National

પૂર્વ નેવી ચીફ રામદાસે કહ્યું – જનરલ રાવત રાજકીય ટિપ્પણી ના કરી શકે, તેમણે ખોટું કર્યું

(એજન્સી) તા.૨૭
પૂર્વ નૌસેના પ્રમુખ એડમિરલ એલ.રામદાસે નાગરિકત્વ સુધારા કાયદા વિરુદ્ધ સમગ્ર દેશમાં થઈ રહેલા પ્રદર્શનો વિરુદ્ધ આર્મી ચીફ જનરલ બિપિન રાવતના નિવેદનને ખોટુ ગણાવ્યુ છે. તેમણે જણાવ્યુ કે, લશ્કરી દળોના લોકોએ રાજકીય દળોને બદલે દેશની સેવા કરવાના દાયકાઓ જુના સિદ્ધાંતનું પાલન કરવું જોઈએ. રામદાસે જણાવ્યુ કે, સેનાની ત્રણ સેવાઓમાં એક આંતરિક સંહિતા છે, જેમાં વ્યવસ્થા છે કે, તેમણે નિષ્પક્ષ અને તટસ્થ રહેવુ જોઈએ. આ નિયમ દશકોથી સશસ્ત્ર બળોના આધાર છે. રામદાસે જણાવ્યુ કે, આ નિયમ ખૂબ સ્પષ્ટ છે કે આપણે દેશની સેવા કરીએ છીએ, રાજકીય દળોની નહીં અને કોઈ રાજકીય મત વ્યક્ત કરવા માટે નથી. જેમ કે આપણે આજે સાંભળ્યું છે. કોઈ પણ સેવા આપનારા કર્મચારીઓ માટે તે એક ખોટી બાબત છે, પછી ભલે તે ટોચ પર હોય અથવા તળિયે હોય. જણાવી દઈએ કે, નાગરિકત્વ સુધારા કાયદા(CAA) વિરુદ્ધના વિરોધ અંગે ટિપ્પણી કરતાં આર્મી ચીફ જનરલ બિપિન રાવતે કહ્યુ હતુ કે, જો નેતાઓ આપણા શહેરોમાં યુનિવર્સિટીઓ અને કોલેજના વિદ્યાર્થી સહિતના લોકોને અગ્નિદાહ અને હિંસા માટે ઉશ્કેરે છે, તો તે નેતૃત્વ નથી. સ્વરાજ ઈન્ડિયાના નેતા યોગેન્દ્ર યાદવે જણાવ્યુ કે, હું તેમનાથી સહમત છુ. હાં નેતાઓને સાચી દિશામાં લોકોને લઈ જવા માટે નેતૃત્વ કરવું જોઈએ. મને પૂર્ણ વિશ્વાસ છે કે, જ્યારે તેઓ આ વાત કરી રહ્યા હશે ત્યારે તેમના મનમાં વડાપ્રધાન હશે. તેમણે જણાવ્યુ કે, રાજકારણ પર જનરલ રાવતની ટિપ્પણી છેલ્લા ૭૦ વર્ષોમાં ભારતીય સેનાની પરંપરાથી પાછળ ખસવાની જેમ છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    રાજકોટ પછી દિલ્હીની હોસ્પિટલ સળગી, ૭ નવજાતનાં મોત

    દિલ્હીની વિવેકવિહારમાં આવેલી ન્યુ…
    Read more
    NationalPolitics

    ‘‘મારો દીકરો તમને સોંપું છું’’ : રાયબરેલીમાં સોનિયાની ભાવુક અપીલ

    રાયબરેલીમાં સોનિયા ગાંધી સાથે…
    Read more
    National

    બુરખો પહેરેલી પ્રશંસકને ગળેભેટવાનું શાહરૂખ ખાને ટાળી લોકોના દિલ જીત્યાં, વીડિયો વાયરલ થયો

    (એજન્સી) તા.૧૭બોલિવૂડ સુપરસ્ટાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.