારે હાર્દિક…
Read more
Sports

ટી-૨૦ વિશ્વકપમાં મોહસીન ખાન અને મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી થઈ શકે

IPLમાં ધૂમ મચાવી રહ્યા છે પાંચ ભારતીય…
Read more
Sports

વેસ્ટઇન્ડિઝ જીતે તેવી મારી ઇચ્છા : બોલ્ટ ઉસેન બોલ્ટ બન્યો ટી-૨૦ વિશ્વકપનો બ્રાન્ડ એમ્બેસેડર

દુબઈ, તા.૨૫આઇસીસીએ મહાન રનર ઉસેન…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.